ETV Bharat / state

ધ બીસ્ટ એન્ડ ધ યુએસ પ્રેસિડેન્ટ: વન એન્ડ ઓન્લી કારની જાણવા જેવી રોચક વાતો

author img

By

Published : Feb 15, 2020, 9:23 PM IST

Updated : Feb 16, 2020, 12:08 AM IST

વિશ્વમાં સૌથી વધુ અભેદ્ય કવચ ધરાવતા અમેરિકી પ્રમુખની સુરક્ષા વ્યવસ્થાની વાતો જાણવા દરેક દેશની સુરક્ષા એજન્સીઓ માટે ખાસ બની રહેતી હોય છે. ત્યારે ETV Bharatના દર્શકો માટે આ વિશેષ જાણકારી રજૂ કરીએ છીએ.

ધ બીસ્ટ એન્ડ ધ યુએસ પ્રેસિડેન્ટ: વન એન્ડ ઓન્લી કારની જાણવા જેવી રોચક વાતો
the-characteristics-of-the-beast-car-during-us-president-donald-trumps-visit-to-ahmedabad

અમદાવાદઃ અમેરિકા વિશ્વની મહાસત્તા કહેવાતો દેશ હોય ત્યારે તેના ફર્સ્ટ પર્સન એવા રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા માટે સિક્રેટ સર્વિસ દ્વારા કેવી કેવી યુક્તિપ્રયુક્તિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. તેની તમામ જાણકારી તો બહાર નથી આવતી હોતી, પરંતુ અમુક વિગતો સમયાંતરે જાણવા મળતી હોય છે. અમેરિકન પ્રમુખની સુરક્ષાની જવાબદારી સંભાળતી એજન્સીને સિક્રેટ સર્વિસ કહેવામાં આવે છે. જે દિનરાત, ચોવીસ કલાકની દરેક સેકેન્ડે પ્રમુખની સુરક્ષા સંભાળે છે, ઇવન તેઓ વોશરુમમાં હોય ત્યારે પણ સિક્રેટ સર્વિસ એજન્ટ તેમની સાથે જ હોય છે! આજે આપણે પ્રેસિડેન્ટ ટ્રમ્પની કારની વિશેષતા અંગે જાણકારી મેળવીશું.

ધ બીસ્ટ એન્ડ ધ યુએસ પ્રેસિડેન્ટઃ વન એન્ડ ઓન્લી કારની જાણવા જેવી રોચક વાતો
ધ બીસ્ટ એન્ડ ધ યુએસ પ્રેસિડેન્ટઃ વન એન્ડ ઓન્લી કારની જાણવા જેવી રોચક વાતો
અમેરિકન પ્રમુખ કોઇ પણ દેશના પ્રવાસે જતાં હોય તે નિર્ધારિત થતાં જ જે તે દેશમાં ત્રણ મહિના પહેલાં સિક્રેટ સર્વિસ એજન્ટસ સુરક્ષા સંદર્ભે કાર્યવાહી શરુ કરી દે છે. તેઓ સ્થાનિક સરકાર, પોલિસ સાથે મળી વ્યવસ્થા સ્થાપિત કરવાની શરુઆત કરે છે. અમેરિકન પ્રમુખ જે દિવસે નિર્ધારિત સ્થળે પહોંચે તેના પહેલાં એર સ્પેસ ક્લીયર કરાવે, મોટર રોડ ક્લીયર કરાવે તે સંભાળી લે છે. સ્નીફર જોડ સ્કવોડ દ્વારા યુએસ પ્રમુખના પ્લેનના લેન્ડિંગ સ્થળથી લઇને તેમના તમામ રુટ અને મુલાકાતોના સ્થળોની સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરાવે છે.
ધ બીસ્ટ એન્ડ ધ યુએસ પ્રેસિડેન્ટઃ વન એન્ડ ઓન્લી કારની જાણવા જેવી રોચક વાતો
અમેરિકન પ્રમુખ જ્યાં પણ હોય ત્યાં સિક્રેટ સર્વિસ પોતાની પાસેની ખાસ બેગમાં પ્રમુખના બ્લડ ગ્રુપની બ્લડ બેગ્ઝ પણ રાખે છે અને કોઇ પણ વિષમ સંજોગોમાં ફક્ત 10 મિનિટમાં તમામ પ્રકારની તબીબી સેવા મળી રહે તેની વ્યવસ્થા કરાવે છે.

અમેરિકન પ્રમુખ નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલાં તેમની સાથેના 7 પ્લેન પહોંચી જાય છે. જેમાં હેલિકોપ્ટર, કાર, સંદેશવ્યવહારના ઉપકરણ, સંલગ્ન અધિકારીઓ, વ્હાઈટ હાઉસ સ્ટાફ વગેરેને પહોંચાડી દેવાય છે. અમેરિકન પ્રમુખના કાફલાનું લાઈવ રેકોર્ડિગ કરવામાં આવે છે અને અફકોર્સ, પ્રમુખને ખાવાપીવામાં જે કંઇ પણ અપાય તે સિક્રેટ સર્વિસ એજન્ટની સુરક્ષા અને સર્વેલન્સમાં જ હોય છે. તેમ જ અમેરિકન પ્રમુખને મનગમતી વાનગીઓ પીરસવા માટે તેમના કૂક અને સર્વિંગ સ્ટાફ જ હોય છે.

અમેરિકન પ્રમુખ ક્યાં રોકાશે તે સ્થળ સુરક્ષાની દ્રષ્ટિએ ચકાસ્યાં બાદ પસંદ કરવામાં આવે છે. જેમાં સુરક્ષા સ્તર, સગવડો, સ્વાસ્થ્ય સુવિધાઓ, એલિવેટરની સુરક્ષા, રિપેરિંગમેન સ્ટેન્ડબાય હોય છે. એટલું જ નહીં હોટેલના કર્મચારીઓમાં ગુનાહિત રેકોર્ડ હોય તો તેવા કર્મચારીને ફરજમુક્ત રાખવાના આદેશ આપવામાં આવે છે.

એકવાર પ્રમુખના રોકાણ માટે રુમ નક્કી થાય એટલે સિક્રેટ સર્વિસ દ્વારા સુરક્ષા સાધનો લગાવાય છે, બારીઓ ઉપર બુલેટપ્રૂફ પ્લાસ્ટિક શિલ્ડ લગાડવામાં આવે છે. સિક્રેટ એજન્ટ્સ પ્રોટોકોલ તોડીને પ્રમુખને ક્યારેય બહાર જવા દેતાં નથી. આ સિક્રેટ સર્વિસ એજન્ટ્સ સ્થાનિક ગુનેગારી, શકમંદો, તોફાનીઓને કન્ટ્રોલમાં લેવાની કામગીરી પણ કરાવે છે.

સિક્રેટ સર્વિસ દ્વારા અમેરિકન પ્રમુખનું કોડ નેમ પાડવામાં આવે છે. દાખલા તરીકે તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મુઘલ કહે છે અને મેલાનિયાને મૂઝ તરીકે ઉલ્લેખે છે.

હવે વિશેષ માહિતી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદીઓને જે કારમાં જોવા મળશે તેની કરીએ. આ કારનું નામ છે ધ બીસ્ટ. તેના નામ પ્રમાણે જ તેની તાકાત કદાવર છે. જેમ કે...

  • ધ બીસ્ટ કારના દરવાજા હથિયારોથી સુસજ્જ અને બોઇંગ 757ના દરવાજા જેવા અભેદ્ય હોય છે. આ દરવાજા સો ટકા બંધ થઈ જાય છે જેનાથી તેમાંથી ગેસ કે કેમિકલ જઇ શકતાં નથી.
  • ધ બીસ્ટ કાર ચલાવનાર ડ્રાઈવર પણ સિક્રેટ સર્વિસનો એજન્ટ હોય છે. જે તમામ પરિસ્થિતિઓમાં કાર ચલાવવામાં માહેર હોય છે અને તમામ બચાવ ઓપરેશન જાણતો હોય છે. આ ડ્રાયવર કારને 180 ડિગ્રીએ ટર્ન લઇ શકે છે.
  • ડ્રાઈવરના કમ્પાર્ટમેન્ટમાં ડેશબોર્ડ પર કોમ્યૂનિકેશન સેન્ટર અને જીપીએસ ટ્રેકિંગ ઉપલબ્ધ હોય છે.
  • ધ બીસ્ટ કારની ચેસીસ બોમ્બમારાથી પણ બચાવે તેવી સ્ટિલપ્લેટની બનેલી હોય છે.
  • ધ બીસ્ટ કારના ટાયરની રિમ્સ પણ ક્યારેય પંકચર ન પડે તેવી સ્ટિલની બનેલી હોય છે. જે ટાયર ફાટી જાય તોપણ ચાલુ રહી શકે છે.
  • ધ બીસ્ટમાં પમ્પ એક્શન શૉટગન્સ,ટિયરગેસ કેનન અને પ્રમુખના બ્લડગ્રુપની બોટલ્સ પણ રેડી હોય છે.
  • ધ બીસ્ટમાં મિલિટરી ગ્રેડ ધરાવતું પાંચ ગ્રેડનું સ્ટિલ, એલ્યુમિનિયમ, ટાઈટેનિયમ અને સિરામિક સંયોજન ધરાવતું માળખું હોય છે.
  • ધ બીસ્ટની ફ્યૂઅલ ટેન્કની વાત કરીએ તોઆર્મર પ્લેટેડ હોય છે અને અંદરથી વિશેષ ફોમવાળી હોય છે જે સીધા હુમલામાં પણ આગ ન લાગવા દે.
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પ બીસ્ટમાં જ્યાં બેઠાં હોય ત્યાં સેટેલાઈન ફોન હોય છે જેનાથી પળના વિલંબ વિના પ્રમુખ પેન્ટાગોન અને વાઈસ પ્રેસિડેન્ટ સાથે સીધી વાત કરી શકે છે.
  • ધ બીસ્ટ કારમાં ફાયર ફાઈટિંગ સીસ્ટમ અને ટિયરગેસ અને સ્મોક સ્ક્રીન ડિસ્પેન્સર લગાવેલાં હોય છે.
  • એન્ડ ધ મોસ્ટ સિક્યોર ફીચર ઈન ધ બીસ્ટ એ છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બેઠાં હોય ત્યાં તેમની સાથે બેઠેલાં પ્રવાસી વચ્ચે કાચનિં કમ્પાર્ટમેન્ટ હોય છે જેને ટ્રમ્પ જ ઉપરનીચે કરી શકે છે. તેમાં પેનિક બટન અને ઓક્સિજન સપ્લાય પણ હોય છે.

આપને જણાવીએ કે આ સિક્રેટ સર્વિસ એજન્ટ સર્વિસની અભેદ્ય કિલ્લેબંધીને પગલે છેલ્લાં ત્રણ દાયકાથી અમેરિકન પ્રમુખ પર થયેલાં ત્રણ હુમલામાં પ્રમુખનો વાળ પણ વાંકો થયો નથી અને હુમલાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે. અત્યાર સુધીમાં, 1829થી લઇને 1989 સુધીમાં કુલ 7 રાષ્ટ્ર પ્રમુખ હુમલામાં ઈજાગ્રસ્ત થયાં હતાં જ્યારે 1865થી લઇ 1963 સુધીના સમયમાં કુલ 5 અમેરિકી પ્રમુખ માર્યાં ગયાં હતાં. આ જોતાં અમેરિકન પ્રમુખની સુરક્ષા માટે સિક્રેટ સર્વિસની સાવચેતીઓની સર્વત્ર ધ્યાન ખેંચનાર બની રહેતી હોય છે.

Last Updated : Feb 16, 2020, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.