ETV Bharat / state

સાબરમતીના પ્રદૂષિત પાણીને લઈ હાઈકોર્ટનું આકરૂં વલણ, દાખલ કરી સુઓમોટો

author img

By

Published : Jan 10, 2023, 10:12 PM IST

Updated : Jan 10, 2023, 10:50 PM IST

સાબરમતી નદીના (sabarmati river water pollution) પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ ગંભીર બની છે. ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી મુદ્દે સુઓમોટો દાખલ (gujarat highcourt takes suo moto) કરી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે આટલું ખરાબ અને દૂષિત પાણી નહીં ચલાવી લેવાય. સરકારે આ મુદ્દે ગંભીર બનીને પગલાં લેવા જોઈએ. આ મુદ્દે વધુ સુનાવણી 13 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

સાબરમતીની પ્રદૂષિત પાણીને લઈને હાઈકોર્ટનું આકરૂં વલણ
સાબરમતીની પ્રદૂષિત પાણીને લઈને હાઈકોર્ટનું આકરૂં વલણ

ગુજરાત સરકારને સાબરમતી નદીના પ્રદૂષિત પાણી પર ગંભીરતાથી ધ્યાન આપવા કહ્યું

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષિત પાણી (sabarmati river water pollution) અંગે સુઓમોટો દાખલ (gujarat highcourt takes suo moto) કરી છે. કોર્ટે ગુજરાત સરકારને સાબરમતી નદીના પ્રદૂષિત પાણી પર ગંભીરતાથી ધ્યાન આપવા અને વધુ તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. (water pollution)

સુઓમોટો દાખલ: ઉલ્લેખનીય છે આજે સાબરમતીના પ્રદુષિત પાણીને લઈને સુનાવણી થઈ હતી. જેમાં એડવોકેટ હેમાંગ શાહે ગુજરાત હાઈકોર્ટને સાબરમતી નદીના પ્રદૂષિત પાણી અંગે માહિતી આપી હતી. ઉપરાંત કોર્ટમાં સેમ્પલ પણ આપ્યા હતા. હેમાંગ શાહે કહ્યું કે અગાઉ અમે નદીના પાણીના સેમ્પલ લાવ્યા હતા, ત્યાર બાદ આટલું પ્રદુષિત પાણી જોઈને કોર્ટને પણ આશ્ચર્ય થયું હતું.

આ પણ વાંચો: કેબિનેટ બેઠકમાં બજેટના બાકી પ્રોજેકટ, G20 તૈયારીઓની સમીક્ષા થશે

અન્ય નદીઓને કરે છે પ્રદૂષિત: એડવોકેટે જણાવ્યું હતું કે આ માત્ર સાબરમતીની વાત નથી, સાબરમતીનું પાણી અરબી સમુદ્રમાં પહોંચે છે અને અન્ય નદીઓને પણ અસર કરે છે. આ ઉપરાંત સાબરમતી નદીમાં પાઈપલાઈન દ્વારા ગેરકાયદેસર રીતે ઘણું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. આપણી નદીઓ સાફ કરવાને બદલે વધુ પ્રદૂષિત થઈ રહી છે. ખંભાતના અખાત સુધી પાણીનું પ્રદૂષણ થતું અટકાવવું જરૂરી છે.

તાત્કાલિક પગલાં લેવા કહ્યું: હાઈકોર્ટે ગુજરાત સરકારને આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 13 જાન્યુઆરીએ થશે. જ્યાં રાજ્ય સરકાર પ્રદૂષણને રોકવા માટે લેવામાં આવેલા જરૂરી પગલાં વિશે હાઈકોર્ટેને જવાબ આપશે.

આ પણ વાંચો: સીએમ સુધી ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર, સીસ્ટમ જૂઓ

લોકસભામાં ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિતની યાદીમાં આવી છે. જેમાં નર્મદા અને સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ નદી પ્રદૂષિત હોય તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સાબરમતીમાં ગંદા પાણીને શુદ્ધ કરવા માટે વર્ષે અંદાજે 85 લાખનો ખર્ચ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અગાઉ 480 કરોડ જેટલી રકમ ફાળવી હતી. તેને કારણે ભૂતકાળમાં સાબરમતીમાં ભરાયેલું પાણી ખાલી કરીને તેમાં સફાઇ કરવામાં આવી હતી. જો કે, માંડ થોડો સમય પસાર થાય છે ત્યાં નદીમાં લીલ અને જળકુંભી એ હદે છવાઈ જાય છે કે પાણી પણ જોઈ શકાતું નથી.

Last Updated :Jan 10, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.