ETV Bharat / state

કેબિનેટ બેઠકમાં બજેટના બાકી પ્રોજેકટ, G20 તૈયારીઓની સમીક્ષા થશે

author img

By

Published : Jan 10, 2023, 7:36 PM IST

ગાંધીનગરમાં ગુજરાત પ્રધાનમંડળની બુધવારે આયોજિત કેબિનેટ બેઠક (Cabinet meeting Discussion in Gandhinagar )માં ગત બજેટના બાકી પ્રોજેક્ટ અંગે ચર્ચા હાથ ધરાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠક (CM Bhupendra Patel chaired Cabinet meeting )માં જી20ની ગુજરાતમાં આયોજિત બેઠકો (G20 Meeting in Gujarat ) ને લઇને પણ ચર્ચા થશે.

કેબિનેટ બેઠકમાં બજેટના બાકી પ્રોજેકટ, G20 તૈયારીઓની સમીક્ષા થશે
કેબિનેટ બેઠકમાં બજેટના બાકી પ્રોજેકટ, G20 તૈયારીઓની સમીક્ષા થશે

ગાંધીનગર રાજ્યના મુખ્ય પટેલની અધ્યક્ષતામાં બુધવારે સવારે 10 કલાકે કેબિનેટ બેઠક ( CM Bhupendra Patel chaired Cabinet meeting )નું આયોજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠક એજન્ડાની ચર્ચાની (Cabinet meeting Discussion in Gandhinagar )વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત બજેટના બાકી રહેલા મહત્વના પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા અને જી-20 ની 15 બેઠકો જે અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાવા જઈ રહી છે તેની તૈયારીઓની સમીક્ષા (G20 Meeting in Gujarat ) કરવામાં આવશે.

આ પણ વાંચો સચિવાલયમાં મોબાઈલ પર પ્રતિબંધ? કેબિનેટ બેઠકમાં પ્રધાનો અધિકારીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

G20 બાબતે ખાસ ચર્ચા જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી સમગ્ર દેશમાં g20 સમિટનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 15 જેટલી બેઠકનું (G20 Meeting in Gujarat ) આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં અલગ અલગ દેશના પ્રતિનિધિઓ અને ડેલિગેશન ગુજરાતમાં આવશે. ત્યારે તે બાબતની ખાસ ચર્ચા અને ડેલિગેશનની રહેવાની ટ્રાન્સપોર્ટેશનની તમામ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવશે. આમ જે જગ્યા ઉપર સમિટ યોજાશે તે જગ્યા ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા છે અને શું સુધારો વધારો કરવામાં આવી રહ્યો છે તે બાબતે પણ ખાસ ચર્ચા (Cabinet meeting Discussion in Gandhinagar )કેબિનેટ બેઠકમાં થશે.

આ પણ વાંચો G20 સમિટમાં આવતા વિદેશી ડેલીગેટ્સ માટે ખાસ નિર્ણય,ગુજરાતના પ્રવાસન સ્થળોની વિઝિટ કરાવાશે

જૂના બજેટની કામગીરીની સમીક્ષા વર્ષ 2022 માર્ચ મહિનામાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભા રજૂ કરેલા બજેટ અંતર્ગત જે મહત્વના પ્રોજેક્ટ અને કામગીરી છે તે કામગીરીમાં કેટલી કામગીરી બાકી છે તે બાબતે પણ ખાસ વિભાગ પ્રમાણે ચર્ચા કરવામાં આવશે આ વખતના બજેટમાં લગભગ તમામ વિભાગોની બેઠક પૂર્ણ થઈ છે ત્યારે નવા બજેટમાં સર્વાનુમતે કઈ યોજનાઓ લાગુ કરી શકાય તે બાબતની પણ પ્રાથમિક ચર્ચા (Cabinet meeting Discussion in Gandhinagar )કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

ખાલી મહેકમનો રિપોર્ટ ગત કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો તથા તમામ અધિકારીઓને પોતાના વિભાગમાં ખાલી રહેલ મહેકમનો રિપોર્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. ત્યારે તે વાતને પણ સાત દિવસ થઈ ગયા છે ત્યારે આજની કેબિનેટમાં કયા વિભાગમાં કેટલી ખાલી જગ્યાઓ પડી છે તે બાબતની પણ સમીક્ષા (Cabinet meeting Discussion in Gandhinagar )કરવામાં આવશે. ત્યારબાદ કેલેન્ડર વર્ષ પ્રમાણે ખાલી પડેલ જગ્યાની ભરતી કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવાની કવાયત શરુ કરવામાં આવશે.

આ પણ વાંચો યુવાનો માટે સારા સમાચાર, SSC GD કોન્સ્ટેબલની 20,000 થી વધુ પોસ્ટ વધી,

E સરકાર બાબતે ચર્ચા રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગના કામકાજો ઇલેક્ટ્રિક કરવામાં આવ્યા છે. પેપરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે બાબતની સૂચના પણ રાજ્ય સરકારના તમામ વિભાગોને આપવામાં આવી છે. ત્યારે એ સરકારમાં હજુ પણ જો કોઈ પણને તકલીફ પડતી હોય અથવા તો કોઈ પણ સમસ્યા સામે આવી રહી હોય તો તે બાબતે સીસ્ટમને વધુ મજબૂત કરી શકાય તેની ખાસ ચર્ચા (Cabinet meeting Discussion in Gandhinagar )કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.