ETV Bharat / snippets

દ્વારકાના શિવરાજપુર બીચ પર 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી સ્વિમિંગ-સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ, જાણો શા માટે

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 11:37 AM IST

શિવરાજપુર બીચ
શિવરાજપુર બીચ ((પ્રતિકાત્મક તસ્વીર) (Etv Bharat))

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાની નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર આગામી 4 જૂન થી 2 ઓગસ્ટ સુધી સ્વિમિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચોમાસાની સીઝન દરમિયાન સમુદ્રમાં કરંટ રહેતો હોવાથી અને ઊંચા મોજા ઉછળતા હોય સલામતીના ભાગ રૂપે તંત્રએ આ નિર્ણય લીધો છે. શિવરાજપુર બીચ પરની સ્કુબા સહિતની તમામ વોટર સ્પોર્ટ્સ એકટીવીટી પણ 4 જૂન થી 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી 4 જૂન થી 2 ઓગસ્ટ સુધી સ્વીમિંગ સહિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટી પર રોક લગાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.