ETV Bharat / state

મેટ્રો સિટીમાં નિરસ મતદાન થતાં બગડી શકે છે રાજકીય પાર્ટીઓની બાજી

author img

By

Published : Dec 6, 2022, 9:53 AM IST

રાજ્યમાં બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણી (gujarat election 2022) માટે સોમવારે (low vote turnout in metro cities for gujarat) મતદાન થયું હતું. તે અંતર્ગત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અહીં વર્ષ 2017ની સરખામણીએ ઓછું મતદાન થતાં રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે.

મેટ્રો સિટીમાં નિરસ મતદાન થતાં બગડી શકે છે રાજકીય પાર્ટીઓની બાજી
મેટ્રો સિટીમાં નિરસ મતદાન થતાં બગડી શકે છે રાજકીય પાર્ટીઓની બાજી

અમદાવાદ રાજ્યભરમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે મતદાન થયું હતું. તે અંતર્ગત મહાનગરો (low vote turnout in metro cities for gujarat) જેવા કે, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મતદાન પ્રક્રિયા હાથ (Polling for Gujarat Election) ધરવામાં આવી હતી. અહીં આ વખતે સરેરાશ 62.59 ટકા મતદાન થયું હતું. અમદાવાદમાં આ વખતે 58.32 ટકા, ગાંધીનગરમાં 65.66 ટકા અને વડોદરામાં 63.81 ટકા મતદાન થયું હતું.

વર્ષ 2017માં મતદાન વધુ થયું હતું જ્યારે વર્ષ 2017માં ગાંધીનગરમાં (low vote turnout in metro cities) 72.3 ટકા, અમદાવાદમાં 66.69 ટકા અને વડોદરામાં 72.58 ટકા મતદાન થયું હતું. એટલે કે ત્રણેય મહાનગરોમાં આ વખતે મતદાનની ટકાવારીનો ગ્રાફ ખૂબ જ નીચે ગગડી ગયો છે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતે અમદાવાદમાં 8.347 ટકા, ગાંધીનગરમાં 6.64 અને વડોદરામાં 8.77 ટકા ઓછું મતદાન થયું છે.

અમદાવાદમાં કુલ મતદાન અમરાઈવાડીમાં (Low turnout in Ahmedabad) 53.44 ટકા, અસારવામાં 56.59 ટકા,. બાપુનગરમાં 57.21 ટકા, દાણીલીમડામાં 56 ટકા, દરિયાપૂરમાં 58.01 ટકા, દસ્ક્રોઈમાં 64.44 ટકા, ધંધૂકામાં 59.92 ટકા, ધોળકામાં 66.57 ટકા, એલિસબ્રિજમાં 54.66 ટકા, ઘાટલોડિયામાં 59.62 ટકા, જમાલપુર ખાડિયામાં 58.29 ટકા, મણિનગરમાં 55.35 ટકા, નારણપુરામાં 56.53 ટકા, નરોડામાં 52.29 ટકા, નિકોલમાં 58 ટકા, સાબરમતીમાં 55.71 ટકા, સાણંદમાં 68.20 ટકા, ઠક્કરબાપાનગરમાં 54.69 ટકા, વટવામાં 55.31 ટકા, વેજલપુરમાં 57.55 ટકા અને વિરમગામમાં 63.95 ટકા મતદાન થયું હતું.

ગાંધીનગરમાં કુલ મતદાન જિલ્લાના દહેગામમાં 68.60 ટકા (Low turnout in Gandhinagar), ગાંધીનગર ઉત્તરમાં 58.74 ટકા, ગાંધીનગર દક્ષિણમાં 62.20 ટકા, કલોલમાં 70.12 ટકા અને માણસામાં 71.28 ટકા મતદાન થયું હતું.

વડોદરામાં કુલ મતદાન અહીં અકોટામાં (Low turnout in Vadodara) 59.26 ટકા, ડભોઈમાં 71.22 ટકા, કરજણમાં 70.20 ટકા, માંજલપુરમાં 58.50 ટકા, પાદરામાં 71.29 ટકા, રાવપુરામાં 57.69 ટકા, સાવલીમાં 71.92 ટકા, સયાજીગંજમાં 58.12 ટકા, વડોદરા શહેરમાં 58.90 ટકા અને વાઘોડિયામાં 67.71 ટકા મતદાન થયું હતું.

રાજકીય પાર્ટીઓની નિષ્ફળતા આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Public Meeting in Gujarat) પહેલા સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત બનાવવા અમદાવાદ અને વડોદરામાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. સાથે જ તેમણે લોકોને મતદાનની અપીલ કરી હતી. તેમ છતાં તેમની અપીલની મતદારો પર કોઈ અસર જોવા મળી નહતી તેવું ચિત્ર ઉપસીને સામે આવ્યું છે. બીજી તરફ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર પૂરજોશમાં કર્યો હતો, પરંતુ તેઓ પણ મતદારોને રિઝવવામાં નિષ્ફળ નિવડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આ વખતે મતદાનમાં ધરખમ ઘટાડો થયો છે. એટલે કે કોઈ પણ પાર્ટીને મત આપવા કરતા મતદારોએ આરામ કરવાનું વધુ યોગ્ય ગણ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.