ETV Bharat / state

ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી, પિતા પુત્ર એ કોર્ટને કરી ફરિયાદો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 10:33 PM IST

Updated : Aug 24, 2023, 10:45 PM IST

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની રેગ્યુલર જામીન અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે. આજે આરોપી પિતા અને પુત્રને વિડિઓ કોન્ફરસથી ઉપસ્થિત, રાખવામાં આવ્યા હતા. આવતીકાલે બંને આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાશે.

Etv Bharat
Etv Bharat

ISKCON Bridge Accident Case

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ લોકોના જીવ લેનારા આરોપી તથા પટેલની રેગ્યુલર જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે તથ્યએ બેફામ કાર ચલાવીને નવલોકોના જીવ લીધા છે જામીન આપી શકાય નહીં. સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ સેશન્સ કમિટ થઈ ચૂક્યો છે. ત્યારે સેશન્સ કોર્ટની કાર્યવાહી આજથી શરૂ થઇ હતી. જેમાં બંને પિતા પુત્રને આજે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં વિડિઓ કોન્ફરન્સથી ઉપસ્થિત કરાયા હતા.

તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી : જેમાં તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, તેમને ઘરનું ટીફીન નથી મળતું. તેમજ તેમના વકીલ સાથે મળવા દેવાતા નથી. જે મુદ્દે કોર્ટે આવતીકાલે જેલ ઓથોરિટીના અધિકારીને કોર્ટમાં બોલાવ્યા છે. ઉપરાંત બંને આરોપીને આવતીકાલે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેશે જ્યાં તેઓ તેમના વકીલને મળી શકશે. આ કેસમાં પીડિત પક્ષના વકીલો એ પણ તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી તેમજ પ્રગ્નેશ પટેલની વચગાળાની જામીન અરજી સામે વાંધો લીધો હતો. ગ્રામ્ય કોર્ટે પ્રગ્નેશ પટેલની જામીન અરજી ના મંજુર કરી હતી. હવે બંને આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પ્રગ્નેશ પટેલની જામીન ગ્રામ્ય કોર્ટેના મંજુર કરતા તેઓ હવે જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા છે. જેની ઉપર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનવણી થશે.

9 નિર્દોષ લોકોનો જિવ લિધો : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. તથ્ય પટેલે વકીલ નિસાર વૈદ્ય મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની ઉપર દલીલો પૂર્ણ થયા બાદ આજે કોર્ટે ચુકાદો અપાતા તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દિધી હતી.

  1. ISKCON Bridge Accident Case : તથ્ય પટેલને જામીન અપાવવા વકીલની દલીલોને મજબૂત પડકાર આપતાં સરકારી વકીલ, 24મીએ ચૂકાદો
  2. ISKCON Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી, સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા આદેશ
Last Updated : Aug 24, 2023, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.