ETV Bharat / state

IPL 2023 : સ્ટેડિયમમાં ક્રિકેટમેચ જોવા જનારાઓને પાર્કિંગની પરેશાની નહીં નડે, નવી App તૈયાર

author img

By

Published : Mar 29, 2023, 5:43 PM IST

IPL 2023ને લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 1600થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે જવાબદારી અદા કરશે. તો બીજી તરફ દર્શકો માટે પાર્કિંગ વ્યવસ્થા માટે એપ બનાવવામાં આવી છે. તેમજ શહેરમાં ચાલતી AMTS, BRTS અને મેટ્રોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

IPL 2023 : ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, વાહન પાર્કિંગની ઓનલાઈન ટિકિટ મેળવીને મુશ્કેલી કરો દુર
IPL 2023 : ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, વાહન પાર્કિંગની ઓનલાઈન ટિકિટ મેળવીને મુશ્કેલી કરો દુર

IPL 2023ને લઈને અમદાવાદ પોલીસે તૈયારીનો આપ્યો આખરી ઓપ

અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 અમદાવાદમાં શરૂઆત થઈ રહી છે, જેને લઇને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેવાના છે. જે માટે 1600થી વધુ પોલીસ જવાનો ખડેપગે પોતાની જવાબદારી અદા કરશે. આ સાથે 5 DCP અને 10 ACP કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ટ્રાફિક નિવારણ અને દેખરેખ માટે 4 DCP, 6 ACP અને 1500 જેટલા ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ઓનલાઇન વાહન પાર્કિંગ એપ : મેચ દરમિયાન સૌથી જટિલ એવી પાર્કિંગ વ્યવસ્થા આ વખતે આયોજન બધ્ધ તૈયાર કરાઈ છે. જેમાં મેચ નિહાળવા આવતા પ્રેક્ષકો માટે AMTS, BRTS અને મેટ્રોના સમય તેમજ રુટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મેચ દરમિયાન વ્હિકલ પાર્કિગમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ શો માય પાર્કિંગ એપ પરથી વાહન પાર્કિંગ બુક કરી તેની ઈ-ટિકિટ ઓનલાઈન મેળવી શકાશે. જેથી લોકોને પોતાના વાહન પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે. આ સાથે પાર્કિંગ માટે 20 જેટલા પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે.

દર્શકો માટે વ્યવસ્થા : પાર્કિંગ પ્લોટ પાસેથી પ્રેક્ષકોને આવવા જવા માટે ફ્રી શટલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેચ દરમિયાન ગેટ નં 1 અને ગેટ નં 2 પર સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે તમામ વ્યવસ્થા પૂર્ણરૂપે અમલમાં મુકવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા પ્રેક્ષકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જેમાં પ્રેક્ષકોને પોતાના સમયમાં સ્ટેડિયમમાં પ્રવેશ કરી લેવો અને પોતાની સાથે વધારાનો સામાન સ્ટેડિયમમાં ન લઈ જવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : IPL 2023: IPL 2023 પહેલા વિરાટ કોહલીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહી આ જાણી-અજાણી વાતો

અમદાવાદમાં 7 મેચ : IPLની પ્રથમ મેચ 31મી માર્ચને શુક્રવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અમદાવાદમાં લીગની 7 મેચ યોજાવાની છે. જે દરમિયાન મેચ રાત્રે 7.30થી શરૂ થશે. એ દિવસોએ દર્શકોને ઘરે પરત જવા સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેન સેવાના સમયમાં ફેરફાર કરી રાત્રે 1.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રથમ મેચ માટે પ્રેક્ષકોના સ્ટેડિયમમાં પ્રવેશ માટે બપોરે 3 વાગ્યે ગેટ ખુલ્લો મૂકવામાં આવશે. જેથી મેચ ચાલુ થાય તે દરમિયાન ભીડ ઓછી થાય.

આ પણ વાંચો : IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર

પાર્કીંગ માટે ટિકીટ : સ્ટેડિયમ સંકુલમાં વાહનોની પાર્કિંગની સમસ્યા ના થાય તે માટે શો માય પાર્કિંગ એપ પરથી પાર્કિંગ બુક કરી તેની ઈ-ટિકિટ ઓનલાઈન મેળવી શકાશે. ઝોન પ્રમાણે ઊભા કરાયેલા પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્કિંગ થઈ શકે તે માટે પોલીસ દ્વારા સતત ધ્યાન આપવામાં આવશે. પોલીસ દ્વારા પ્રેક્ષકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જેમાં પ્રેક્ષકોને પોતાના સમયમાં સ્ટેડિયમમાં પ્રવેશ કરી લેવો અને પોતાની સાથે વધારાનો સામાન સ્ટેડિયમમાં ન લઈ જવા અપીલ કરવામાં આવી છે. જ્યારે મેચ દરમિયાન તંત્ર તમામ રીતે સજ્જ બની શાંતિ પૂર્ણ માહોલમાં મેચોનો આનંદ લઈ શકાય તે માટે પોલીસે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.