ETV Bharat / state

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાને સરકાર પૂરતી મદદ કરશે : પ્રદીપસિંહ વાઘેલા

author img

By

Published : Feb 17, 2022, 7:31 AM IST

અરવલ્લીના ભિલોડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા કોરોનાની ત્રીજી લહેરમાં (Bhiloda Congress MLA Corona Positive) સંક્રમિત થતા ચેન્નઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ સરકાર પર ભારે આક્ષેપ (Congress MLA Ashwin Kotwal attack on BJP) કર્યા છે.

ડૉ.અનિલ જોશીયારાને સરકાર પૂરતી મદદ કરશે : પ્રદીપસિંહ વાઘેલા
ડૉ.અનિલ જોશીયારાને સરકાર પૂરતી મદદ કરશે : પ્રદીપસિંહ વાઘેલા

અમદાવાદ : ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત (Bhiloda Congress MLA Corona Positive) થયા હતા. તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતા ચેન્નાઇ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડૉ.અનિલ જોષીયારાને આર્થિક સહાયને લઈને વિવાદ

ડૉ.અનિલ જોશીયારાને સરકાર પૂરતી મદદ કરશે : પ્રદીપસિંહ વાઘેલા

ડોક્ટર અનિલ જોષીયારાને અમદાવાદ અને ત્યારબાદ ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ (Dr. Anil Joshiyara Admitted to Chennai Hospital) કરતા તેમનો સારવારનો ખર્ચ વધુ આવે હોય તે સ્વાભાવિક છે. ત્યારે કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ સરકાર પર આક્ષેપ (Congress MLA Ashwin Kotwal attack on BJP) કરતાં જણાવ્યું હતું કે, ડોક્ટર અનિલ જોષીયારા કોંગ્રેસના ધારાસભ્ય છે. આથી વર્તમાન ભાજપ સરકાર ભેદભાવ રાખીને તેમને આર્થિક સહાય કરી રહી નથી.

અશ્વિન કોટવાલને સરકારી પ્રક્રિયાની માહિતી નહિ : પ્રદીપસિંહ વાઘેલા

અશ્વિન કોટવાલના આક્ષેપ પર જવાબ આપતા ભાજપના મહા પ્રધાન પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અશ્વિન કોટવાલને સરકારી પ્રક્રિયાની માહિતી નથી. જ્યારે ડૉ. અનિલ જોષીયારા સ્વસ્થ થઈને પરત ફરશે. ત્યારે સરકારી પ્રક્રિયા પ્રમાણે તેમને ધારાસભ્યને સારવાર માટે મળતી આર્થિક સહાય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ હું સમય આવે ત્યારે આમ આદમી પાર્ટીને જવાબ આપીશ : કુંદન કોઠીયા

મારી વાત ડૉ.અનિલ જોષીયારાના પુત્ર સાથે થઇ : ડૉ. ઋત્વિજ પટેલ

ભાજપના પ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, અશ્વિન કોટવાલ આ મુદ્દે ખોટું રાજકારણ રમી રહ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ચેન્નઈના ડોક્ટરોના સંપર્કમાં છે તેઓ ડૉ. અનિલ જોષીયારાણી ખબર અંતર પૂછતા રહે છે. મેં પણ ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા સાથે આ મુદ્દે વાત કરી છે.

આ પણ વાંચોઃ મહેસાણા કૉંગ્રસમાં ભડકો: મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.