ETV Bharat / state

હું સમય આવે ત્યારે આમ આદમી પાર્ટીને જવાબ આપીશ : કુંદન કોઠીયા

author img

By

Published : Feb 15, 2022, 7:39 AM IST

સુરતમાં આમ આદમી પાર્ટીનો કોર્પોરેટરોનું ભાજપમાં (AAP Corporator Joined BJP In Surat) જોડાવવાનો સિલસિલો યથાવત છે. સુરતમાં આપના મહાનગરપાલિકાના છઠ્ઠા કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. ત્યારે કોર્પોરેટર ETV Bharat ને જણાવ્યું કે, ભાજપ સ્ત્રીઓનું સન્માન કરે છે.

હું સમય આવે ત્યારે આમ આદમી પાર્ટીને જવાબ આપીશ : કુંદન કોઠીયા
હું સમય આવે ત્યારે આમ આદમી પાર્ટીને જવાબ આપીશ : કુંદન કોઠીયા

સુરત : આમ આદમી પાર્ટીમાંથી સુરતના કોર્પોરેટરોનું ભાજપમાં જોડાવવાનો (AAP Corporator Joined BJP In Surat) સિલસિલો યથાવત છે. આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના છઠ્ઠા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. આ સાથે જ સુરત મહાનગરપાલિકાના પાંચ મહિલા કોર્પોરેટરો (AAP Leader Joined BJP In Surat) ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના સુરતના મહિલા કોર્પોરેટરે કુંદન કોઠીયાએ ભાજપમાં જોડાતી વખતે ભાજપને મહિલાઓનું સન્માન જાળવતી પાર્ટી કહી હતી. કુંદન કોઠીયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત પણ કરી હતી.

1. આપ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં શા માટે જોડાયા ?

હું સમય આવે ત્યારે આમ આદમી પાર્ટીને જવાબ આપીશ : કુંદન કોઠીયા

ઉતર : ભાજપ સ્ત્રીઓનું સન્માન કરે છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપની ચૂંટાયેલી મહિલા કાર્યકરોને સન્માન મળે છે. એ જોઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું.

2. ભાજપના મહિલા કાર્યકરે ભાજપના જ પ્રધાન પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે ?

- કોઈ જવાબ નહીં.

3. આમ આદમી પાર્ટીને આપની કામગીરી યોગ્ય નહીં લાગતા આપને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે ?

વોર્ડ નંબર ચારમાં આવીને કોઈ પણ મારી કામગીરી જુએ. પક્ષની અંદર રહીને મેં આ કાર્ય કર્યું છે. હું તેના પુરાવા આપી શકું છું. મારો વોર્ડ 25 થી 30 વર્ષ જૂનો છે. તેની અંદર મેં ઘણું કામ કર્યું છે.

આ પણ વાંચોઃ BJP Offer to AAP Corporator : 3 કોર્પોરેટરોને ભાજપમાં જોડાવા ઓફર અપાયાંનો મોટો આક્ષેપ, કોણે કર્યો જાણો

4. શું ઓડિયો ક્લિપ વાઇરલ કરવીએ આમ આદમી પાર્ટીનું કાવતરું હતું ?

હું સમય આવે ત્યારે તેનો જવાબ આપીશ.

5. આપે કહ્યું કે, મારે ભાજપમાં જોડાવવુ પડ્યું છે ?

ના, હું મનથી ભાજપમાં જોડાઈ છુ. એનું કારણ પણ મેં આપ્યું છે.

કુંદન કોઠીયાએ જોશમાં આવીને ભાજપમાં જોડાવવુ પડયું છે, તેમ કહ્યું હતું. પરંતુ બહાર તેમના સૂર બદલાયા હતા. જો કે એ વાત ચોક્કસ છે કે, ફરી કોર્પોરેટર બનવાનું તેમનું સ્વપ્ન હશે અને તેઓ ભાજપમાંથી (AAP Corporators Kundan Kothia joined BJP) ટિકિટ પણ માંગશે.

આ પણ વાંચોઃ Surat AAP Corporator Suspended : લ્યો, વધુ એક કોર્પોરેટર ખરી પડવાની નોબત આવી, પાર્ટીએ તગેડી મૂક્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.