ETV Bharat / state

In vs Wi Match Practice : ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પ્રેક્ટિસ કરી, કેટલાક ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બન્યા

author img

By

Published : Feb 5, 2022, 2:00 PM IST

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ મેચ રમતા નજરે ચડ્યા હતા. બંને ટીમો ઉત્સાહ સાથે પ્રેક્ટિસ (in vs wi Match practice) કરી રહ્યા હતા. જેમાં કેટલાક ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

In vs Wi Match Practice : ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પ્રેક્ટિસ કરી, કેટલાક ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બન્યા
In vs Wi Match Practice : ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પ્રેક્ટિસ કરી, કેટલાક ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બન્યા

અમદાવાદ : ભારતીય ટીમ પર કોરોનાના સંકટ બાદ આખરે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમવાનું નક્કી થઈ ચૂક્યું છે. પ્રથમ મેચ (Ind vs Wi 1st odi 2022) રવિવારના રોજ યોજાશે. જેને લઇને ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોએ મેદાન પર પ્રેક્ટિસ (In vs Wi Match Practice) શરૂ કરી હતી.

કેપ્ટન અને ભૂતપૂર્વ કેપ્ટનની સાથે પ્રેક્ટિસ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પ્રેક્ટિસ કરી
ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પ્રેક્ટિસ કરી

આવતીકાલે સવારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની સિરીઝ ની (Ind vs Wi match series) પ્રથમ મેચ બંધબારણે રમાશે. મેચ અગાઉ સવાર-સાંજ બંને ટીમો હોટેલથી સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરવા પહોંચી હતી. ગઇકાલના પ્રેક્ટિસ સેશનમાં ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવી હતી. જેમાં આકર્ષણનું કેન્દ્ર પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને વર્તમાન કપ્તાન રોહિત શર્મા (Ahmedabad Rohit Sharma) હતા. તો બોલરોએ પણ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો. આ ઉપરાંત ખેલાડીઓ હળવા મૂડમાં જણાતા હતા. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ કેરોન પોલાર્ડની આગેવાનીમાં પ્રેક્ટિસ કરી હતી.

આ પણ વાંચોઃ India VS West Indies: વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી

રવિવારે અમદાવાદ માર્ગ પર હશે સન્નાટો

વસંતના આગમનની સાથે ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. આ સમય ક્રિકેટ રસિયાઓ માટે ઘરમાં રહીને કે સ્ટેડિયમમાં (Ind vs Wi Ahmedabad Match) રહીને મેચ જોવાનો અનેરો અવસર છે. અમદાવાદમાં મેચ યોજાઈ રહી છે. પરંતુ કોવિડને લઈને દર્શકોને મેદાનમાં પ્રવેશ ન હોવાથી લોકો ટેલિવિઝન સામે ગોઠવાઈ જશે.

આ પણ વાંચોઃ India West Indies One Day Match 2022: ભારતીય ક્રિકેટ ટીમ 1,000મી વન ડે મેચ રમવા તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.