ETV Bharat / state

ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા

author img

By

Published : Mar 26, 2021, 7:14 PM IST

ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2020માં 2,78,232 મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસપ્રધાન સ્મૃતિ ઝુબિન ઇરાનીએ આ માહિતી રાજ્યસભામાં આપી હતી. સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં માહિતી સામે આવી છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા
ગુજરાતમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા

  • રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રશ્ન પૂછ્યો
  • કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાનીએ આપ્યો જવાબ
  • 2,72,232 મહિલાઓને મેટર્નિટી લાભ આપ્યો

નવી દિલ્હીઃ 2020ના એક જ વર્ષમાં 2,78,232 મહિલાને પ્રધાનમંત્રની યોજનાનો લાભ મળ્યો છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ બે હેતુસર અમલ કરવામાં આવે છેઃ (1) રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહનના આપવામાં આવે છે, જેથી મહિલાઓ પ્રથમ બાળકની પ્રસૂતિ પહેલાં અને પછીથી પૂરતા પ્રમાણમાં આરામ કરી શકે અને (2) સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓમાં આરોગ્ય અંગેની સભાનતા વધે તે માટે રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે.

પરિમલ નથવાણીનો સવાલ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ કુલ કેટલી મહિલાઓને વર્ષ 2020માં લાભાર્થી તરીકે આવરી લેવાઈ છે અને વર્કિંગ વુમનના કલ્યાણ માટે સરકાર દ્વારા ક્યા પગલાં લેવામાં આવી રહ્યા છે. તે પ્રશ્ન રાજ્યસભામાં પૂછ્યો હતો.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીનો જવાબ

સ્મૃતિ ઈરાનીએ એમ જણાવ્યું હતું કે, સરકારે મેટર્નિટી બેનિફિટ એક્ટ, 1961માં 2017માં સુધારો કર્યો છે. મુખ્ય સુધારાઓમાં મેટર્નિટી લીવની સંખ્યા 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરવામાં આવી છે, કમિશનિંગ/એડોપ્ટીંગ માતાઓ માટે 12 સપ્તાહની મેટર્નિટી લીવ, 50 કે તેનાં કરતાં વધારે કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં ફરજિયાત શિશુગૃહની જોગવાઈ, જેમાં મહિલાને દિવસમાં 4 વખત શિશુગૃહની મુલાકાતની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, મહિલાઓને સોંપવામાં આવતા કામના પ્રકારને આધારે મેટર્નિટી લાભ મેળવ્યા બાદ મહિલા અને એમ્પ્લોયરની સમજૂતીને આધારે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપવાની જોગવાઈ અને મહિલાને તેની નિમણૂક સમયે આ કાયદા હેઠળના લાભો અંગે લેખિત અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફરજિયાત માહિતી આપવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.