ETV Bharat / state

1990 કસ્ટોડિયલ ડેથ કેસઃ સેશન્સ કૉર્ટની સજા વિરુદ્ઘ પૂર્વ IPS ભટ્ટની હાઈકૉર્ટમાં રિટ, હાઈકૉર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી

author img

By

Published : Jul 25, 2019, 7:28 PM IST

અમદાવાદઃ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેશન્સ કૉર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેની સામે બે અલગ-અલગ રિટ દાખલ કરવામાં આવી છે. આ રિટની સુનાવણી દરમિયાન જસ્ટીસ હર્ષા દેવાણી અને વી.બી. માયાણીની ખંડપીઠે જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે અને ખુલાસો આપવા આદેશ કર્યો છે. તેમજ ચુકાદાને પડકારતી રિટને માન્ય રાખી છે. જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

gujarat high court, sanjiv bhatt

20 જુલાઈએ જામનગર સેશન્સ કૉર્ટે સંજીવ ભટ્ટ સહિત એક પોલીસ અધિકારીને IPC અધિકારીને PC કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. અન્ય આરોપીઓને 232 અને 506 મુજબ કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠેરવાયા હતા. જેમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરાઈ નથી.

1990 કસ્ટોડિયલ ડેથ કેસઃ સેશન્સ કૉર્ટની સજા વિરૂદ્ઘ પૂર્વ IPS સંજીવ ભટ્ટની હાઈકૉર્ટમાં રિટ
1990 કસ્ટોડિયલ ડેથ કેસઃ સેશન્સ કૉર્ટની સજા વિરૂદ્ઘ પૂર્વ IPS સંજીવ ભટ્ટની હાઈકૉર્ટમાં રિટ

વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જામનગરના એસ.પી તરીકે ફરજ બજાવતા હતા, દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં પ્રભુદાસ વૈષ્ણવની કોસ્ટોડિયલ ટોર્ચરમાં મોત થયું હતું.

મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરુદ્ઘ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મુદ્દે સેશન્સ કૉર્ટે સંજીવ ભટ્ટ અને સહ આરોપીઓને સજા ફટકાર્યા બાદ તેની સામે આરોપીઓએ રિટ દાખલ કરી છે. જે મુદ્દે હાઈકૉર્ટે ગુજરાત સરકારને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે.

Intro:વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગર શેસન્સ કોર્ટ દ્વારા ફટકારાવામાં આવેલી આજીવન કેદની સજા સામે દાખલ કરાયેલી બે અલગ અલગ રિટની સુનાવણી દરમ્યાન જસ્ટીસ હર્ષા દેવાણી અને વી.બી. માયાનીની ખંડપીઠે જામીન અરજી મુદે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. જ્યારે ચુકાદાને પડકારતી રિટને માન્ય રાખી છે...આ મામલે વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરાશે.Body:ગત 20મી જુલાઈના રોજ જામનગર શેસન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિત અન્ય એક પોલીસ અધિકારીને આઈપીસીની કલમ 302 દોષિટ ઠારવતા તેમને આજીવન કેદની સજા ફટકાવામાં આવી હતી.. અન્ય આરોપીઓને પણ કલમ 323 અને 506 પ્રમાણે કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠારવામાં આવ્યા હતા...સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારાવામાં આવી હતી જોકે અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરવામાં આવી નથી...Conclusion:વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જ્યારે જામનગરના એસપી હતા ત્યારે જામજોધપુરમાં ભાજપના દિગ્ગજ નેતા લાલ-કૃષ્ણ અડવાણીની આગેવાની યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને પ્રભુદાસ વૈષ્ણવની કસ્ટોડિયલ ટોર્ચરમાં તેમનું મોત નિપજ્યાં હતા..મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરૂધ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.