ETV Bharat / state

કોરોના જંગમાં ઝઝૂમતાં કોઇપણ સરકારી કર્મીનો જીવ જશે તો પરિવારને 25 લાખની સહાય મળશે

author img

By

Published : Apr 7, 2020, 6:52 PM IST

રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી કોરોના વાયરસ કૉવિડ-19ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે.

કોરોના જંગમાં ઝઝૂમતાં કોઇપણ સરકારી કર્મીનો જીવ જશે તો પરિવારને 25 લાખની સહાય મળશે
કોરોના જંગમાં ઝઝૂમતાં કોઇપણ સરકારી કર્મીનો જીવ જશે તો પરિવારને 25 લાખની સહાય મળશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 165 ઉપર પહોંચ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં કેટલાક કર્મચારીઓ પણ ભોગ બન્યાં છે.ત્યારે રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ 19ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ 19ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે.

કોરોના જંગમાં ઝઝૂમતાં કોઇપણ સરકારી કર્મીનો જીવ જશે તો પરિવારને 25 લાખની સહાય મળશે

અગાઉ રાજ્યના પોલીસકર્મીઓ માટે અને ત્યારબાદ નગરપાલિકા મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્યકર્મીઓ રેવન્યૂ મહેસૂલી કર્મચારીઓ તેમ જ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમ્યાન kovid 19થી મૃત્યુના કિસ્સામાં આ 25 લાખની સહાય આપવાની જાહેરાત કરેલી છે. તેની સાથે અને સરકારમાં ફરજ બજાવતા અને કોરોનાની કામગીરીમાં જોડાયેલાં કર્મચારીઓનું મોત થાય તો તેમના પરિવારને પણ સહાય આપવાની વાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારની સેવાના કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની કામગીરી દરમિયાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજીતરફ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ફરજ બજાવતાં કર્મચારીઓ પણ હાલ કોરોનાની કામગીરીમાં જોડાયેલાં છે. પરંતુ સરકાર દ્વારા તેમના માટે હાલ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. અશ્વિનીકુમારે કહ્યું કે આ બાબતે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય જાહેર કરવામાં આવશે. રાજ્યમાં લોકડાઉન લઇને અનાજનો, શાકભાજીનો અને દૂધનો પૂરતો જથ્થો મળી રહે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.