ETV Bharat / state

Gujarat Public Service Commission: રાજ્યમાં gpscની વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષાનું રવિવારના 785 કેન્દ્રો પર આયોજન કરાયું હતું

author img

By

Published : Dec 26, 2021, 8:04 PM IST

Gujarat Public Service Commission:  રાજ્યમાં gpscની વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષાનું રવિવારના 785 કેન્દ્રો પર આયોજન કરાયું હતું
Gujarat Public Service Commission: રાજ્યમાં gpscની વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષાનું રવિવારના 785 કેન્દ્રો પર આયોજન કરાયું હતું

આજે રવિવારએ ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષાનું (Preliminary exam of class 1-2) આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 32 જિલ્લાઓમાં કુલ 758 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કુલ 1 લાખ 99 હજાર 669 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના પેપરમાં ભૂલ જોવા મળી હતી. આ પરીક્ષાને લઈને ચેરમેન દિનેશ દાસાએ (Chairman Dinesh Dasa) મહત્વનું નિવેદન આપ્યું હતું.

અમદાવાદ: ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) કારણે અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગની (Gujarat Public Service Commission) પરીક્ષાને મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આજે રવિવારના GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવી હતી. GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષા (Preliminary exam of class 1-2) યોજવામાં આવી હતી. કુલ 183 જગ્યા ઉપર 1,99,669 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

Gujarat Public Service Commission: રાજ્યમાં gpscની વર્ગ 1 અને 2ની પ્રિલિમનરી પરીક્ષાનું રવિવારના 785 કેન્દ્રો પર આયોજન કરાયું હતું

રાજ્યમાં કુલ 785 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ સેવાનું (Secondary service) અગાઉ પેપર લીક થયા બાદ GPSCની પરીક્ષામાં (GPSC exam) કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેથી નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનુ છે. આ તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા મોનિટરીંગ માટે રાખવામાં આવ્યા છે. આ સાથે માસ્ક અને ફરજિયાત હાથ સેનિટાઈઝ કરીને ઉમેદવારો ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારોનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ (Screening with a thermal gun) પણ કરવામાં આવશે.

આ પણ વાંચો:

GPSC EXAM: અરવલ્લીમાં ગુજરાત જાહેર સેવા આયોગની યોજાઇ પરીક્ષા

રવિવારે સુરતમાં GPSCની પરીક્ષા લેવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.