ETV Bharat / city

રાજ્યમાં આજે GPSC વર્ગ 3ની સ્ટેટ ટેકસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજાઈ

author img

By

Published : Aug 8, 2021, 1:38 PM IST

રાજ્યમાં આજે GPSCના વર્ગ 3ની પરીક્ષા અલગ-અલગ સેન્ટરો પર યોજાઈ રહી છે. ત્યારે કોરોના કાળ બાદ હવે કેસ ઘટતા આ પરીક્ષાનું આયોજન કરાયું છે. અગાઉ આ પરીક્ષા કોરોનાના કારણે મોકૂફ રખાઈ હતી. જ્યારે GPSCના વર્ગ 3ના સ્ટેટ ટેકસ ઇન્સપેક્ટરની પરીક્ષા આજે યોજાઈ રહી છે.

gpsc
gpsc

  • રાજ્યમાં આજે GPSC વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ
  • અમદાવાદના 32765 ઉમેદવાર પરીક્ષા આપશે
  • કોરોના ગાઈડલાઈન મુજબ 1366 બ્લોકમાં પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ

અમદાવાદ : રાજ્યમાં આજે GPSCના વર્ગ 3ની પરીક્ષા અલગ-અલગ સેન્ટરો પર યોજાઈ રહી છે. ત્યારે કોરોના કાળ બાદ હવે કેસ ઘટતા આ પરીક્ષાનું આયોજન કરાયું છે. અગાઉ આ પરીક્ષા કોરોનાના કારણે મોકૂફ રખાઈ હતી. જ્યારે GPSCના વર્ગ 3ના સ્ટેટ ટેકસ ઇન્સપેક્ટરની પરીક્ષા આજે યોજાઈ રહી છે. જેમાં અમદાવાદમાં જુદી-જુદી શાળામાં આ માટે સેન્ટરો ફાળવવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે GPSC વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ
રાજ્યમાં આજે GPSC વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ

અમદાવાદમાં 32,765 ઉમેદવારો આજે પરીક્ષા આપશે

જેમાં 1,366 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ફાળવામાં આવી છે. અમદાવાદમાં 32,765 ઉમેદવારો આજે પરીક્ષા આપશે. તમામ વર્ગખંડને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. સાથે વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 11થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન આ પરીક્ષા લેવામાં આવી રહી છે. તમામ સેન્ટરો બહાર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં આજે gpsc વર્ગ 3ની સ્ટેટ ટેકસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજાઈ

કોરોના ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી

જ્યારે ઉમેદવારે જણાવ્યું કે કોરોનાકાળ બાદ હવે કેસમાં ઘટાડો થતા હવે સરકાર ધીમે-ધીમે પરીક્ષાનું આયોજન કરી રહી છે. મને આજે ખૂબ જ આનંદ થાય છે કે આજે હું GPSC વર્ગ 3 ની પરીક્ષા આપવા માટે આવ્યો છું. અહીયા કોરોના ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે અમને કોરોના કાળમાં લોકડાઉનમાં તૈયારી માટે ઘણો સમય મળ્યો છે તેથી તૈયારી સારી થઈ છે એટલે પરિણામ સારું આવશે. જ્યારે અમે પણ કોરોનાના નિયમો મુજબ માસ્ક અને સેનેતાઈઝર લઈને આવ્યા છે જેથી કોરોનાથી અમે પોતાની જાતને બચાવી શકીએ.

આ પણ વાંચો: GPSC EXAM: અરવલ્લીમાં ગુજરાત જાહેર સેવા આયોગની યોજાઇ પરીક્ષા

100 મીટરની અંદર આવતી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા પણ આદેશ

કોરોનાકાળ બાદ GPSC ની મોકૂફ થયેલી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. જ્યારે લાંબા સમય બાદ ઉમેદવારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને 100 મીટરની અંદર આવતી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં GPSCની વર્ગ-2 RFOની પરીક્ષામાં 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.