ETV Bharat / state

Gujarat Assembly Election 2022 સૌથી વધુ હેરિટેજ સાથે સંકળાયેલી બેઠક પર કોણ મારશે બાજી?

author img

By

Published : Nov 2, 2022, 3:09 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના (Gujarat Assembly Election 2022) દિવસો બાકી રહ્યા છે, ત્યારે ETV Bharat આપને ગુજરાતી તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખે છે. એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ, ત્યારે આજે જાણો અમદાવાદ શહેરની જમાલપુર ખાડિયા (jamalpur khadia assembly seat) બેઠક વિશે.

Gujarat Assembly Election 2022 સૌથી વધુ હેરિટેજ સાથે સંકળાયેલી બેઠક પર કોણ મારશે બાજી?
Gujarat Assembly Election 2022 સૌથી વધુ હેરિટેજ સાથે સંકળાયેલી બેઠક પર કોણ મારશે બાજી?

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી (Gujarat Assembly Election 2022) રહ્યા છે. ત્યારે થોડા દિવસોમાં જ ચૂંટણીની જાહેરાતો થઈ શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આ વખતે ઘણા બધા રાજકીય સમીકરણો બદલાયા છે, ત્યારે વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોનું અલગ અલગ મહત્વ રહેલું છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપનો ગઢ માનવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદના જમાલપુર વિધાનસભાએ આમ તો ભાજપનો ગઢ ગણાતી હતી. પરંતુ 2017માં આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી, ત્યારે આ વખતે જમાલપુર બેઠક પર કોણ બાજી મારી શકશે છે આવો જોઈએ. (jamalpur khadia assembly seat)

જમાલપુર ખાડીયાની ડેમોગ્રાફી જમાલપુર વિધાનસભાની ડેમોગ્રાફી જોઈએ તો અમદાવાદ શહેર એક હેરિટેજ શહેર છે. અમદાવાદ શહેરનો મોટાભાગનો હેરિટેજ વિસ્તારનો આ વિધાનસભામાં સમાવેશ થાય છે. વર્ષ 2002ના નવા સીમાંકન બાદ ખાડીયા અને જમાલપુરની સીટીને ભેગી કરી દેવામાં આવી હતી. આ બેઠક પર 1975થી 2012 સુધી જમાલપુર ખાડિયા વિધાનસભા ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપનો આ ગઢ જીતી લીધો હતો. (Ahmedabad assembly seat)

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા જમાલપુર ખાડિયા બેઠક ઉપર 2012થી કુલ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો 1,23,581 જેટલી સંખ્યા હતી. જેમાં પુરુષો મતદારોની સંખ્યા 66,015 અને મહિલા મતદારોની સંખ્યા 57,566 જેટલી હતી. જ્યારે 2017 પ્રમાણે કુલ મતદારોની સંખ્યા એક 1,28,635 હતી. જેમાં પુરુષો મતદારોની સંખ્યા 69,561 અને મહિલા મતદારોની સંખ્યા 59,074 જેટલી હતી. (jamalpur khadia assembly seat )

જમાલપુર ખાડિયાનો ઈતિહાસ આ બેઠકો પર અશોક ભટ્ટ જેવો કોઈ રેકોર્ડ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા. તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય, કાયદો અને ન્યાય વિભાગના (jamalpur khadia Assembly seat BJP) પ્રધાન રહી ચૂક્યા હતા. વર્ષ 1975માં અશોક ભટ્ટને જનસંઘ પક્ષ તરફથી ખાડિયાના ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા. તે સમયથી લઈને 2017 સુધી ભાજપ અને ભટ્ટ પરિવારનું આ વિસ્તારમાં પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી અશોક ભટ્ટ અહીં જીત મેળવી હતી. 2007 પછી અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને બે ટર્મ સુધી જીત મેળવી હતી. (jamalpur khadia Assembly seat History)

2017નું પરિણામ
2017નું પરિણામ

2012 તેમજ 2017ના પરિણામ 2012 જમાલપુર ખાડીયા વિધાનસભા (jamalpur khadia Assembly Candidates) પરિણામની વાત કરવામાં આવે તો, 2012માં ભાજપના ઉમેદવાર તરીકે અશોક પટેલના પુત્ર ભૂષણ ભટ્ટ તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સામિરખાન વજીરખાનની ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો 7000 મતથી વિજય થયો હતો. 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો, ભાજપમાંથી ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલાને 75,346 મત મળ્યા હતા.જ્યારે ભાજપના નેતા ભૂષણ ભટ્ટને 46,007 મત મળ્યા હતા. લાંબા સમયગાળા બાદ કોંગ્રેસ આ બેઠક પર 29, 339ની લીડથી વિજય મેળવ્યો હતો. (jamalpur khadia Assembly seat Congress)

જમાલપુર બેઠકની ખાસિયત
જમાલપુર બેઠકની ખાસિયત

જમાલપુર વિધાનસભાના ખાસિયત આ બેઠક પર ખાસિયતની વાત કરીએ તો, અમદાવાદ શહેરના નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળીમાં મંદિર આ વિસ્તારમાં આવેલું છે. આ સાથે જમાલપુર ખાડિયા એમ હેરિટેજ અનેક પોળો પણ આ વિસ્તારમાં આવેલી છે. રાણીનો હજીરો, ઝૂલતા મિનારા, સીદીસૈયદની જાળી જેવી અનેક ઇતિહાસ સાથે સંકળાયેલા સ્થળો આ વિસ્તારમાં આવેલા છે. ગુજરાતનું સૌથી મોટું છૂટક વેપાર બજાર એટલે ત્રણ દરવાજા આ જ વિસ્તારમાં આવેલું છે. ખાણીપીણી માટે ઓળખાતું રાત્રી બજાર માણેકચોક પણ આ વિસ્તારનો ભાગ છે.

બેઠકની સમસ્યાઓ
બેઠકની સમસ્યાઓ

આ બેઠક પર સમસ્યા વાત કરીએ તો અમદાવાદ શહેરનો એવા વિસ્તાર છે કે જેમાં સૌથી વધારે મિલો આવેલી છે. કારખાનામાં કામ કરતો મજૂર વર્ગ આ વિસ્તારમાં સૌથી વધારે રહે છે. તેથી અહીં વરસાદનું પાણી ભરાઈ જવું, ગટર ઉભરાવી, રસ્તા નાના અને સાંકડા હોવા, ટ્રાફિકની સમસ્યા, સૌથી વધારે અહીં રહેલી છે. આ ઉપરાંત રસ્તા ખુબ સાંકડા અને નાના હોવાના કારણે ગંદકી આ વિસ્તારમાં વધારે જોવા મળે છે. હેરિટેજનો વિસ્તાર હોવાથી અહીં કોઈપણ ખોદકામ કરતાં પહેલાં હેરિટેજ વિભાગની મંજૂરી લેવી જરૂરી બને છે. જેના પરિણામે ઘણી બધી વાર આ વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ લાવતા ઘણો બધો સમય લાગી જાય છે. આ ઉપરાંત લોકોની માંગ છે કે, હેરિટેજ મકાનોની યોગ્ય સાચવણી કરવામાં આવે, લગ્ન માટેના કોમન પાર્ટી પ્લોટ નથી. તેની ફાળવણી કરવામાં આવે તેમજ વરસાદમાં અહીં પાણી અને ડ્રેનેજની સમસ્યા જે ખૂબ જોવા મળે છે તેનો ઉકેલ લાવવામાં આવે.

આ બેઠક પર જાતીય સમીકરણ જમાલપુર ખાડિયા વિધાનસભાની બેઠક પર જાતીય સમીકરણની વાત કરીએ તો, આ વિસ્તારએ સૌથી વધારે અમદાવાદ શહેરનો મુસ્લિમ સમુદાય ધરાવતો વિસ્તાર છે, અહીં હિન્દુ ધર્મના અને મુસ્લિમ ધર્મના 60 અને 40 ટકા રહેવાસીઓ જોવા મળે છે. કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવવા માટે 2011માં ઘણી રસાકસી કરી હતી, પરંતુ કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ 2012ની વિધાનસભા ચૂંટણી આ બેઠકો પરથી જીતી શકી ન હતી. વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલાને ધારાસભ્યની ટિકિટ આપી જેને ભાજપના ગઢ ઉપર બાજી મારી લીધી હતી. (jamalpur khadia Assembly seat BJP)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.