ETV Bharat / state

Gujarat Assembly Election 2022 શહેરની શોભા વધારનારી રિવરફ્રન્ટ વાળી બેઠકના રાજકીય ઈતિહાસ જાણો

author img

By

Published : Nov 1, 2022, 4:27 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના (Gujarat Assembly Election 2022) દિવસો બાકી રહ્યા છે, ત્યારે ETV Bharat આપને ગુજરાતી તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખે છે. એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ, ત્યારે આજે જાણો અમદાવાદ શહેરની એલિસબ્રિજ (Ellisbridge assembly seat) બેઠક વિશે.

Gujarat Assembly Election 2022 શહેરની શોભા વધારનારી રિવરફ્રન્ટ વાળી બેઠકના રાજકીય ઈતિહાસ જાણો
Gujarat Assembly Election 2022 શહેરની શોભા વધારનારી રિવરફ્રન્ટ વાળી બેઠકના રાજકીય ઈતિહાસ જાણો

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓને લઈને રાજકીય (Gujarat Assembly Election 2022) પક્ષો લોકોને રીઝવવા કામે લાગી ગયા છે. ત્યારે સતાવાર ચૂંટણીની તારીખને લઈને હજી જાહેરાત થઈ નથી. પરંતુ ગરમાતું રાજકારણ વચ્ચે શહેરથી લઈને છેવાડા ગામડાઓમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે કે ડીસેમ્બરમાં ચૂંટણીનું ટાણું છે. ત્યારે રાજ્યની મહત્વની ગણાતી અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠકના રાજકીય પાના શું કહે આવો જાણીએ વિગતવાર. (Ellisbridge assembly seat)

એલિસબ્રિજ વિધાનસભા ડેમોગ્રાફી એલિસબ્રિજ વિધાનસભાએ ભાજપનું ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી ભાજપ છેલ્લા 45 વર્ષથી સતત જીત મેળવી રહ્યું છે. કોંગ્રેસ આ બેઠક પર છેલ્લે 1972માં બેઠક જીતી હતી. આ બેઠક પર અનેક ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો છે. આ બેઠક પરથી સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. (Ellisbridge Assembly seat BJP)

નરેન્દ્ર મોદી CM બનાવા પાછળ આ બેઠકનો રોલ કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નિર્ણય કરવામાં આવ્યો હતો. મોદી 7 ઓક્ટોબર 2001ના રોજ CM બન્યા હતા. તે ગુજરાત વિધાનસભાના સભ્ય ન હોવાને કારણે તેમને છ મહિનાની અંદર ગૃહમાં ચૂંટાવું જરૂરી હતું. તેવા સંજોગોમાં ભાજપને સૌથી સુરક્ષિત એલિસબ્રિજ બેઠક માનવામાં આવતી હતી. એટલા માટે હિરેન પંડ્યાને આ બેઠક ખાલી કરવાની સૂચના અપાઈ હતી. જોકે તેઓ માનવા તૈયાર ન હતા. તેથી આખરે મોદી માટે રાજકોટ બે પરથી વજુ વાળાએ પોતાની સીટ ખાલી કરી હતી. નરેન્દ્ર મોદી ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. એલિસબ્રિજ વિધાનસભાની બેઠક ખાલી ન કરતા 2002માં વિધાનસભા ચૂંટણી પૂર્વ રાજ્યપ્રધાન હિરેન પંડ્યાની ટિકિટ આપવામાં આવી હતી. (Ellisbridge Assembly seat Congress)

મતદારોની સંખ્યા : એલિસબ્રિજ બેઠકો પર મતદારોના સંખ્યાની વાત કરીએ તો 2012ની મતદારોની કુલ સંખ્યા 1,49,716 હતી. જેમાંથી પુરુષો મતદારોની સંખ્યા 78 150 અને મહિલા મતદારોની સંખ્યા 71 565 હતી. જ્યારે 2017ના મતદારોની કુલ સંખ્યાની વાત કરીએ તો 1,55,108 હતા. જેમાંથી પુરુષો મતદારોની સંખ્યા 81,271 અને મહિલા મતદારોની સંખ્યા 73,835 હતી. (Ellisbridge Assembly seat)

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

પરિણામ એલિસબ્રિજ વિધાનસભા બેઠકના પરિણામની વાત કરવામાં આવે તો 2012માં ભાજપના ઉમેદવાર તરીકે રાકેશ શાહ અને કોંગ્રેસના ઉમેદવાર કમલેશ શાહને ઉતારવામાં આવ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રાકેશ શાહનો 75 હજારથી વધુ મતથી વિજય થયો હતો. જ્યારે 2017માં ભાજપએ ફરી એકવાર રાકેશ શાહને ટિકિટ આપવામાં આવી હતી. તો સામે કોંગ્રેસે તરફથી વિજય કુમાર દવેની ટિકિટ આપી હતી. જેમાં વિજય કુમાર દવે 31,606 મત મળ્યા હતા. જ્યારે રાકેશ શાહ 1,16,811 મત મેળવીને 85,205 મતથી વિજય થયો હતો. (Ellisbridge Assembly Candidates)

ભાજપની જીત
ભાજપની જીત

એલિસબ્રિજ વિધાનસભાનું ખાસિયત એલિસબ્રિજ વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ વિસ્તાર અમદાવાદ શહેરના મધ્યમાં આવેલો છે. જેમાં નવી VS હોસ્પિટલ, હેલિકોપ્ટર રાઇડ્સ, સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ વગેરે લોકોને આકર્ષણ ઊભું કરે છે. આધુનિક સ્વરૂપે જેનું રીનોવેશન કરવામાં આવેલું છે એવું પરિમલ ગાર્ડન આ વિસ્તારમાં આવેલું છે. તો આ વિસ્તારમાં વધુ પડતી ટ્રાફિકની સમસ્યાને નિવારણ માટે અંજલી ચાર રસ્તા ઉપર ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. (Ellisbridge seat 2022)

એલિસબ્રિજ બેઠકની ખાસિયત
એલિસબ્રિજ બેઠકની ખાસિયત

એલિસબ્રિજ વિધાનસભા જાતિ સમીકરણ આ બેઠક પર જૈન ,બ્રાહ્મણ, પટેલ, દલિત, મુસ્લિમ, સંખ્યા લગભગ સરખા પ્રમાણમાં જોવા મળી આવે છે. લઘુમતીનો દરજ્જો ધરાવતા જૈન સમાજના હાલ છ પ્રતિનિધિ છે. ભાજપે અહીં વિકસતા જતા વિસ્તાર બદલાતા સામાજિક સમીકરણો સાથે તાલમેલ જાળવી રાખવા ઘણી મહેનત કરવી પડશે. તેથી આ વખતે ચૂંટણીમાં બ્રાહ્મણ કે પટેલે ટિકિટ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. (Ellisbridge Assembly seat History)

એલિસબ્રિજ વિધાનસભાના લોકોની સમસ્યા અમદાવાદ શહેરનો આ વિસ્તારએ કોષ એરિયામાં ગણાય એવો વિસ્તાર છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં અનેક એવી સમસ્યાઓ જોવા મળે છે. રખડતા ઢોરો, ભૂવા પડવા, ઉભરાતી ગટરની સમસ્યામાંથી VS હોસ્પિટલમાં પડતી નાગરિકોને સમસ્યા તેમજ ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાની સમસ્યા રહે છે. હાલની તકે ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહી છે.

એલિસબ્રિજ બેઠકની સમસ્યા
એલિસબ્રિજ બેઠકની સમસ્યા

એલિસબ્રિજ બેઠકનો ઇતિહાસ એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર સૌપ્રથમ 1962માં ઇન્દુબેન ચીમનલાલ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ 1967માં આર.કે. પટેલ અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. 1972માં હરિપ્રસાદ વ્યાસ કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા. 1975માં બાબુ વાસણવાળા નેશનલ કોંગ્રેસમાંથી વિજય મેળવ્યો 1985માં બાબુ વાસણવાળા ફરી એકવાર વિજય મેળવ્યો હતો. 1990માં ચીમન પટેલ જનતા દળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1993માં હિરેન પંડ્યા વિજય મેળવ્યો હતો. હિરેન પંડ્યા આ બેઠક પર 2002 સુધી સતત ધારાસભ્ય તરીકે આવ્યા હતા, ત્યારબાદ સતત ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર રાકેશ શાહ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. (Ahmedabad assembly seat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.