ETV Bharat / state

ગુજરાતના ધારાસભ્ય કેટલું ભણેલા છે, તેના પર એક નજર

author img

By

Published : Nov 9, 2022, 6:50 PM IST

Updated : Nov 9, 2022, 9:48 PM IST

ગુજરાતના ધારાસભ્યો કેટલું ભણેલા છે તે જાણવું જરૂરી છે, જૂઓ વિશ્લષણ
ગુજરાતના ધારાસભ્યો કેટલું ભણેલા છે તે જાણવું જરૂરી છે, જૂઓ વિશ્લષણ

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) હવે બસ આવી જ ગઇ છે. આ ચૂંટણીમાં ઉમેદવારો ચૂંટાશે તો ખરા પરંતુ આજે તમને જણાવીશું કે, કયા ધારાસભ્ય કેટલું ભણેલા છે? કોણ કેટલું પ્રતિનિધિત્વ ધરાવે છે?

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પંરતુ તમને ખબર છે કે આ ધારાસભ્યો કેટલું ભણેલા છે? કોણ કેટલું પ્રતિનિધિત્વ ધરાવે છે? તમને જાણીને નવાઇ લાગશે પરંતું 2012 કરતાં 2017માં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 10મું પણ પાસ ના હોય તેવા સંખ્યા વધારે માત્રામાં હતી.

ચૂંટણી આવી રહી છે થોડા જ દિવસોમાં ચૂંટણી (Gujarat Assembly elections 2022) આવી રહી છે, ધણા બધા ઉમેદવારો ચૂંટાશે અને તેની સાથે વિધાનસભામાં જશે. આ 182 ધારાસભ્યો ગુજરાત વિધાનસભાના સભ્ય બની તો જશે પરંતું શું તમને ખબર છે કે, આ 182 સભ્યોમાંથી કોણ અને કયાં ક્ષેત્રમાંથી આવે છે? આજે તમને અમે જણાવીશું કે ઉમેદવારો ચૂંટણીમાં જીત તો મેળવી લે છે, પંરતું તેઓનો અભ્યાસ શું છે અને તેઓ કયાં ક્ષેત્રમાંથી આવે છે અને તેઓ પહેલા શું કાર્ય સાથે જોડાયેલા હતા.

ધારાસભ્યોનો વ્યવસાય અને શિક્ષણનો એકસ-રે
ધારાસભ્યોનો વ્યવસાય અને શિક્ષણનો એકસ-રે

2017માં કુલ ધારાસભ્યો 2017માં જે ધારાસભ્યો ચૂંટણીમાં (Gujarat Assembly elections 2022) જીત મેળવી હતી. તેમની વાત કરવામાં આવે તો 51 ટકા ખેડૂતો હતા. 3-3 ટકા જેવું વકીલ અને શિક્ષકોનું પ્રમાણ હતું. તમને જાણીને નવાઇ લાગશે પરંતું 2012 કરતાં 2017માં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 10મું પણ પાસ ના હોય તેવા ધારાસભ્યોની સંખ્યા વધારે હતી. અને કદાચ તે વાંચીને તમે પણ ચોંકી પણ ગયા હશો.

ધારાસભ્યોનો શિક્ષણનો એકસ-રે
ધારાસભ્યોનો શિક્ષણનો એકસ-રે

2012 વિધાનસભામાં ચૂંટણી નોંધપાત્ર બાબત છે કે 2012માં રચાયેલી વિધાનસભામાં જે ધારાસભ્યોએ જીત મેળવી હતી, તે ડૉક્ટર અને એન્જિનિયરોના પ્રમાણ કરતાં 2017માં તેમની સંખ્યા બહુ ઓછી જોવા મળી હતી. બીજી બાજુ વકીલ અને શિક્ષકોની સંખ્યામાં બહુ કોઇ મોટો ફરક નથી આવ્યો.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

ધારાસભ્યોનું ભણતર 2017ની વિધાનસભાના કુલ સભ્યોની (MLA in Gujarat) વાત કરવામાં આવે તો 53% ધોરણ 5થી 12 સુધી ભણેલા હતા. ધણા એવા પણ ધારાસભ્યો (MLAs of Gujarat) હતા જેમણે 10મું પણ પાસ ન હતા. ધોરણ 5 સુધી જ ભણ્યા હોય એવા 15 જેવા હતા. 8મા ધોરણ સુધીના ખાલી 15 હતા. માત્ર ધોરણ 10 સુધી ભણેલાની સંખ્યા 44 જેવી હતી. 30 સભ્યો એવા હતા જેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. 34 ગ્રેજ્યુએટ હતા. ગ્રેજ્યુએટ પ્રોફેશનલ 23 હતા તો 9 સભ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ છે. પરંતુ મહત્વની વાત એ હતી કે 2012માં રચાયેલી વિધાનસભામાં અને 2017માં યોજાયેલ ચુંટણીમાં વકીલ અને શિક્ષકોની સંખ્યામાં બહુ મોટો ફરક આવ્યો ન હતો.

Last Updated :Nov 9, 2022, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.