ETV Bharat / bharat

Top News : આજે સમગ્ર ભારતમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે, ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Nov 8, 2022, 5:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Top News
Top News

  • આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) 8 નવેમ્બરે સમગ્ર ભારતમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે

2 દિવસ પછી, 8 નવેમ્બરે, સંપૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે (Lunar eclipse on November 8 in India). ચંદ્રોદય સમયે ગ્રહણ ભારતના તમામ સ્થળોએ દેખાશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે. ભારતમાં આગામી ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023ના રોજ થશે, જે આંશિક ચંદ્રગ્રહણ હશે. CLICK HERE

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

1 દેશના આર્થિક અને પછાતવર્ગ માટે અનામત યોગ્યઃ સુપ્રીમ કોર્ટ

દેશની સુપ્રીમ કોર્ટે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા એક મોટો અને મહત્ત્વનો ચૂકાદો આપી દીધો છે. 10 ટકા EWS અનામતને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે આ સાથે એક વાત એવી પણ સ્પષ્ટ કરી દીધી છે કે, આ અનામતથી બંધારણ પર કોઈ જોખમ ઊભું થતું નથી. તે બંધારણની કોઈ કલમને ખલેલ પહોંચાડતો નથી. CLICK HERE

2) મોરબીની દુર્ઘટના મામલે સુઓમોટો દાખલ, હાઈકોર્ટે ફટકારી સરકારને નોટિસ

ન્યુઝ ડેસ્ક: મોરબીની બ્રિજ દુર્ઘટના(morbi bridge collapse) મામલે 135થી વધુના મોત થયા હતા. જે મામલે એક અઠવાડિયા બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. બાર અને બેન્ચના અહેવાલ મુજબ ગુજરાત હાઈકોર્ટના(Gujarat High Court) મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. જેમાં અસંખ્ય નાગરિકોના મોત થયા છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસમાં આ મામલે લેવાયેલા પગલાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે. ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) રાજ્ય સરકાર સિવાય મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના મુખ્ય સચિવ, રાજ્ય માનવ અધિકાર પરિષદ વગેરેને પક્ષકાર બનાવવાનો આદેશ જારી કર્યો છે. ઉપરાંત તાજેતરમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ(Former Chief Minister Shankar Singh Vaghela) હાઈકોર્ટને પત્ર લખ્યો હતો. અને પુલ ધરાશાયી થવાની ઘટના અંગે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી. CLICK HERE

3) ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ, દિલ્હીમાં મોદીની અધ્યક્ષતામાં થશે બેઠક

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) અંતર્ગત ભાજપ પક્ષે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાન હેઠળ 182 વિધાનસભા બેઠકના (182 Assembly seat) ઉમેદમાર માટે ત્રણ દિવસ સુધી મંથન કર્યું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 14 નવેમ્બરનો દિવસ ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દિલ્હી જઈને પ્રથમ તબક્કાની બેઠક પર ઉમેદવારો અંતિમ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઝોન પ્રમાણે દાવેદારી ની વિગતો 1490 ઉત્તર ગુજરાત, 1163 સૌરાષ્ટ્ર, 962 મધ્ય ગુજરાત, 725 દક્ષિણ ગુજરાત, ઉમેદવાર માટે દાવેદારીના નામ નોધાવ્યા છે. CLICK HERE

  • વિધાનસભા સ્પેશિયલ સ્ટોરી

1) Gujarat Assembly Election 2022 : એક સમયે નરેન્દ્ર મોદી પણ મણીનગર સીટ પરથી લડ્યા હતા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે, ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો પોતે નરેન્દ્ર મોદી 2012માં ભાજપના ઉમેદવાર રહી ચૂકેલી અમદાવાદની મણીનગર વિધાનસભા બેઠક (Maninagar Assembly Seat) વિશે. CLICK HERE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.