ETV Bharat / state

કૉંગ્રેસની વર્ષો જૂની આદિવાસી વોટબેન્કે કર્યો કિનારો, ભાજપને ખોબલે ખોબલે આપ્યા મત

author img

By

Published : Dec 9, 2022, 9:53 AM IST

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022 Result) ભાજપે આદિવાસી વોટ બેન્ક પર પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી (Congress Lost Tribal votes in Gujarat) છે. આ વખતે ભાજપને 27માંથી 23 બેઠકો મળી છે. જ્યારે કૉંગ્રેસને માત્ર 3 બેઠક મળી છે. આ સાથ જ ભાજપની સટિક રણનીતિ કામે આવી છે.

કૉંગ્રેસની વર્ષો જૂની આદિવાસી વોટબેન્કે કર્યો કિનારો, ભાજપને ખોબલે ખોબલે આપ્યા મત
કૉંગ્રેસની વર્ષો જૂની આદિવાસી વોટબેન્કે કર્યો કિનારો, ભાજપને ખોબલે ખોબલે આપ્યા મત

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022 Result) ચોંકાવનારા પરિણામોના કારણે કૉંગ્રેસના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. કૉંગ્રેસના પડ્યા પર પાટું ત્યારે વાગ્યું જ્યારે પહેલી વખત આદિવાસી બેઠકો (Congress Lost Tribal votes in Gujarat ) પર કૉંગ્રેસનો સફાયો થઈ ગયો. ભાજપે આ વખતની ચૂંટણીમાં કુલ 156 બેઠકો જીતીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ભાજપે આ વખતે આદિવાસી બેઠકોમાંથી 23 બેઠકો પોતાના નામે કરી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 3 બેઠક જીતી શકી છે. તો આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતી છે. આ સાથે જ આમ આદમી પાર્ટી કૉંગ્રેસ માટે મુખ્ય વિલન સાબિત થઈ છે. તે નક્કી છે.

સટીક રણનીતિ કામ આવી ભાજપે આ વખતે ફરી એક વાર ખૂબ જ સટીક રણનીતિ અપનાવી (Due to BJP Strategy Congress Lost Tribal votes) હતી. આ સાથે જ તેમણે ઉમેદવારોને પણ છાંટી છાંટીને પસંદ કર્યા હતા. તેના કારણે ભાજપનું સમીકરણ ખૂબ જ સટીક સાબિત થયું છે. ને તેમને ભવ્ય જીત મળી છે. જોકે, આદિવાસી પટ્ટા (Congress Lost Tribal votes in Gujarat) સુધી હજી સુધી વિકાસ નથી પહોંચ્યો તે અલગ વાત છે. તેમ છતાં ભાજપને અહીંથી ભરપૂર વોટ મળ્યા (Gujarat Election 2022 Result) છે.

આદિવાસી વોટબેન્ક ભાજપ તરફ વળી કૉંગ્રેસની વર્ષો જૂની આદિવાસી વોટબેન્કે (Congress Lost Tribal votes in Gujarat) પણ હવે કૉંગ્રેસથી કિનારો કરી લીધો છે. આ વોટ બેન્કને આકર્ષવા માટે ભાજપ અવારનવાર પ્રયાસ કરતી હતી. તેનું ફળ પણ આ વખતે પાર્ટીને મળ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં (Due to BJP Strategy Congress Lost Tribal votes) ભાજપને મહદઅંશે સફળતા મળી હતી, પરંતુ મધ્ય- ઉત્તરના બેલ્ટમાં કૉંગ્રેસનો દબદબો યથાવત્ હતો. વર્ષ 2017ની વાત કરીએ તો, કૉંગ્રેસને 27માંથી 15 બેઠક મળી હતી. જ્યારે ભાજપને માત્ર 12 બેઠક મળી હતી, પરંતુ આ વખતે ભાજપના આંકડામાં ધરખમ વધારો થયો છે.

ભાજપે ઉતારી હતી નેતાઓની ટીમ બીજી તરફ આદિવાસી બેઠકો (Congress Lost Tribal votes in Gujarat) કબજે કરવા ભાજપે કપરાડાના જિતુ ચૌધરી અને ખેડબ્રહ્માના અશ્વિન કો઼ટવાલ, છોટાઉદેપુરના મોહનસિંહ રાઠવા જેવા કૉંગ્રેસના પૂર્વ સિનિયર ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરી લીધા હતા. મોહનસિંહ રાઠવાના પૂત્રની જીત તેમનું જ પ્રભુત્વ દર્શાવે છે. તો વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ વર્ષો પછી પાવી જેતપુરની બેઠક ગુમાવી દીધી છે. ઉપરાંત (Due to BJP Strategy Congress Lost Tribal votes) છોટા ઉદેપુરની બેઠક પર પણ ભાજપ જીતી છે. તો ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપના અશ્વિન કોટવાલને ઘરભેગા થવું પડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.