ETV Bharat / state

ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત પ્રવાસે આવી પહોંચશે, ગુજરાતીઓ 'નમસ્તે' કહેવા હરખઘેલા થયાં

author img

By

Published : Feb 24, 2020, 12:09 AM IST

અમેરિકા અને ભારતની દોસ્તીનો નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે આવી પહોંચશે. તેઓ વૉશિંગ્ટનથી સીધા અમદાવાદ આવી રહ્યા છે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદવાસીઓ અને ગુજરાતીઓ હરખઘેલા થયા છે. ટ્રમ્પે વિડિયો જાહેર કર્યો છે, અને કહ્યું છે કે અમદાવાદમાં 70 લાખ લોકો મારુ અભિવાદન કરશે. હું અમદાવાદ જવા ઉત્સુક છું. અમદાવાદ- 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા તડામાર તૈયારીઓ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે. ‘નમસ્તે ટ્રમ્પ’ પાછળ તંત્ર 100 કરોડનો ખર્ચ કરી રહ્યું છે.

donald-trump-arrives-in-india-today-gujarati-eager-to-says-hello
donald-trump-arrives-in-india-today-gujarati-eager-to-says-hello

અમદાવાદ : આખા અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ મોદી અને ટ્રમ્પના ફોટાવાળા હોર્ડિગ્સ લાગ્યા છે. અમદાવાદ એરપોર્ટથી માંડીને ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તાનું નવીનીકરણ કરાયું છે. રોડ પર ગ્રીનરી માટે છોડ-ફૂલ- ઝાડ ઉભા કરાયા છે. રોડ પર ડબલ લેરમાં બેરીકેડ લગાવી દેવાયા છે. રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસપીજી, એસઆરપી, બીએસએફનો બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રમ્પની સુરક્ષા માટેના સાધનો અને બિસ્ટ કાર સાથે અમેરિકી સિક્રેટ એજન્સી ચાર પ્લેન લઈને આવી ગઈ છે, તેના સાધનો સાથે હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારત પ્રવાસે આવી પહોંચશે, ગુજરાતીઓ 'નમસ્તે' કહેવા હરખઘેલા થયાં

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વીડિયો ટ્વીટ કર્યો

વડાપ્રધાન મોદીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ટ્વીટને રીટ્વીટ કર્યુ

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય સમય પ્રમાણે સંભવિત કાર્યક્રમ

23 ફેબ્રુઆરી, 2020 સાંજે 7 વાગ્યે વૉશિંગ્ટનથી રવાના થયા

24 ફેબ્રુઆરી, 2020 સવારે 11.55 કલાકે અમદાવાદ ઍરપોર્ટ પર આગમન થશે

24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.15 કલાકે ઍરપોર્ટ પર ગાર્ડ ઓફ ઑનર અપાશે

24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.25 કલાકે ઍરપોર્ટથી મોટેરા સ્ટેડિયમના રૂટ પર રોડ શો

24 ફેબ્રુઆરી, 2020 બપોરે 12.45 કલાકે મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું અભિવાદન- 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ

24 ફેબ્રુઆરી, 2020 બપોરે 01.00 કલાકે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન

24 ફેબ્રુઆરી, 2020 બપોરે 03.30 કલાકે આગ્રા જવા રવાના

‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની મુખ્ય હાઈલાઈટ્સ

અમદાવાદમાં લાઈટો અને પોસ્ટરોનો ભરમાર
અમદાવાદમાં લાઈટો અને પોસ્ટરોનો ભરમાર
મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ અપાયો
મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ અપાયો

- સલામતીના કારણોસર છેલ્લી ઘડીએ ગાંધી આશ્રમની મુલાકાત રદ થાય તેવી શકયતા

- સલામતીના કારણોસર રોડ શો 22 કિલોમીટરથી ઘટાડીને 8 કિલોમીટરનો કરાયો

- મોટેરા સ્ટેડિયમમાં વાંદરાનો ત્રાસ, 60 વાંદરાઓ પકડીને દાહોદ, વિરમગામ અને ધંધૂકામાં છોડી દેવાયા

- એરપોર્ટ સર્કલ પર રખાયેલી ટેન્કને પાણીથી ધોવામાં આવી

- રોડ શૉમાં જોડાનારાઓને થેપલા, ફુલવડી અને મોહનથાળ પીરસાશે

- ટ્રમ્પને મચ્છર ન કરડે તે માટે છેલ્લા ચાર દિવસથી મોટેરા સ્ટેડિયમ આસપાસ ફોગિંગ કરાયું

- કેમિકલ હૂમલાની ભીતિ વચ્ચે વીવીઆઈપીની કારોને ફાયરબ્રિગેડ પાણીથી વૉશ કરશે

- મોટેરા ગામના રહીશોને સ્ટેડિયમમાં પ્રવેશ ન મળતા તેમણે વિરોધ કર્યો

- મોટેરા સ્ટેડિયમને ફાયર તરફથી NOC અને કોર્પોરેશન દ્વારા BU પરમિશન આપી દેવાયા

- રોડ શૉ દરમિયાન ભારતીય જીવન અને ગાંધી જીવનની ઝાંખી રજૂ થશે

- સ્ટેડિયમ અને રોડ શૉમાં ભીડ એકઠી કરવા માટે કૉર્પોરેટર, ધારાસભ્યો અને ભાજપના કાર્યકરોને ટાર્ગેટ અપાયા

- ભારતીય વાયુ સેના એલર્ટ પર

- ઍરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ-રસ્તા સાફ કરવા માટે સફાઈ કર્મચારીઓનો ખડકલો કરી દેવાયો

- સ્ટેડિયમમાં લઈ જતી 2200 એસ.ટી. બસો જી.પી.એસ. સિસ્ટમથી સજ્જ કરાઈ છે

- મોટેરા સ્ટેડિયમ અને રોડ શૉના કાર્યક્રમ દરમિયાન લશ્કરના હેલિકોપ્ટર હવાઈ પેટ્રોલિંગ કરાશે

ટ્રમ્પ અને મેલેનિયાની સાથે કોણ-કોણ આવશે?

- ઈવાન્કા ટ્રમ્પ- વરિષ્ઠ વ્હાઈટ હાઉસ સલાહકાર- પુત્રી

- જોરેડ કુશનર- વરિષ્ઠ વ્હાઈટ હાઉસ સલાહકાર- જમાઈ

- રોબર્ટ ઓ બ્રાયન- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

- વિલ્બર રૉસ- વાણિજ્ય મંત્રી

- કેન જસ્ટર- ભારત ખાતેના અમેરિકી રાજદૂત

- મિક મુલવેની- ચીફ ઑફ સ્ટાફ, વ્હાઈટ હાઉસ

- ડૈન બોઈલટ- ઉર્જા પ્રધાન

- સ્ટીફન મિલર- નીતિ વિષયક વરિષ્ઠ સલાહકાર

- ડૈન સ્કૈવિનો- સોશિયલ મીડિયા ડાયરેક્ટર

- લિંડસે રેનોલ્ડ્સ- ફર્સ્ટ લેડી મિલેનિયાના ચીફ ઓફ સ્ટાફ

- રોબર્ટ બ્લેયર- આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન સલાહકાર

- સ્ટેફની ગ્રિશમ, પ્રેસ મંત્રી

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું કવરેજ

- 'નમસ્તે ટ્રમ્પ'ના કાર્યક્રમનું જીવંત પ્રસારણ માત્ર દૂરદર્શન જ કરી શકશે

- રોડ શૉના કવરેજ માટે 35 કિલોમીટરમાં ફાઈબર કેબલ નંખાયો

- રોડ શૉ અને સ્ટેડિયમમાં થઈને કુલ 86 સ્થળે કેમેરા મુકાયા

- રોડ શૉ માટે 60 કેમેરા, સ્ટેડિયમની અંદર 30 કેમેરા અન ગાંધી આશ્રમમાં 8 કેમેરા મુકાયા

અને આવી હશે ટ્રમ્પની 'અમેરિકી સુરક્ષા'...

- અમેરિકાથી 7 ગ્લોબ માસ્ટર વિમાન આવ્યા છે.

- વિમાનમાં રોડ શૉ દરમિયાન જામર લગાવતી બે કાર આવી

- ટ્રમ્પને બેસવા માટે બે બિસ્ટ કાર અમદાવાદ આવી

- સુરક્ષાના સાધન સામગ્રીથી ભરેલી 8 કાર અમદાવાદ ઉતારાઈ

'નમસ્તે ટ્રમ્પ'માં ગુજરાતની સુરક્ષા-વ્યવસ્થા

- 33 ડીસીપી

- 75 એસીપી

- 300 પીઆઈ

- 1000 પીએસઆઈ

- 12,000 કોન્સ્ટેબલ

- 2000 મહિલા પોલીસ

- 15 એસઆરપી કંપની

- 3 આર.એ.એફ કંપની

અમદાવાદમાં 7 રસ્તા બંધ રહેશે

- ડફનાળાથી એરપોર્ટ સર્કલ

- નોબલ ટીથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ

- એપોલો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા

- દેવર્ષ ફલેટથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તા

- કોટેશ્વર ટીથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો રસ્તો

- ન્યૂ સીજી રોડ સર્કલથી સંગાથ મૉલથી મોટેરા સ્ટેડિયમ તરફ

- જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.