ETV Bharat / state

Ahmedabad Crime: અમરાઈવાડીમાં અકસ્માત મામલે ડમ્પર ચાલકે રાયોટિંગની ફરિયાદ કરી

author img

By

Published : Jul 10, 2023, 11:03 AM IST

Updated : Jul 10, 2023, 4:03 PM IST

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે 13 વર્ષનો સગીર આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે ઘટનામાં ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક અને તેના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ઘટના બાદ ડમ્પર ચાલકને માર મારી ડમ્પરને આગચંપી કરવા બાબતે અમરાઈવાડી પોલીસ મથકે રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Ahmedabad Crime: અમરાઈવાડીમાં અકસ્માત મામલે ડમ્પર ચાલકે રાયોટિંગની ફરિયાદ કરી
અમરાઈવાડીમાં અકસ્માત મામલે ડમ્પર ચાલકે બાળકના પિતા સહિતના સામે રાયોટિંગની નોંધાવી ફરિયાદ

અમરાઈવાડીમાં અકસ્માત મામલે ડમ્પર ચાલકે રાયોટિંગની ફરિયાદ કરી

અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં રહેતો 13 વર્ષનો વશ્ય પારસ નંદકિશોર નામનો સગીર ઘરેથી બેસન લેવા માટે સાયકલ લઈને નીકળ્યો હતો. જોકે એક ડમ્પરના ચાલકે સગીરને અડફેટે લેતા સગીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગે જાણ થતા પરિવાર સહિત આસપાસના લોકો એકઠા થતા ડમ્પર ચાલકને માર મારીને ડમ્પરને સળગાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક અને તેના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. જોકે ઘટના બાદ ડમ્પર ચાલકને ઈજાઓ થઈ હોય સારવાર માટે ખસેડાયો હતો જ્યારે માલિક જશુ ઓડ ઘટના બાદ ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

" ઘટનાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આ મામલે ડ્રાઈવર સારવાર હેઠળ હોય તેની સારવાર બાદ ધરપકડ કરાશે, ડમ્પર માલિક ફરાર થઈ ગયો હોય તેની શોધખોળ ચાલુ છે.ડમ્પર માલિક પાસે પરવાનગી હતી કે કેમ તે તપાસનો વિષય છે, જે અંગે તપાસ બાદ કાર્યવાહી કરાશે"--ડી.એસ પુનડિયા (બી ડિવિઝનના એસીપી)

મોતને ભેટયો: બીજી તરફ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ડમ્પરના ચાલકે બાળકના પિતા સહિતના 3 લોકો સામે મારામારી તેમજ વાહનમાં તોડફોડ કરવા બાબતે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડમ્પરના ચાલક વિષ્ણુભાઈ ભટ્ટ દ્વારા આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા 15 વર્ષથી અમરેવાડી ખાતે આવેલ મનીષા ટ્રેડર્સમાં જશુ ઓડના ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. આઠમી જુલાઈના રોજ રાત્રે 8 વાગે તે ડમ્પર લઈને અસારવા ખાતે ઈંટ પથ્થરના રોડા ભરવા માટે જતા હોય તે દરમિયાન નેશનલ હેન્ડલુમની સામે ડ્રાઇવર બાજુના પાછળના ટાયરમાં એક બાળક સાયકલ ચલાવી ડમ્પરના પાછળના ટાયરમાં સાયકલ અથડાવતા તે નીચે પડી જતા તેને ઇજાઓ તથા તે મોતને ભેટયો હતો.

અમરાઈવાડીમાં અકસ્માત મામલે ડમ્પર ચાલકે બાળકના પિતા સહિતના સામે રાયોટિંગની નોંધાવી ફરિયાદ

"આ ઘટના અંગે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ડમ્પર ચાલકે ફરિયાદ નોંધાવી છે, આ મામલે ત્રણ લોકો સામે નામજોગ તેમજ અન્ય 50-60 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી અન્યની ઓળખ કરી ધરપકડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે"-- કૃણાલ દેસાઈ ( આઈ ડિવિઝનના AC)

હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો: જે બાદ ડમ્પર ચાલક ત્યાંથી ભાગીને નાગરવેલ પોલીસ ચોકી ઉપર ગયો હતો અને ત્યાંથી પોલીસને જાણ કરતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જોકે ડમ્પર ચાલકને ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતને લઈને નંદકિશોર વૈશ્ય, ધમો પરમાર તેમજ ગિરીશ પરમાર સામે રાયોટીંગ અને મારા મારી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

  1. Ahmedabad News : અમદાવાદમાં શાકભાજીમાં થયેલા ભાવ વધારાને લઈને કોંગ્રેસ મહિલા મોરચાનો વિરોધ
  2. Ahmedabad Crime: પતિ-સાસુના ત્રાસથી કંટાળી યુવતીની આત્મહત્યા, પ્રેમલગ્નનું પરિણામ દુઃખદ
Last Updated : Jul 10, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.