ETV Bharat / state

કૉંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં આવ્યો

author img

By

Published : Dec 9, 2022, 9:19 AM IST

ગુજરાતમાં ભાજપે આ ચૂંટણીમાં 156 બેઠક જીતીને ઈતિહાસ સર્જી (Gujarat Election 2022 Result) દીધો છે. આ વખતની ચૂંટણીમાં પાટીદાર વોટ બેન્ક પણ ખૂબ જ નિર્ણાયક રહી હતી. આ વખતે ભાજપે (BJP wins Patidar areas in Gujarat Election) પાટીદાર પ્રભુત્વવાળી 61માંથી 55 બેઠક જીતી લીધી છે.

કૉંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં આવ્યો
કૉંગ્રેસની નિષ્ક્રિયતાના કારણે પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં આવ્યો

અમદાવાદ ગુજરાત રાજ્ય માટે ગુરૂવાર (8 ડિસેમ્બર)નો દિવસ ખૂબ જ ઐતિહાસિક (Gujarat Election 2022 Result) રહ્યો હતો. કારણ કે, આ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. અહીં દર વખતની જેમ આ વખતે પણ ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી છે. ભાજપે આ ચૂંટણીમાં 156, કૉંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ (BJP wins Patidar areas in Gujarat Election) 5 બેઠકો જીતી છે.

સાતમી વખત ભાજપ જીતી આ સાથે જ ભાજપ સાતમી વખત જીતવામાં (BJP wins Patidar areas in Gujarat Election) સફળ રહી છે. આ ચૂંટણીમાં (BJP wins Patidar areas in Gujarat Election) ભાજપનો વોટ 52.5 ટકા, કૉંગ્રેસનો 27.3 ટકા અને આમ આદમી પાર્ટીનો 12.92 ટકા વોટશેર (Patidar vote bank in Gujarat) રહ્યો છે. ત્યારે આપણે વાત કરીએ પાટીદાર બેઠકો કે જ્યાં ભાજપે 48માંથી 41 બેઠકો પોતાના નામે કરી છે.

ભાજપે 61માંથી 55 બેઠક જીતી ભાજપે પાટીદાર સમુદાયના પ્રભુત્વવાળી (BJP wins Patidar areas in Gujarat Election) 61માંથી 55 બેઠક જીતી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોમાંથી 2 પાટીદાર હતા, પરંતુ આપથી લડેલા પાટીદાર સમુદાયના ત્રણ મોટા ચહેરા જેવા કે, અલ્પેશ કથિરીયા, ગોપાલ ઇટાલિયા અને ધાર્મિક માલવિયા હારી ગયા છે. બીજી તરફ આપના મુખ્યપ્રધાનના ચહેરા ઈસુદાન ગઢવી પણ હારી ગયા છે.

વર્ષ 2017માં ભાજપને જીતવું અઘરું હતું વર્ષ 2017ની ચૂંટણીમાં (BJP wins Patidar areas in Gujarat Election) ભાજપ માટે જીતવું ખૂબ જ કપરું હતું. કારણ કે, તે વખતે પાટીદાર આંદોલનના કારણે ભાજપને ઘણું નુકસાન થયું હતું. તે વખતે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એ ત્રણેય ભાજપ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયા હતા.

પાટીદાર સમાજ સમર્થનમાં આવ્યો સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લા (BJP wins Patidar areas in Gujarat Election) રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, દ્વારકા, મોરબી, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છની 54 બેઠકમાંથી વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરથી કૉંગ્રેસને 30, ભાજપને 23 અને NCPને 1 બેઠક મળી હતી, પરંતુ વર્ષ 2022માં નિષ્ક્રિય કૉંગ્રેસથી છેડો ફાડી ભાજપની વોટબેન્ક (Patidar vote bank in Gujarat) ગણાતો પાટીદાર સમાજ પછી તે ખોડલધામ હોય કે સિદસર ઉમિયાધામ ફરી ભાજપના ખૂલ્લા સમર્થનમાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.