ETV Bharat / state

ખાસ ભાડાના દરે 10 ટ્રિપ મારશે અમદાવાદ તિરુચ્ચિરાપલ્લી અમદાવાદ શિયાળુ સ્પેશિયલ ટ્રેન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 7:05 PM IST

અમદાવાદથી તિરુચ્ચિરાપલ્લીની સીધી ટ્રેન પકડવા માગતા યાત્રીઓ માટે આનંદના સમાચાર છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઇને પશ્ચિમ રેલવે દ્વારા કરાયેલા મહત્ત્વના નિર્ણયરુપે 09419/09420 અમદાવાદ તિરુચ્ચિરાપલ્લી અમદાવાદ શિયાળુ સ્પેશિયલ ટ્રેનની કુલ 10 ટ્રિપ લગાવવામાં આવશે.

ખાસ ભાડાના દરે 10 ટ્રિપ મારશે અમદાવાદ તિરુચ્ચિરાપલ્લી અમદાવાદ શિયાળુ સ્પેશિયલ ટ્રેન
ખાસ ભાડાના દરે 10 ટ્રિપ મારશે અમદાવાદ તિરુચ્ચિરાપલ્લી અમદાવાદ શિયાળુ સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ : પશ્ચિમ રેલવે અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી શિયાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખીને અમદાવાદ અને તિરુચ્ચિરાપલ્લી વચ્ચે અઠવાડિક શિયાળુ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડાના દરે દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છે.

અમદાવાદથી ઉપડશે : અમદાવાદથી તિરુચ્ચિરાપલ્લીની સીધી ટ્રેન પકડવા માગતા યાત્રીઓ માટે આનંદના સમાચાર છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઇને પશ્ચિમ રેલવે દ્વારા કરાયેલા મહત્ત્વના નિર્ણયરુપે 09419/09420 અમદાવાદ તિરુચ્ચિરાપલ્લી અમદાવાદ શિયાળુ સ્પેશિયલ ટ્રેનની કુલ 10 ટ્રિપ લગાવવામાં આવશે.જેમાં ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ). ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સ્પેશિયલ 28 ડિસેમ્બર 2023 થી 25 જાન્યુઆરી 2024 સુધી દરેક ગુરૂવારે અમદાવાદથી 09.30 વાગે ઉપડીને ત્રીજા દિવસે 03.45 વાગે તિરુચ્ચિરાપલ્લી પહોચશે.

વળતી ટ્રેન : આ રીતે ટ્રેન નંબર 09420 તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 31 ડિસેમ્બર 2023 થી 28 જાન્યુઆરી 2024 સુધી દરેક રવિવારે તિરુચ્ચિરાપલ્લીથી 05.40 વાગે ઉપડીને બીજા દિવસે 21.15 વાગે અમદાવાદ પહોચશે.

સ્પેશિયલ ટ્રેનનો રુટ : માર્ગમા આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઇ રોડ, કલ્પાણ, પુણે, સોલાપુર, કલબુરગિ,વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, અરાકોણમ, પેરંબુર, ચેન્નઇ એગમોર, તામ્બરમ, ચેગલપટ્ટુ, વિલ્લુપ્પુરમ, કડલુર પોર્ટ, ચિદંબરમ, શીરકષિ, વૈદીસ્વરન કોઇલ, મઇલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેનમાં બુકિંગ ક્યારથી : ટ્રેન નંબર 09419 નું બુકિંગ 26 ડિસેમ્બર 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને ટ્રેનની રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ભારતીય રેલવેએ કર્યો આ ત્રણ ટ્રેનના રુટમાં ફેરફાર, મુસાફરોની વર્ષો જૂની માંગ હજુ યથાવત
  2. ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનોના રુટ ડાયવર્ટ, જાણકારી મેળવો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.