ETV Bharat / state

Ahmedabad Crime: ચાઈનીઝ દોરીની સપ્લાય કરતો શખ્સ ઝડપાયો, મૂળ પકડવા તપાસ શરૂ

author img

By

Published : Jan 5, 2023, 6:57 PM IST

અમદાવાદના દાણીલીમડા પોલીસે ચાઈનીઝ દોરીના 900 જેટલા ટેલર (Chinese Door quantity seized in Ahmedabad) સાથે એક આરોપીની ઘરપકડ કરી છે. જોકે, જીવલેણ દોરી લાવનાર (Danilimda Chinese Door quantity seized) મુખ્ય આરોપી જ વોન્ટેડ હોય તેને પકડવા પોલીસે શરૂ કરી છે. (Ahmedabad Crime News)

મોતનો માલ આવે છે ક્યાંથી?, ફરી એકવાર ચાઈનીઝ દોરીની સપ્લાય કરતો શખ્સ ઝડપાયો
મોતનો માલ આવે છે ક્યાંથી?, ફરી એકવાર ચાઈનીઝ દોરીની સપ્લાય કરતો શખ્સ ઝડપાયો

દાણીલીમડામાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો

અમદાવાદ : ઉતરાયણ નજીક આવતા જ ચાઈનીઝ દોરીનું વેચાણ વધી જાય છે. તેમજ આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની ચાઈનીઝ દોરી વાપરવી અને વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે દાણીલીમડા પોલીસે આવી જ ચાઈનીઝ દોરીના 900 જેટલા ટેલર સાથે એક આરોપીની ઘરપકડ (Chinese Door quantity seized in Ahmedabad) કરી લીધી છે. પકડાયેલો આરોપી દાણીલીમડા સહિત અલગ અલગ વિસ્તારોમાં આ ચાઈનીઝ દોરીની સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે આ જીવલેણ દોરી લાવનાર મુખ્ય આરોપી જ વોન્ટેડ હોય તેને પકડવા માટે દાણીલીમડા પોલીસે કવાયત શરૂ કરી છે.(Danilimda Chinese Door quantity seized)

હાઇકોર્ટમાં ચાઈનીઝ દોરીને વલણ થોડાક દિવસો અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં ચાઈનીઝ દોરીનું વેચાણને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત અરજદાર દ્વારા કરાઈ હતી. સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, શહેરમાં કેટલી એવી જગ્યાઓ છે, જ્યાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તેનો વિગતવાર રિપોર્ટ પણ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો છે. જેથી કરીને શહેર પોલીસ દ્વારા વેચનારાઓ પર કાયદાનો ગાળિયો કસ્યો છે અને એક શહેર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેમાં દાણીલીમડા પોલીસે ફરીદા એપાર્ટમેન્ટના ધાબા પરથી 900 ચાઈનીઝ ટેલર સાથે મોહંમદ કેફ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય એક આરોપી મોઇન યુનુસ પટેલ કે જે હાલ પોલીસ પકડથી ફરાર છે. તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. (Ahmedabad Crime News)

આ પણ વાંચો જીવલેણ માંઝાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ, 26,000 ની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

ત્રણ વિસ્તારોમાંથી દોરીનો જથ્થો શહેરમાંથી સરદાર નગર અમરાઈવાડી અને દાણીલીમડા ત્રણ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં સૌથી વધુ ચાઈનીઝ દોરીનો જથ્થો દાણીલીમડા પોલીસે કબ્જે કરી લીધો છે અને એક આરોપીની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આટલી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો આવી ક્યાંથી રહ્યો છે. પોલીસ અને તંત્રની આંખોમાં ધૂળ નાખીને આ મોતનો માંજો શહેરોમાં લાવવામાં આવી રહ્યો છે. ત્યારે એ બાબત તો ચોક્કસ છે કે ક્યાંક કોઈક તબક્કે કચાસ જરૂરથી રહી જાય છે, જેના કારણે આટલી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીના ટેલરો મળી આવે છે. (Gujarat Chinese Door ban)

આ પણ વાંચો અહીં ચાઈનીઝ તુક્કલ દોરી, ચાઈનીઝ લોન્ચર અને લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ, અન્ય હુકમો પણ જૂઓ

પોલીસ તપાસ આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI ડી.વી તડવીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે આ ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી દ્વારા છેલ્લા આઠ દસ દિવસથી અન્ય શહેરમાંથી ચાઈનીઝ દોરી (Chinese Door news) અમદાવાદમાં મંગાવીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ દોરી ક્યાંથી લાવવામાં આવી છે કોને કોને વેચાણ કરવામાં આવ્યું છે તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. (Chinese Door Sale in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.