ETV Bharat / state

ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજીમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી, શું છે રજૂઆત જૂઓ

author img

By

Published : Aug 21, 2023, 3:02 PM IST

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજી ઉપર આજે સરકાર દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી. આ એફિડેવિટમાં સરકાર દ્વારા તથ્યને જામીન આપવા સામે વિરોધ કરવામાં આવ્યો છે.

ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજીમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી, શું છે રજૂઆત જૂઓ
ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજીમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી, શું છે રજૂઆત જૂઓ

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવ લોકોના ભોગ લેનાર તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જમીન માટે અરજી ફાઇલ કરેલી છે. આજે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આજે સરકારે જામીન અરજી પર એફિડેવિટ ફાઇલ કરી છે તેમ જ મૃતકોના પરિજનોએ કોર્ટમાં તથ્યને જામીન આપવા માટે વાંધો ઉઠાવ્યો છે.

સરકારની એફિડેવિટ : સરકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરેલી કરેલી એફિડેવિટમાં તથ્યને જામીન આપવા મુદ્દે વિરોધ કર્યો છે. આરોપી તથ્ય પટેલનો કેસ સેશન્સ કમિટ થઈ ગયેલ છે અને આરોપીને 24 ઓગસ્ટે કોર્ટ રજૂ કરવાનો છે. સરકારે વાંધો ઉઠાવતાં કહ્યું કે આરોપી સામે આ કેસ સિવાય પણ અન્ય બે ગુના છે. આરોપી પર 9 લોકોનો જીવ લેવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. તથ્ય પર ત્રણ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ પર 10 ગુના છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વારંવાર અકસ્માત કરવાની ટેવવાળો છે. જો આરોપી તથ્ય પટેલને જામીન પર મુક્ત કરાય તો ફરી આવા ગુના કરી શકે છે, લોકોની જિંદગી જોખમમાં મૂકી શકે છે.

જામીન ન આપવા મુદ્દે સરકારની રજૂઆત : સરકારે કરેલી એફિડેવિટમાં વધુમાં જણાવાયું છે કે તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ વગદાર વ્યક્તિ હોવાથી કેસમાં સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે છે, જેથી કેસ પર વિપરીત અસર થઈ શકે છે. પૈસાના જોરે લોભ લાલચ આપી શકે છે. ભોગ બનનારાના પરિવારના હિતના રક્ષણને ધ્યાને રાખીને તથ્યને જામીન નામંજૂર કરવા જોઇએ. પીડિત જય ચૌહાણ હાલ સારવાર હેઠળ છે માટે આરોપી તથ્ય પટેલના જામીન નામંજૂર કરવા જોઈએ. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખતા આરોપીઓને જામીન નામંજૂર કરવા જોઈએ એવી સરકારે એફિડેવિટમાં રજૂઆત કરી છે. આ સાથે જ મૃતકોના પરિજનોએ પણ તથ્ય પટેલની જામીન અરજીમાં વાંધા અરજી દાખલ કરી છે અને તથ્યને જામીન ન આપવા જોઈએ એવી કોર્ટમાં રજૂઆત કરી છે.

આવતીકાલે વધુ સુનાવણી : સરકારે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કરેલી એફિડેવિટ બાદ કેસની વધુ સુનાવણી આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી દાખલ કરેલી છે જેની ઉપર કોર્ટ દ્વારા સાંજ સુધીમાં ચૂકાદો આપવાની શક્યતાઓ છે.

તથ્ય સામે કઇ કલમો હેઠળ કેસ : તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બાદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

  1. ISKCON Bridge Accident Case : તથ્ય પટેલની જામીન અરજી પર 21 ઑગસ્ટે સુનાવણી, મૃતકના પરિવારે તથ્યની જામીન અરજીમાં વાંધા અરજી દાખલ કરી
  2. Isckon Bridge Accident Case: આરોપી તથ્ય પટેલે રેગ્યુલર જામીન માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી
  3. Isckon Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલની કેન્સરની બીમારીને લઈ કરેલી મેડિકલ જામીન અરજી પર વધુ સુનાવણી 17 ઓગસ્ટે હાથ ધરાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.