ETV Bharat / state

Ahmedabad drugs case: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી આવતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં

author img

By

Published : Feb 1, 2022, 8:44 PM IST

અમદાવાદ શહેરમાં ત્રણ દિવસમાં બીજી વખત SOGની ટીમ દ્વારા ડ્રગ્સનો જથ્થો (Ahmedabad drugs case)ઝડપી પાડવામાં આવ્યો છે. સારંગપુર બ્રિજ નજીક એક ગાડીમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યાં હતા. જેને રોકીને SOGની ટીમે ચેક(Team of Ahmedabad SOG) કરતા ગાડીમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સનો 192.5 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવતા હતા. આરોપી કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા તેની SOG એ તપાસ હાથ ધરી છે.

Ahmedabad drugs case: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી આવતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં
Ahmedabad drugs case: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી આવતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં

અમદાવાદઃ શહેરમાં ત્રણ દિવસમાં બીજી વખત ડ્રગ્સનો જથ્થો(Ahmedabad drugs case) પકડાયો છે. રાજસ્થાનથી ડ્રગ્સ લઈ આવતા 5 આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ડ્રગ્સની હેરાફેરી માટે ખાસ ચોરખાનું બનાવ્યું હતું.

અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાયું

ગાડીમાંથી ડ્રગ્સ ઝડપાયું

SOGની ટીમને બાતમી(Team of Ahmedabad SOG) મળી હતી કે કેટલાક આરોપી સારંગપુર બ્રિજ નજીક એક ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યાં છે. જેને રોકીને SOGની ટીમે ચેક કરતા (Ahmedabad Rajasthan Drugs Racket)ગાડીમાં ગેયરબોક્સ વચ્ચે બનાવમાં આવેલ ચોરખાનું મળી આવ્યું હતું. જયાંથી ડ્રગ્સનો 192.5 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી માટે આરોપીએ નવી ગાડી લઈ અંદર ચોરખાનું બનાવી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા.

આ પણ વાંચોઃ સીમ સ્વેપ કરી બેંક ખાતામાંથી પૈસા ચાઉ કરતી ગેંગ ઝડપાઇ

ચોરખાનું બનાવી ડ્રગ્સની હેરાફેરી

SOG ક્રાઇમ અમદાવાદ શહેરે ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલ પરવેઝમિયાશેખ, મઝહર ખાન પઠાણ, સાજીદ હુસેન મલેકબ, ઇમરાન પટેલ અને મોઇનુદિન કાગઝી નામના આરોપીની ધરપકડ કરી છે. SOG એ આરોપીઓ પાસેથી 192.570 ગ્રામ 19 લાખની કિંમતના જથ્થો જપ્ત કરાયો છે. પકડાયેલ આરોપી ડ્રગ્સ રાજસ્થાનથી મનાગવતા હતા. શાહપુર ,કારજ, અને કોટ વિસ્તારમાં વેચાણ કરતા હતા. આરોપી કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા તેની SOG એ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.