ETV Bharat / city

સીમ સ્વેપ કરી બેંક ખાતામાંથી પૈસા ચાઉ કરતી ગેંગ ઝડપાઇ

author img

By

Published : Feb 1, 2022, 7:45 AM IST

અમદાવાદમાં (Ahmedabad Cheating) વેપારીનું સીમ સ્વેપ કરી તેના એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખ પડાવી લેવાની ફરિયાદ સામે આવી છે. જેમાં વટવા પોલીસે છેતરપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સીમ સ્વેપ કરી બેંક ખાતામાંથી પૈસા ચાઉ કરતી ગેંગ ઝડપાઇ
સીમ સ્વેપ કરી બેંક ખાતામાંથી પૈસા ચાઉ કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ: આરોપીની તપાસ કરતા તમામ રૂપિયા ખાનગી કંપનીના બેંક એકાઉન્ટમાં (rupee deposited bank account private company) જમા થયા હતા. દોઢ વર્ષ પહેલા પોલીસે રૂપિયા રિફંડ કરવાની નોટિસ આપી હોવા છતાં રૂપિયા પરત ન કરતા આખરે મેનેજર અભિષેકની ધરપકડ કરવામાં આવી છે.

સીમ સ્વેપ કરી બેંક ખાતામાંથી પૈસા ચાઉ કરતી ગેંગ ઝડપાઇ

કંપનીના અન્ય કર્મચારી અધિકારીની પૂછપરછ શરૂ કરવામાં આવી

સીમ સ્વેપ કરી રૂપિયા ટ્રાન્સફર (Seam swapped and transferred rupee) કરી છેતરપિંડીના ગુનામાં ખાનગી કંપનીના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુગલ એન્ડ દામાણી કંપનીમાં (Sugal & Damani Company) મેનેજર તરીકે નોકરી કરતો હતો. વટવા પોલીસની સાથે અન્ય 70 જેટલા ગુનાના રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હોવાથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ કંપનીના અન્ય કર્મચારી અધિકારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: અસલી નોટો સામે નકલી નોટો ડબલ આપવાનું કહીને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

ગુનામાં કંપનીના CEO પ્રવિણ ધવલની પુછપરછ હાથ ધરવામાં આવી

અભિષેકની તપાસ કરતા સામે આવ્યું કે, તેના મોબાઈલમાં ન માત્ર વટવા પોલીસ પરંતુ ગુજરાતના અન્ય પોલીસ મથક સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાલ સહિતના રાજ્યોમાં થયેલા 70 થી વધુ છેતરપિંડીના રૂપિયા આ જ ખાનગી કંપનીના એકાઉન્ટમાં જમા થયા હતા. જેની સાથે અલગ અલગ બેંકની નોટિસો પણ મળી આવી છે. જેથી હવે આ ગુનામાં કંપનીના CEO પ્રવિણ ધવલની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. સાથે જ સીમ સ્વેપ કરનાર આરોપી રામાશંકરનુ નામ સામે આવ્યુ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: નેનો ફોનથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઈ

ખાનગી કંપનીના અન્ય 8 બેંક એકાઉન્ટ મળી આવ્યા

પોલીસની તપાસમાં સામે આવ્યુ કે, ખાંનગી કંપનીના અન્ય 8 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. તે બેંક એકાઉન્ટના પણ વ્યવહારો અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ પે - વોલ્ટ નામની એપ્લિકેશન પણ કંપની ચલાવી રહી છે. જે કંપનીના વ્યવહારો અને છેતરપિંડીના નાણાં અંગે પોલીસ કાર્યવાહી કરી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, કંપનીની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.