ETV Bharat / state

અ'વાદ સાયબર ક્રાઈમ વિભાગે 400 વધુ લોન એપ્સ બંધ કરાવી, જાણો મોડસ ઓપરેન્ડી

author img

By

Published : Dec 17, 2022, 6:58 PM IST

એક્શનમાં સાયબર ક્રાઇમ, ઠગાઈ એપ્લિકેશનને સાયબરે કરી ઇન્સ્ટન્ટ બંધ
એક્શનમાં સાયબર ક્રાઇમ, ઠગાઈ એપ્લિકેશનને સાયબરે કરી ઇન્સ્ટન્ટ બંધ

અમદાવાદ સાયબર ક્રાઇમએ (Cyber Crime Ahmedabad )મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્સ્ટન્ટ લોન આપી ઠગાઈ આચરનાર એપ્લિકેશનને સાયબર ક્રાઇમએ (Cyber Crime Ahmedabad ) ઇન્સ્ટન્ટ (Bogus App Cheating Scam) બંધ કરી દીધી હતી. સાયબર ક્રાઇમની(Ahmedabad Cyber Crime) તપાસમાં અનેક પ્રકારની બોગસ એપ્લિકેશન (Cheating Scam) મારફતે ઠગાઈનું કૌભાંડ ઝડપાયું છે.

અમદાવાદ આજના સમયમાં યુવાનો અલગ અલગ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ (Bogus App Cheating Scam) કરી લેતા હોય છે પરંતું ધણી વાર આવી એપ્લિકેશનો તમારા પૈસાઓ ટ્રાન્સફર (Ahmedabad Cyber Crime) પણ કરી લેતી હોય છે. ત્યારે સાયબર ક્રાઇમના(Cyber Crime Ahmedabad ) ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમે છેલ્લા ત્રણ મહિનામાં કરેલી મહેનતમાં અંતે સફળતા મળી છે. ઈન્સ્ટન્ટ લોન(Bogus App Cheating Scam) આપવાના નામે થતી ઠગાઈના ખેલનો પર્દાફાશ કર્યો છે. અલગ અલગ 400 થી વધુ એપ્લિકેશનો (Instant Bogus App) અને પોર્ટલ સામે કાર્યવાહી કરીને તેને બંધ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની તપાસમાં અનેક પ્રકારની બોગસ એપ્લિકેશન મારફતે ઠગાઈનું (Cheating Scam)કૌભાંડ ઝડપાયું છે.

એક્ટ મુજબ ગુનો દાખલ સાયબર ક્રાઇમે (Cyber Crime Ahmedabad) આઇપીસીની કલમ 419, 420, 447, 465, 468, 471 અને આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. સાયબર ક્રાઇમને રાજ્ય (Instant Bogus App) અને દેશના અનેક લોકો સાથે ઠગાઈ અને હેરેસમેન્ટ કરાતા હોવાના અનેક કિસ્સાઓ ધ્યાને આવ્યા હતા. જેમાં લોન એપ દ્વારા ફ્રોડ કરી પૈસા પડાવવા સાથે ડેટા ચોરીનું દેશભરમાં સ્કેમ ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.

લોન લેવાનો પ્રયાસ કોઈપણ વ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓનલાઈન લોન લેવાનો પ્રયાસ કરે ત્યારે તેનું નામ સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો લેવામાં આવતી તેમજ લોન લેનાર પાસે અનેક વખત પર્સનલ ઇન્ફોર્મેશન પણ પરમિશનના નામે મેળવવામાં આવતી હતી. જે પરમિશન ગ્રાહક દ્વારા આપવામાં આવતા જ મોબાઇલમાં રહેલ તમામ પર્સનલ ડેટા ડિટેલ્સ લોન એપ્લિકેશન ચલાવનાર વ્યક્તિ પોતાના સર્વર ઉપર મેળવી લેતો, અને ત્યારબાદ અપલોડ કરેલા ડોક્યુમેન્ટને વેરીફાઇ લોનની રકમ પૈકી 25 થી 30 ટકા રકમ ટેક્સ અને સર્વિસ ચાર્જ રૂપે કાપી લઈ ગ્રાહક દ્વારા લોન મેળવવા માટે સબમિટ કરેલ બેન્ક એકાઉન્ટમાં બે થી ત્રણ કલાકના ટૂંકા ગાળામાં જ પૈસા જમા કરવામાં આવતા હતા.

ઓળખ છુપાવી લોનની રકમ ભરપાઈ કરવાની સમયે મર્યાદા 90 દિવસની દર્શાવ્યા બાદ સાત દિવસ પછી જ લોન આપનાર કંપનીના માણસો તરફથી જુદા જુદા વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરોથી તેમજ નોર્મલ કૉલથી પોતાની સાથે ઓળખ છુપાવી ગ્રાહક જે રકમની લોન લેવા માટે એપ્લાય કરી હોય તે પૂરેપૂરી લોનની રકમ ભરી દેવા માટે જણાવવામાં આવતુ હતું અને ગ્રાહક સમયસર લોન ન ભરે તો તેના પર્સનલ ફોટો સાથે મોર્ફ કરીને આરોપીઓ દ્વારા બનાવેલ બીભત્સ ફોટો વિડીયો તેના સંબંધીઓને અને પરિવારજનોને મોકલી આપવામાં આવશે તેવા મેસેજ કરીને ધમકીઓ આપવામાં આવતી હતી.

જૂની લોન ભરપાઈ પૈસા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જે ગ્રાહક પાસે લોન ભરવાના પૈસા ન હોય તેને આરોપીઓ દ્વારા તેમના જ જેવી બીજી ઇંસ્ટંટ લોન આપતી એપ્લિકેશનમાંથી લોન મેળવી પોતાની જૂની લોન ભરપાઈ કરવા માટે સલાહ આપીને ગ્રાહકોને પોતાની માયાજાળમાં ફસાવી એક કરતાં વધુ લોન એપ્લિકેશનમાંથી લોન લેવડાવી તેમને લીધે લોન કરતાં વધુ પૈસા ભરાવડાવી ખેતરપિંડી આચરવામાં આવતી હતી.

પ્રવૃત્તિ આચરવા અલગ અલગ એપ્લિકેશન(Digital Marketing Companies) દ્વારા ભારતના નાગરિકો સાથે છેતરપિંડીની પ્રવૃત્તિ આચરવામાં આવી હતી, જેમાં જુદા જુદા ગેમીંગ પ્લેટફોર્મ ઉપર થતા પ્રોફિટના પૈસા સ્વરૂપે જુદા જુદા ગ્રાહકોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના સર્વર અલગ અલગ દેશોમાં હોવાનું સામે આવ્યું હતું. આ એપ્લિકેશનની જાહેરાત બહારના દેશોથી ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ભારતમાં કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું હતું,

વેબસાઈટ બંધ જુદી જુદી એપ્લિકેશનનો મારફતે ભારતમાં જુદા જુદા ગ્રાહકો સાથે લોન આપવાના બહાને પ્રોફિટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટ તેમજ ક્રીપ્ટો રિલેટેડ બેનિફિટ મેળવવાના બહાને છેતરપિંડી અને હેરાનગતિની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે હાલ સાયબર ક્રાઇમ એ ગુનો દાખલ કરીને 400 જેટલી એપ્લિકેશન વેબસાઈટની બંધ કરી છે અને વેબસાઈટ ચલાવનાર અથવા વેબસાઈટ ડેવલોપરને પકડવા માટે અલગ અલગ ટીમોને કામે લગાડી છે. આ અંગે સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયને જણાવ્યું હતું કે "હાલ તમામ એપ્લિકેશન અને વેબસાઈટ બંધ કરવામાં આવી છે અને ટેકનિકલ એનાલિસ્ટના આધારે તપાસ ચાલુ છે".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.