ETV Bharat / bharat

ઘરેલું ઝઘડામાં પિતાએ બાળકને છત પરથી ફેંક્યો નીચે, પછી પોતે પણ લગાવી છલાંગ

author img

By

Published : Dec 17, 2022, 3:29 PM IST

રાજધાની દિલ્હીના કાલકાજીમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને પહેલા પોતાના બે વર્ષના પુત્રને છત પરથી નીચે ફેંકી દીધો (thrown the child from the roof in domestic discord) અને પછી પોતે પણ કૂદી પડ્યો. ઘટનાસ્થળે હાજર લોકો તાકીદે બંને પિતા-પુત્રને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

ઘરેલું ઝઘડામાં પિતાએ બાળકને છત પરથી ફેંક્યો નીચે, પછી પોતે પણ લગાવી છલાંગ
ઘરેલું ઝઘડામાં પિતાએ બાળકને છત પરથી ફેંક્યો નીચે, પછી પોતે પણ લગાવી છલાંગ

નવી દિલ્હી: દિલ્હીના કાલકાજી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ તેના બે વર્ષના બાળકને ટેરેસ પરથી નીચે ફેંકી દીધો (thrown the child from the roof in domestic discord) હતો. આ પછી તે પોતે પણ છત પરથી નીચે કૂદી ગયો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્ર બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બે વર્ષના બાળકને પહેલા માળેથી ફેંક્યું: DCP સાઉથ ઈસ્ટ ઈશા પાંડેએ આ બાબતની પુષ્ટિ કરતા શનિવારે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યે આ અંગે માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જાણવા મળ્યું કે, આરોપી માન સિંહ જે સંજય કોલોની ઓખલાનો રહેવાસી છે. તેણે પોતાના બે વર્ષના બાળકને પહેલા માળની ટેરેસ પરથી નીચે ફેંકી દીધો અને પછી પોતે પણ ટેરેસ પરથી નીચે કૂદી પડ્યો. જે ઘરમાંથી આરોપીએ બાળકને ફેંકી દીધું તે ઘર તેની પત્ની પૂજાની દાદીનું છે.

બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો: DCPના જણાવ્યા અનુસાર, પૂજા તેના ઈજાગ્રસ્ત બાળકને હોલી ફેમિલી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યારે માન સિંહને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી પિતાની પત્ની પૂજાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિ સાથે તેના સંબંધો સારા નહોતા ચાલતા, ત્યારપછી તે તેના બે બાળકો સાથે થોડા દિવસોથી તેની દાદી સાથે રહેતી હતી. આજે તેનો પતિ દારૂના નશામાં (husband drunk and quarrel with wife) દાદીના ઘરે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે બે વર્ષના પુત્રને ઘરની છત પરથી નીચે ફેંકી દીધો અને પછી તે નીચે કૂદી પડ્યો. આ સમગ્ર મામલે પોલીસે આઈપીસીની કલમ 307 (Section 307 of IPC) હેઠળ હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.