ETV Bharat / state

Ahmedabad Crime News : નરોડામાંથી એમડી ડ્રગ્સ સાથે પ્રેમી યુગલ ઝડપાયું, એસઓજી પોલીસના હાથે ચડ્યા

author img

By

Published : May 2, 2023, 10:16 PM IST

નશીલા પદાર્થોનો કાળો કારોબાર સરકારના ગૃહવિભાગની ડ્રગ સામેની ઝૂંબેશ જરાક ઢીલી પડતી જૂઓ એવી તરત જ સક્રિય થઇ જતો વધુ એકવાર જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરોડામાંથી રાજસ્થાની પ્રેમી યુગલને લાખોની કિમતના ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે પકડ્યાં છે.

નરોડામાંથી એમડી ડ્રગ્સ સાથે પ્રેમી યુગલ ઝડપાયું, એસઓજી પોલીસના હાથે ચડ્યો કુખ્યાત ચેલારામ ઉર્ફે સતીષ પ્રજાપતિ
નરોડામાંથી એમડી ડ્રગ્સ સાથે પ્રેમી યુગલ ઝડપાયું, એસઓજી પોલીસના હાથે ચડ્યો કુખ્યાત ચેલારામ ઉર્ફે સતીષ પ્રજાપતિ

અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. શહેર એસઓજી ક્રાઇમની ટીમે બાતમીના આધારે હંસપુરા રીંગરોડ પરથી પ્રેમી યુગલને પકડી તપાસ કરતા તેઓની પાસેથી 3 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આ મામલે ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રેમી યુગલ ડ્રગ્સ સાથે ઝડપાયું : અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે નરોડામાં હંસપુરા રીંગરોડ પાસે બે વ્યક્તિઓ ડ્રગ્સ સાથે હાજર છે. જેથી એસઓજી ક્રાઇમે નરોડા હંસપુરા રીંગરોડ પર બીઆરટીએસ બસ ટિકિટની કેબિનના સામેના ભાગેથી નરોડામાં એક ફ્લેટમાં રહેતા ચેલારામ ઉર્ફે સતીષ પ્રજાપતિ તેમજ રીન્કુ ચૌધરી નામના બે પ્રેમી યુગલને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી 3.33 લાખથી વધુની કિંમતનો એમ.ડી ડ્રગ્સ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી.

આ પણ વાંચો Lawrence Bishnoi: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, આગામી સમયમાં ડ્રગ્સ કાંડમાં થઈ શકે છે મોટા ખુલાસા

પહેલાં પણ ડ્રગ્સ વેચ્યું હતું : આ મામલે ઝડપાયેલા બંને આરોપીઓની તપાસ કરતા તેઓ છેલ્લા એક વર્ષથી લીવ ઇન કરારમાં અમદાવાદમાં રહેતા હોવાનું અને પ્રેમ સંબંધ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ છેલ્લા એક વર્ષથી રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ અત્યાર સુધીમાં ત્રણ વખત લાવીને ગ્રાહકોને વેચી ચૂક્યા હોવાની પણ કબુલાત કરી હતી.

આ પણ વાંચો Surat Drugs: રાંદેરમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ

પાલીથી લાવતા ડ્રગ્સ : નરોડા પોલીસે ડ્ર્સ સાથે ઝડપી લીધેલા પ્રેમી યુગલ એા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં શહેરના ડ્રગ્સના બંધાણીઓને વેચવા માટે આરોપીઓ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના પાલી જિલ્લાના એક વ્યક્તિ પાસેથી લાવતા હોવાની કબૂલાત કરી હતી.

આરોપી ચેલારામ રીઢો આરોપી : અમદાવાદ એસઓજી ક્રાઇમે ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેઓની પૂછપરછ અને સઘન તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે આ મામલે પકડાયેલો આરોપી ચેલારામ ઉર્ફે સતીશ પ્રજાપતિ અગાઉ અમીરગઢ, પાલનપુર, માણસા તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચુક્યો છે.

આરોપીઓની સાથીદારોની તલાશ : આ અંગે એસઓજી ક્રાઈમના ACP બી.સી સોલંકીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીની સાથે આ ગુનામાં સામેલ અન્યની શોધખોળ શરૂ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.