ETV Bharat / state

સાણંદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારનું અવસાન થતા બાય ઇલેક્શન યોજવા હાઇકોર્ટનો આદેશ

author img

By

Published : Jul 10, 2021, 12:04 PM IST

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદના સાણંદના પીંપણની તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનું મતગણતરીના એક દિવસ અગાઉ અવસાન થતા ત્યાંની જગ્યા ખાલી પડી હતી. તે જગ્યા ઉપર હરીફ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તે મામલે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજી ઉપર આજે સુનાવણી યોજવામાં આવી હતી. આ અરજી આજે નામદાર હાઈકોર્ટે ફગાવી દેતા કોર્ટે બાય ઇલેક્શન યોજી ફરીવાર ચૂંટણી કરવા આદેશ આપ્યો હતો.

  • પીંપણ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનું મતગણતરીના પહેલા અવસાન
  • હરીફ ઉમેદવારને પસંદગી આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી
  • ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ, પરંતુ કોર્ટે અરજી ફગાવી

અમદાવાદ : વર્ષની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાતા સાણંદના પીંપણ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનું મતગણતરીના એક દિવસ પહેલા જ અવસાન થયું હતું. જેની સામે બાય ઇલેક્શનથી ઉમેદવારની પસંદગી કરવી કે પછી હરીફ ઉમેદવારને પસંદગી આપવી તે મુદ્દે કોર્ટમાં ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોટી માહિતી આપનારા ઉમેદવારો સામે પગલાં લેવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

વિજેતા ઉમેદવારના પક્ષમાં આવેલા મતદાનને અવગણી ન શકાય

આ મામલે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં કે જ્યારે વિજેતા ઉમેદવારનું અવસાન થાય ત્યારે હરીફ ઉમેદવારને વિજેતા જાહેર કરવા અંગે કાયદામાં કોઈ નિયમ નથી. આ સાથે નામદાર હાઈકોર્ટે યુએસના એટર્ની જનરલના એક ચુકાદાને ટાંકીને નોંધ્યું હતું કે, તેમના પક્ષમાં આવેલા મતદાનને અવગણી ન શકાય કારણ કે, લોકોએ તેમની હયાતીમાં મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ

શું છે સમગ્ર મામલો ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાતા સાણંદ તાલુકાના પીંપણની બેઠક પર અપક્ષ મહિલા ઉમેદવારને સૌથી વધુ માત મળતા તેઓ વિજય થયા હતા. પરંતુ મતગણતરી પરિણામના એક દિવસ પહેલા જ તેમનું અવસાન થઈ જતા બીજા નંબરે સૌથી વધુ મત મેળવેલા હરીફ ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાને વિજેતા જાહેર કરવા અંગે અરજી દાખલ કરી હતી. જેને લઇને આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. પરંતુ કોર્ટે અરજી ફગાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.