ETV Bharat / sports

શુટિંગ વર્લ્ડ કપઃ ભારતે અત્યારસુધી 6 ગોલ્ડ સાથે 14 મેડલ મેળવ્યા

author img

By

Published : Mar 23, 2021, 10:55 AM IST

શુટીંગ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતે મેડલ જીતવાની શરૂઆત 10મીટર એર રાઇફલની મિશ્ર સ્પર્ધાથી કરી હતી. આ પછી 10મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ સ્પર્ધામાં અને સ્કીટ પુરુષ ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

શુટિંગ વર્લ્ડ કપઃ ભારતે અત્યારસુધી 6 ગોલ્ડ સાથે 14 મેડલ મેળવ્યા
શુટિંગ વર્લ્ડ કપઃ ભારતે અત્યારસુધી 6 ગોલ્ડ સાથે 14 મેડલ મેળવ્યા

  • ભારતે 6 ગોલ્ડ સાથે 14 મેડલ મેળવ્યા
  • વર્લ્ડ કપમાં ભારતે વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
  • ભારતે પાંચ ગોલ્ડ મેડલ સોમવારે જીત્યા હતા

નવી દિલ્હીઃ સોમવારે કરણી સિંહ શૂટિંગ રેન્જમાં ચાલી રહેલા આઇએસએસએફ વર્લ્ડ કપમાં યજમાન ભારતે વધુ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં છ ગોલ્ડ, ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

મહિલા સ્કીટ ટીમ સ્પર્ધામાં ભારતે સિલ્વર મેળવ્યો

ભારતે પોતાના પાંચ ગોલ્ડ મેડલને સોમવારે જીત્યા હતા, જ્યારે હવે તેના મેડલોની સંખ્યા 14 સુધી પહોંચી ગઇ છે. ભારતે મેડલ જીતવાની શરૂઆત મિશ્ર ટીમ ઇવેન્ટમાં 10 મીટર એર રાઇફલ, ત્યારબાદ મિશ્ર ટીમ સ્પર્ધામાં 10 મીટર એર પિસ્તોલ અને સ્કીટ મેન ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા સ્કીટ ટીમ સ્પર્ધામાં ભારતે સિલ્વર મેડલ તેમજ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.

ભારતનાં દિવ્યાંશ સિંહ પવાર અને એલાવેનિલ વાલારિવાએ ગોલ્ડ મેળવ્યો

ભારતના દિવ્યાંશ સિંહ પવાર અને એલાવેનિલ વાલારિવાને 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સૌરભ ચૌધરી અને મનુ ભાકરની મિશ્ર નિશાનબાજ ટીમે 10મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ઇરાનનાં ગોલનોઉશ સેબઘાટોલાહી અને જાવાદ ફોરોધીને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ આણંદની લજ્જા ગોસ્વામી ચીનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય શૂટીંગ સ્પર્ધામાં લેશે ભાગ

ભારતે દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ પુરુષ ટીમ સ્કીટ ઇવેન્ટમાં જીત્યો

ભારતનાં યશસ્વી દેસવાલ અને અભિષેક વર્માએ તુર્કીની જોડી સવાલ ઇલાઇદા તરહાન અને ઇસ્માઇલ કેલેસને 17-13થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારતે દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ પુરુષ ટીમ સ્કીટ ઇવેન્ટમાં જીત્યો હતો. મૈરાજ, બાજવા અને ખાંગુરાએ કતરનાં નાસિર અલ અતિયા, અલી મહમદ અલ ઇશાક અને રાશિદ હમદને ફાઇનલમાં 6-2થી હરાવ્યું હતું.

આ પણ વાંચોઃ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગનીમત સેખોએ કહ્યું, ફાઇનલ પહેલા ઘણા પ્રેશરમાં હતી

રિનાતા નાસિરોવા અને ઓલગા પાનિરિનાને સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ

આ શુટીંગ વર્લ્ડ કપમા પરિનાજ ધાનિવાલ, કાર્તિકી સિંહ શકતાવત અને ગાનિમત સેખોનને મહિલા સ્કીટ ફાઇનલ વર્ગમાં કજાખસ્તાનની ઝોયા ક્રાવચેનકો, રિનાતા નાસિરોવા અને ઓલગા પાનિરિનાને 4-6થી હારનો સામનો કરીને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.