ETV Bharat / sports

Covid 19: શૂટર મનુ ભાકરે 1 લાખ રૂપિયાની કરી સહાય

author img

By

Published : Mar 30, 2020, 2:14 PM IST

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન મોદીએ 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત આ લડતનો સામનો કરવા માટે પીએમ રાહત ભંડોળનું પણ ગઠન કર્યું છે. એવામાં બૉલિવૂડ સેલેબ્સથી લઇને, સ્પોર્ટ્સ પર્સન, નેતાઓ સહિત લોકો આ ભંડોળમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. જે સૂચિમાં વધુ એક નામ જોડાયું છે, શૂટર મનુ ભાકરનું. જાણો સમગ્ર સમાચાર...

Etv BHarat, Gujarati News, Corona Virus, Covid 19, PM Relief Fund, Shooter Manu Bhaker
Shooter Manu Bhaker donates Rs 1 lakh

નવી દિલ્હી: કોરોના વાઇરસ સામેની લડાઇમાં શૂટર મનુ ભાકરે સોમવારે રૂપિયા 1 લાખની સહાય કરી છે. જે હરિયાણા રાહત ભંડોળમાં જશે.

  • यह वह समय है जब सिर्फ़ देश के लोगों का जीवन मायने रखता है और उनको बचाने के लिए हम सबको जो कर सकें करना होगा।मैं अपनीबचतसे Haryana Corona CARES फंड में 1 लाख रुपये का योगदान करती हूं और आशा करती हूँ की आप सब भी अपनी तरफ़ से कुछ ना कुछ योगदान करके आपदा की इस घड़ी में देश का साथ दें pic.twitter.com/gPxOW9SD5E

    — Manu Bhaker (@realmanubhaker) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેણીએ ટ્વીટર દ્વારા આ અંગે માહિતી આપી હતી અને લખ્યું હતું કે, આ સમય છે તમામ દેશવાસીઓએ એકઠા થઇને દેશને બચાવવાનો છે. હું હરિયાણા રાહત ભંડોળમાં રૂપિયા એક લાખની સહાય આપું છું અને તમને પણ દેશ સેવા કરવા માટે અપીલ કરૂં છું.

શૂટર મનુએ દરેક દેશવાસીઓને આ કોરોના વાઇરસના સંકટ સમયે દેશની રક્ષા કરવા અને સાથ આપવા માટે અપીલ કરી હતી.

આ ઉપરાંત જો વાત કરીએ તો ક્રિકેટર સુરેશ રૈનાએ પણ 31 લાખ રૂપિયાની પીએમ રાહત ભંડોળમાં સહાય કરી હતી અને 21 લાખ રૂપિયા ઉત્તરપ્રદેશ સરકારના રાહત ભંડોળમાં સહાય કરી હતી.

શુક્રવારે ક્રિકેટર સચિન તેંડૂલકરે પણ 25 લાખ રુપિયા પીએમ રાહત ભંડોળમાં અને 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સરકારના રાહત ભંડોળમાં આપીને મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.