ETV Bharat / sports

IPL 2023 : મેચમાં સૂર્યકુમાર યાદવ, નીતિશ રાણા, રિતિક શોકીનએ નિયમો તોડતા દંડ ફટકાર્યો

author img

By

Published : Apr 17, 2023, 10:10 AM IST

IPL 2023માં ગયા રવિવારે એટલે કે 16મી એપ્રિલે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક, બે નહીં પરંતુ ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPL 2023 : મેચમાં સૂર્યકુમાર યાદવ, નીતિશ રાણા, રિતિક શોકીનએ નિયમો તોડતા દંડ ફટકાર્યો
IPL 2023 : મેચમાં સૂર્યકુમાર યાદવ, નીતિશ રાણા, રિતિક શોકીનએ નિયમો તોડતા દંડ ફટકાર્યો

મુંબઈ : મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 22મી મેચ રવિવાર, 16 એપ્રિલના રોજ રમાઈ હતી. આ મેચમાં મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા નહીં, પરંતુ સૂર્યકુમાર યાદવ હતો. કેપ્ટન તરીકે સૂર્યાની આ પ્રથમ મેચ હતી અને તેને પહેલી જ મેચમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આઈપીએલ મેચ દરમિયાન ટીમના ધીમા ઓવર રેટ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમારને રૂપિયા 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તે ન્યૂનતમ ઓવર રેટ સંબંધિત IPLની આચાર સંહિતા હેઠળ સીઝનનો તેની ટીમનો પ્રથમ ગુનો હતો.

આ પણ વાંચો : વેંકટેશ ઐયરે પ્રથમ IPL સદી ફટકારી KKR માટે સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો

રાણા શોકીન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી : મુંબઈએ આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. KKRના કેપ્ટન નીતિશ રાણાને મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણાએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.21 હેઠળ 'લેવલ 1' ગુનો કબૂલ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના બોલર રિતિક શોકીનને લીગની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના બે ખેલાડીઓ વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. રાણા શોકીન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : GT vs RR IPL 2023 : ગુજરાત સામે રાજસ્થાન રોયલ્સની 3 વિકેટથી જીત

નીતીશને આઉટ કરીને શોકીને તેનું વલણ દર્શાવ્યું હતું : આ ઘટના KKRની ઇનિંગ્સની નવમી ઓવરમાં બની હતી જ્યારે શૌકીને રાણાને આઉટ કર્યા બાદ તેને કંઈક કહ્યું હતું. પછી રાણાએ પાછળ ફરીને શોકીન તરફ આગળ વધતાં કંઈક કહ્યું. મુંબઈ ઈન્ડિયન્સના કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી પીયૂષ ચાવલાએ બંન્ને વચ્ચે મામલો શાંત પાડ્યો હતો. શોકીને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.5 હેઠળ 'લેવલ 1' ગુનો કબૂલ કર્યો હતો. 'લેવલ વન' આચાર સંહિતાના ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.