ETV Bharat / sports

વેંકટેશ ઐયરે પ્રથમ IPL સદી ફટકારી KKR માટે સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો

author img

By

Published : Apr 17, 2023, 7:00 AM IST

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સ્ટાર બેટ્સમેને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તોફાની સદી ફટકારી છે. તેણે આ સિઝનની બીજી સદી અને તેની પ્રથમ IPL સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.

VENKATESH IYER HITS MAIDEN IPL CENTURY BECOMES SECOND BATSMAN TO SCORE CENTURY FOR KKR
VENKATESH IYER HITS MAIDEN IPL CENTURY BECOMES SECOND BATSMAN TO SCORE CENTURY FOR KKR

મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સ્ટાર બેટ્સમેને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની 22મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ તેની પ્રથમ IPL સદી ફટકારી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી KKRની ટીમે 11 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા મેદાનમાં આવેલા KKRના ડાબા હાથના બેટ્સમેન વેંકટેશ અય્યરે પહેલા સાવચેતીપૂર્વક બેટિંગ કરી અને બાદમાં ઝડપી બેટિંગ કરતા 49 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ શાનદાર સદીના કારણે વેંકટેશ અય્યરે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.

Sanju Samson IPL Record: આવું કરનાર એકમાત્ર ખેલાડી સંજુ સેમસનને પાછળ છોડવું સરળ નથી

KKRના ખેલાડીએ 15 વર્ષ પછી IPLમાં સદી ફટકારી: મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર સદી ફટકારનાર વેંકટેશ અય્યરે KKRના ખેલાડી તરીકે 15 વર્ષ પછી સદી ફટકારી. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર બ્રેન્ડન મેક્કુલમે 2008માં આઈપીએલની પ્રથમ સીઝનની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અણનમ 158 રન બનાવ્યા હતા. જે બાદ હવે IPLની 16મી સિઝનમાં KKRના બેટ્સમેન વેંકટેશ અય્યરે KKR માટે શાનદાર સદી ફટકારીને 15 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો છે. વેંકટેશ અય્યર IPLમાં સદી ફટકારનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો બીજો બેટ્સમેન બની ગયો છે.

MS Dhoni IPL Records: મહેન્દ્ર સિંહ ધોનીનો આ IPL રેકોર્ડ કોણ તોડી શકશે, હાર્દિક-રોહિત-જાડેજા ઘણા પાછળ

માત્ર 49 બોલમાં તોફાની સદી: KKRના ડાબા હાથના બેટ્સમેન વેંકટેશ અય્યરે માત્ર 49 બોલનો સામનો કરીને IPLની પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. વેંકટેશ અય્યરે 51 બોલમાં 104 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં વેંકટેશ અય્યરે 6 ફોર અને 9 સ્કાય હાઇ સિક્સર ફટકારી હતી. 203.92ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અય્યરે મેદાનની આસપાસ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. અય્યરની શાનદાર બેટિંગ સામે મુંબઈ ઈન્ડિયન્સના તમામ બોલરો પાણી માગતા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.