ETV Bharat / sports

IPL Match 2022: કોલકાતા અને ગુજરાત, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કોણ કોના પર પડશે ભારે?

author img

By

Published : Apr 23, 2022, 4:26 PM IST

IPL 2022માં 23 (IPL Match 2022)એપ્રિલે ડબલ હેડર મેચો રમાશે. પ્રથમ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. જે KKR અને GT વચ્ચે રમાશે. બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જેમાં RCB અને SRHની ટીમો આમને-સામને થશે.

કોલકાતા અને ગુજરાત, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કોણ કોના પર પડશે ભારે?
કોલકાતા અને ગુજરાત, બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કોણ કોના પર પડશે ભારે?

નવી મુંબઈ: 2 વખતની IPL (IPL Match 2022) ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ શનિવારે બપોરે DY પાટિલ સ્ટેડિયમ (dy patil stadium) ખાતે ટેબલ-ટોપર્સ ગુજરાત ટાઇટન્સ (gujarat titans vs kolkata knight riders) સામે ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ મેચ જીતીને તેમની 3 મેચની હારનો સિલસિલો તોડવા અને 2022ના અભિયાનને પાછું લાવવાનું લક્ષ્ય રાખશે.

વેંકટેશ ઐયરને તક આપવાના પ્રયાસો- શ્રેયસ IPL 2022માં કોલકાતા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 7 મેચોમાં 39.33ની એવરેજ અને 148.42ની સ્ટ્રાઈક રેટથી 236 રન બનાવ્યા છે અને 2 અડધી સદી ફટકારી છે. પરંતુ તે આશા રાખશે કે તેનું ઓપનિંગ કોમ્બિનેશન સારું રહેશે. પ્રથમ 5 મેચ બાદ અજિંક્ય રહાણે ટીમની બહાર હોવાથી એરોન ફિન્ચ અને વેંકટેશ ઐયરને તક આપવાના પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ રાજસ્થાન સામે તેમણે તેમના બેટિંગ (KKR Batting Against Rajasthan)ક્રમમાં ઘણા ફેરફારો કર્યા, જેમ કે ફિન્ચ સાથે સુનીલ નારાયણને ઓપનિંગ કરાવવામાં આવી. આન્દ્રે રસેલને પાંચમાં, વેંકટેશને છઠ્ઠા અને પેટ કમિન્સને નવમા નંબરે મોકલવામાં આવ્યા હતા. બોલિંગમાં પણ સુનીલ નારાયણ સિવાય બધાએ સારું પ્રદર્શન કર્યું છે.

શુભમન ગીલ સારા ફોર્મમાં- બીજી તરફ ગુજરાતને પણ ઓપનિંગ કોમ્બિનેશન (Gujarat Titans Opening Combination)ની સમસ્યાઓ છે, પરંતુ કોલકાતાના ભૂતપૂર્વ ઓપનર શુભમન ગીલે 84 અને 96 રનથી પ્રભાવશાળી અડધી સદી ફટકારી છે અને તે નરેન સામે કેવી રીતે સામનો કરે છે તે એક રસપ્રદ મુકાબલો હશે. મેથ્યુ વેડને રિદ્ધિમાન સાહા સાથે બદલવાના હજુ સુધી પરિણામ મળ્યા નથી, જ્યારે વિજય શંકર ત્રીજા નંબરે ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2022 : IPLની પોઈન્ટ ટેબલની સ્થીતી શુ છે, જાણો તે અંગે...

હાર્દિક પંડ્યા 76ની એવરેજથી બનાવી રહ્યો છે રન- પંડ્યા ચોથા નંબર પર શાનદાર ફોર્મ (Hardik Pandya Batting IPL 2022)માં છે. તેણે 5 ઇનિંગ્સમાં 76.00ની એવરેજ અને 136.52ની સ્ટ્રાઇક રેટથી 228 રન બનાવ્યા છે. તો બોલ સાથે પંડ્યાએ 5 મેચમાં 7.56ના ઇકોનોમી રેટથી 4 વિકેટ લીધી છે. તેને અભિનવ મનોહરનો સારો સાથ પણ મળ્યો છે. બોલ સાથે પંડ્યાના યોગદાનથી ગુજરાતનું બોલિંગ આક્રમણ જેમાં મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન અને અનકેપ્ડ યશ દયાલ ટૂર્નામેન્ટમાં શાનદાર રહ્યા છે. પાવર-પ્લેમાં ગુજરાતે સૌથી વધુ 14 વિકેટ ઝડપી છે જ્યારે કોલકાતા 11 વિકેટ સાથે 3 વિકેટ પાછળ છે. રાશિદ ખાન પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. એકંદરે, જો કોલકાતાને IPL 2022માં 3 મેચની હારનો અંત લાવવો હોય તો ગુજરાતની મજબૂત ટીમ પર જીત મેળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

બંને ટીમો નીચે મુજબ છે- ગુજરાત ટાઇટન્સ સ્ક્વોડ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા (WK), લોકી ફર્ગ્યુસન, અભિનવ મનોહર સદારંગાની, રાહુલ તેવટિયા, રહેમાનુલ્લા ગુરબાઝ, નૂર અહેમદ, આર.કે. સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, યશ દયાલ, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ (wk), બી. સાઈ સુદર્શન, ગુરકીરત સિંહ માન અને વરુણ એરોન.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, નીતિશ રાણા, શિવમ માવી, શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, સેમ બિલિંગ્સ, એરોન ફિન્ચ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, મોહમ્મદ નબી, રિંકુ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, બાબા ઈન્દ્રજીત, ચમિકા કરુણારત્ને, અમન ખાન, અભિજિત તોમર, પ્રથમ સિંહ, અશોક શર્મા અને રમેશ કુમાર.

હૈદરાબાદનો ઉમરાન ઘાતક બોલિંગથી ચર્ચામાં- ખરાબ શરૂઆત બાદ સતત 4 મેચ જીતનારી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (SRH In IPL 2022) મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ તેના યુવા ઝડપી બોલર ઉમરાનને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઉમરાન મલિક (Umran Malik Peformance In IPL 2022) સામે દિનેશ કાર્તિક અને ફાફ ડુ પ્લેસિસ જેવા અનુભવીઓને રોકવાનો પડકાર હશે. ઉમરાને આ સીઝનમાં પોતાની ઘાતક બોલિંગથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેણે પોતાની ગતિથી શ્રેયસ ઐયર જેવા બેટ્સમેનોને પણ પરેશાન કર્યા છે.

આ પણ વાંચો: IPL 2022: રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ ટીમને 15 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોચ પર

હૈદરાબાદ પાસે મજબૂત બોલિંગ- 22 વર્ષીય આ બોલરે અનુભવી ભુવનેશ્વર કુમાર સાથે સારી જોડી બનાવી અને બંનેએ પંજાબ કિંગ્સ સામેની (Sunrisers Hyderabad Against Punjab Kings) છેલ્લી મેચમાં 7 વિકેટ ઝડપીને મેચનું પાસું ફેરવી નાંખ્યો હતું. આ 2 ઉપરાંત, સનરાઇઝર્સ પાસે યોર્કર-સ્પેશિયાલિસ્ટ ટી નટરાજન અને દક્ષિણ આફ્રિકાના માર્કોયાનસેન જેવા ઝડપી બોલિંગ વિભાગમાં અસરકારક બોલરો (Bowling Attack Of SRH) પણ છે. યાનસેન તેના એંગલ અને ભિન્નતાથી બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મુકવામાં સફળ રહ્યો છે.

દિનેશ કાર્તિકના દમ પર બેંગ્લોર ટોપ 4માં- આ બોલરોની સામે શાનદાર લયમાં ચાલી રહેલા અનુભવી ડુ પ્લેસિસ અને કાર્તિકને રોકવાનો પડકાર રહેશે. કપ્તાન ડુ પ્લેસિસે લખનૌ સુપર જાયન્ટ્સ સામે જોરદાર ઇનિંગ રમી હતી. તે 4 રનથી સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની ઇનિંગ્સે ટીમને 18 રનથી પ્રભાવશાળી વિજય નોંધાવવામાં મદદ કરી હતી. બીજી તરફ કાર્તિક લીગમાં પોતાની સર્વશ્રેષ્ઠ સીઝન (Dinesh Karthik Performance In 2022 IPL)નો આનંદ માણી રહ્યો છે. જો ACB પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં છે તો તેનું કારણ આ વિકેટકીપર બેટ્સમેનની મજબૂત બેટિંગ છે. તેણે 7 ઇનિંગ્સમાં 32, 14, 44, 7, 34, 66 અને 13 રન બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન તે માત્ર એક જ વાર આઉટ થયો છે. પરંતુ આ 2 સિવાય માત્ર ગ્લેન મેક્સવેલ જ RCB માટે સતત સારી ઇનિંગ્સ રમી શક્યો છે.

હૈદરાબાદની બેટિંગ નબળી- આ મેચમાં તમામની નજર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli In IPL 2022) પર પણ રહેશે, જે ખરાબ લયમાંથી જલ્દી બહાર આવવા ઇચ્છશે. જો કે જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને વાનિન્દુ હસરંગાની હાજરીમાં ટીમની બોલિંગ મજબૂત છે. હૈદરાબાદની ટીમમાં કેપ્ટન કેન વિલિયમ્સન અને નિકોલસ પૂરન સિવાય કોઈ મોટું નામ નથી. પરંતુ અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી સિવાય સાઉથ આફ્રિકાના એડન માર્કરામે તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. આ મેચમાં જીત સાથે હૈદરાબાદની ટીમ ટેબલમાં ટોચના ચારમાં પહોંચી જશે તો RCB પાસે ટોચનું સ્થાન મેળવવાની તક હશે.

બંને ટીમો નીચે મુજબ છે

સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમ્સન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, પ્રિયમ ગર્ગ, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, આર સમર્થ, શશાંક સિંઘ, વોશિંગ્ટન સુંદર, રોમેરો શેફર્ડ, માર્કો યાનસન, જે સુચિત. , શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, સીન એબોટ, કાર્તિક ત્યાગી, સૌરભ તિવારી, ફઝલહક ફારૂકી, ઉમરાન મલિક અને ટી નટરાજન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હેઝલવુડ, શાહબાઝ અહેમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમર, ફિન એલન, શેરફેન બેરફોર્ડ, જેફન બેંગ્લોર, જે. સુયશ પ્રભુદેસાઈ, ચમા મિલિંદ, અનીશ્વર ગૌતમ, કર્ણ શર્મા, ડેવિડ વિલી, રજત પાટીદાર અને સિદ્ધાર્થ કૌલ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.