ETV Bharat / bharat

IPL 2022 : IPLની પોઈન્ટ ટેબલની સ્થીતી શુ છે, જાણો તે અંગે...

author img

By

Published : Apr 22, 2022, 5:59 PM IST

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ ટોપ (Gujarat Titans top in points table) પર છે. IPLની છ મેચમાં પાંચ જીત સાથે ગુજરાતની ટીમના 10 પોઈન્ટ છે. ગુજરાતની સાથે RCBના પણ પાંચ જીત સાથે 10 પોઈન્ટ પર છે.

IPL 2022 : પોઈન્ટ ટેબલની સ્થીતી શુ જાણો
IPL 2022 : પોઈન્ટ ટેબલની સ્થીતી શુ જાણો

હૈદરાબાદઃ IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે સતત 7મી હાર (Mumbai Indians lost for the 7th time in a row) બાદ નવો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમ સતત તેની પ્રથમ 7 મેચ હારી હોય.

IPL 2022 : પોઈન્ટ ટેબલની સ્થીતી શુ જાણો
IPL 2022 : પોઈન્ટ ટેબલની સ્થીતી શુ જાણો

આ પણ વાંચો: 15 Years Of IPL: BCCIએ IPLના 15 વર્ષ પૂર્ણ થતા યાદો કરી તાજી, જૂઓ વીડિયો

મુંબઈની આ સતત 7મી હાર: આ પહેલા દિલ્હી ડેવર ડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) વર્ષ 2013માં તેમની પ્રથમ સળંગ 6 મેચો અને વર્ષ 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી હતી, જ્યારે તેમની 7મી મેચમાં જીત થઈ હતી. મુંબઈની આ સતત 7મી હાર પછી, તેના હજુ પણ 0 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ -0.892 પર પહોંચી ગયો છે. તે 10માં સ્થાન પર છે.

સૌથી વધુ વિકેટ લેનાર બોલર: ગુજરાતની ટીમ રન રેટના સંદર્ભમાં વધુ સારી છે અને તેથી તે ટોચ પર છે. આ પછી ત્રીજાથી પાંચમા ક્રમની ટીમો (RR, LSG અને SRH) માટે 4-4 જીત સાથે 8-8 પોઈન્ટ છે. રાજસ્થાનના ખેલાડીઓએ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં 17 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે.

આ પણ વાંચો: IPL Point Table: GT અને SRH જીતના પાટા પર દોડી રહ્યા છે, જુઓ અન્ય ટીમોની હાલત

જોસ બટલર પાસે ઓરેન્જ કેપ

ક્રમ બેટ્સમેનમેચ રન
1 જોસ બટલર 6 375
2 કેએલ રાહુલ7 265
3 ફાફ ડુ પ્લેસિસ 7 250

યુઝવેન્દ્ર ચહલે પર્પલ કેપ કરી હતી કબજે

ક્રમ બોલરો મેચ વિકેટ
1 યુઝવેન્દ્ર ચહલ 6 17
2 કુલદિપ યાદવ 6 13
3 ડ્વેન બ્રાવો 7 12
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.