ETV Bharat / sports

આજે ભારત અને શ્રીલંકા પ્રથમ વનડે ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે મેચ શરૂ થશે

author img

By

Published : Jan 10, 2023, 12:47 PM IST

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે (India vs Sri Lanka First ODI) મેચ આજે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા (Barsapara Cricket Stadium) જઈ રહી છે, આ મેચ દ્વારા ભારત વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ કરશે. જેમાં ઈશાન કિશન અને બુમરાહ બાદ અન્ય એક ઇન-ફોર્મ બેટ્સમેનને કોમ્બિનેશનના કારણે બહાર બેસવું પડી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પહેલા જ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

આજે ભારત અને શ્રીલંકા પ્રથમ વનડે ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે મેચ શરૂ થશે
આજે ભારત અને શ્રીલંકા પ્રથમ વનડે ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે મેચ શરૂ થશે

ગુવાહાટીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ (India vs Sri Lanka First ODI) આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા (Barsapara Cricket Stadium) જઈ રહી છે, પરંતુ આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની સાથે સાથે ગત મેચમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પણ તક નહીં મળે. જો કે અંતિમ ઈલેવનની પસંદગી મેચ પહેલા કરવામાં આવશે, પરંતુ રોહિત શર્માએ મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આનો સંકેત આપ્યો હતો.

આ પણ વાંચો: ચેન્નાઈના કાર રેસર કુમારનું અકસ્માતમાં મોત

મોટી ઈવેન્ટ માટે ટીમ અન્ય વિકલ્પો શોધી રહી છે: શ્રીલંકા સામે ટી-20 શ્રેણી 2-1થી જીત્યા બાદ, ભારત ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ શરૂ કરી રહ્યું છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી મોટી ઈવેન્ટમાં યજમાન ટીમ અન્ય વિકલ્પો શોધી રહી છે જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને સાવચેતીના ભાગરૂપે ટીમની બહાર રાખી તેને સંપૂર્ણ ફિટ રહેવાની તક આપી છે. ભારતીય સુકાની રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ દરમિયાન અંગૂઠામાં ઈજાગ્રસ્ત થયા બાદ રમતના મેદાન પર પાછો ફર્યો છે.

સિનિયર ખેલાડીઓને શ્રેણીમાં ઉતારવાનો નિર્ણય: બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા, અનુભવી વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા જેવા સિનિયર ખેલાડીઓને શ્રેણીમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વનડેમાં તેમના પ્રદર્શનની કસોટી થઈ શકે છે.

આ પણ વાંચો: ભારત- શ્રીલંકા મેચ દરમિયાન પીચ પર જવા મામલે યુવક પર પોલીસ ફરીયાદ નોંધાઈ

ગિલને વધુ તક આપવા માંગે છે: કેપ્ટન રોહિત શર્માએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, શુભમન ગિલ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે અને કે, એલ રાહુલ વિકેટ કીપરની ભૂમિકા ભજવશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ પ્રવાસ પર ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન નહીં રમે. રોહિતે કહ્યું કે, ઈશાનને બહાર રાખવો મુશ્કેલ નિર્ણય છે, પરંતુ તે હજુ પણ ગિલને વધુ તક આપવા માંગે છે. આ સાથે આ મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે.

આ મેદાન પર અત્યાર સુધી માત્ર 2 જ ODI મેચ રમાઈ છે: ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પિચ અને જૂનો રેકોર્ડ આવો છે.જે ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. ગુવાહાટીમાં પીછો કરી રહેલી ટીમના આંકડા સારા છે. આ મેદાન પર અત્યાર સુધી માત્ર 2 જ ODI મેચ રમાઈ છે, જેમાં એક મેચ પુરૂષ ટીમ અને બીજી મેચ મહિલા ટીમ દ્વારા રમાઈ છે. પીછો કરતી ટીમ બંને મેચમાં જીતે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ બોલિંગનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ભારતની ટીમ: રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (wk), શ્રેયસ ઐયર/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક / અર્શદીપ સિંહ.

શ્રીલંકાની ટીમ: દાસુન શનાકા (c), કુસલ મેન્ડિસ (wk), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, ધનંજય ડી સિલ્વા, ચરિથ અસલંકા, વનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના, કસુન રાજીથા અને દિલશાન કુમાર/દિલશાન કુમાર.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.