ETV Bharat / sports

રણજી ટ્રોફી ફાઈનલ: આજે સૌરાષ્ટ્ર-બંગાળ વચ્ચે ટક્કર, સૌરાષ્ટ્ર પાસે ઐતિહાસિક તક

author img

By

Published : Mar 9, 2020, 8:08 AM IST

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે સૌરાષ્ટ્ર અને બંગાળની વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે.

ranji
રણજી

રાજકોટ: સૌરાષ્ટ્રે સેમિફાઈનલમાં ગુજરાતને જ્યારે બંગાળે કર્ણાટકને હરાવીને ફાઈનલ મેચમાં જગ્યા બનાવી હતી. સૌરાષ્ટ્રની ટીમ ગત આઠ સીઝનમાં ચોથીવાર ફાઈનલમાં પહોંચી છે. જ્યારે બંગાળે 1989-90 બાદ કોઇ પણ ટ્રોફી નથી જીતી શકી.

ranji
પુજાર અને સહા

રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતીય ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર અને રિદ્વિમાન સહા બંગાળના તરફથી રમશે. સૌરાષ્ટ્રના કેપ્ટન અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકર આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. ઉનડકરે સેમિફાઇલમાં ગુજરાતની સામે 10 વિકેટ ઝડપી હતી. ઉનડકરે રણજી ટ્રોફીની આ સીઝનમાં અત્યાર સુધીમાં 65 વિકેટ ઝડપી છે. જ્યારે રણજી ટ્રોફીની કોઇ પણ એક સીઝનમાં કોઇપણ ફાસ્ટ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધારે વિકેટ છે.

ranji
રણજી ટ્રોફી

જયદેવે ડોડા ગણેશના રેકોર્ડ તોડ્યો છે. પૂર્વ ફાસ્ટ બોલર ડોડાએ 1998-99ની રણજી ટ્રોફીની સીઝનમાં સૌથી વધારે 62 વિકેટ ઝડપી હતી. રણજીમાં પહેલા આ રેકોર્ડ બિશન સિંહ બેદીના નામે હતો. જેમણે 64 વિકેટ લીધી હતી. બેટિંગમાં સૌરાષ્ટ્રને પુજારા અને શેલ્ડન જેકસન પાસે સારા પ્રદર્શનની આશા છે.

બીજી તરફ બંગાળ માટે યુવા ફાસ્ટ બોલર ઈશાન પોરેલ, મુકેશ કુમાર અને આકાશ દિપ પાસે સારા પ્રદર્શનની આશા છે. લેફ્ટ આર્મ સ્પિનર શાહબાજ અહમદ પણ શાનદાર ફોર્મમાં છે. બંગાળની બેટિંગની જવાબદારી અનુભવી મનોજ તિવારીના હાથમાં છે. તિવારીએ 10 મેચમાં 672 રન બનાવ્યાં છે, પરંતુ મનોજ કેટલીક મેચથી ફોર્મમાં નથી.

ranji
રણજી ટ્રોફી

સૌરાષ્ટ્ર: ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકર (કેપ્ટન), ચિરાગ જાની, કમલેશ મકવાણા, શેલ્ડન જેક્સન, અર્પિત વસાવદા, કુશંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, એ.વી બરોટ, દિવ્યરાજ ચૌહાન, સ્નેલ પચેલ, વંદિત જીવરાજાની, સમર્થન ભથારે, હરવિક દેસાઇ (વિકેટકીપર), કિશન પરમાર, વિશ્વરાજ જાડેજા, ચેતન સકારિયા, પરમ ભૂટ

બંગાળ: મનોજ તિવારી રિદ્વિમાન સહા, અશોક ડિંડા, શ્રીવત્સ ગોસ્વાની, અનુસ્ટુપ મજુમદાર, અર્નબ નંદી, સુદીપ ચટર્જી, અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન) રિતિક ચેટર્જી, કૌશિક ઘોષ, મુકેશ કુમાર, સાયના ઘોષ, ઈશાન પોરેલ, નિલકંત દાસ, અયાન ભટ્ટાચાર્જી, અભિષેક રમન, બોડ્ડુપલ્લી અમિત, રિતિક ચૌધરી, પ્રયાસ બર્મન, શાહબાજ અહમદ, કરણ લાલ, આકાશ દીપ, શ્રેયન ચક્રવર્તી, કાજી સૈફી, રમેશ પ્રસાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.