ETV Bharat / sitara

Burj Khalifaના ટોપ પર પહોંચી મોડલનો સ્ટંટ જોઈને તમારા રુંવાળા ઉભા થઈ જશે, જુઓ વીડિયો

author img

By

Published : Aug 12, 2021, 10:33 AM IST

સંયુક્ત અરબ અમીરાત (United Arab Emirates)ની એરલાઈન કંપની અમીરાત એરલાઈન (Emirates Airlines) અત્યાર પોતાના નવા વિજ્ઞાપનના કારણે ચર્ચામાં છે. ત્યારે અત્યારે આ એરલાઈન્સની એક એડવર્ડટાઈઝમેન્ટ (Advertisement)નું શૂટિંગ વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા (Burj Khalifa)ની ટોચ પર કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાપનમાં એરલાઈનના ક્રૂ મેમ્બરની ડ્રેસમાં એક મહિલા બુર્જ ખલિફા (Burj Khalifa)ની ટોચ પર નીડર રીતે ઉભી છે.

Burj Khalifaના ટોપ પર પહોંચી મોડલનો સ્ટંટ જોઈને તમારા રુંવાળા ઉભા થઈ જશે, જુઓ વીડિયો
Burj Khalifaના ટોપ પર પહોંચી મોડલનો સ્ટંટ જોઈને તમારા રુંવાળા ઉભા થઈ જશે, જુઓ વીડિયો

  • વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા (Burj Khalifa)ની ટોચ પર વિજ્ઞાપનનું થયું શૂટિંગ
  • સંયુક્ત અરબ અમીરાત (UAE)ની એરલાઈન કંપની અમીરાત એરલાઈનનું વિજ્ઞાપન અત્યારે ચર્ચામાં
  • UAEની જાહેરાત કરવા માટે બુર્જ ખલિફાની ટોચ પર એરલાઈનની ક્રૂ મેમ્બરની ડ્રેસમાં એક મહિલા નીડર રીતે ઉભી છે

હૈદરાબાદઃ સંયુક્ત અરબ અમીરાત (United Arab Emirates)ની એરલાઈન કંપની અમીરાત એરલાઈન (Emirates Airlines) અત્યારે પોતાના એક વિજ્ઞાપનના કારણે ચર્ચામાં છે. આ અંગે મળતી માહિતી અનુસાર, એરલાઈને વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા (Burj Khalifa, the tallest building in the world)ની ટોચ પર આ વિજ્ઞાપનનું શૂટિંગ કર્યું છે. આ વીડિયોમાં એરલાઈનના ક્રૂ મેમ્બરની ડ્રેસમાં એક મહિલા બુર્જ ખલિફા (Burj Khalifa) બિલ્ડીંગની ટોચ પર નીડર રીતે ઉભી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- સિંગર નેહા કક્કડે પતિ અને ભાઈ સાથે 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો વાઈરલ

આ વિજ્ઞાપન જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા

ક્રૂ મેમ્બરની ડ્રેસમાં ઉભેલી મહિલા પોતાના હાથમાં એક-એક કરીને પોસ્ટર દેખાડી રહી છે, જેના પર લખ્યું છે કે,UAEના યુકે એમ્બરની યાદીમાં લઈ જવાથી અમને વિશ્વના ટોપ પર હોવાનો અહેસાસ થયો છે. અમીરાતની ફ્લાઈટમાં બેસો. યોગ્ય પ્રવાસ કરો. આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ 30 સેકન્ડના વિજ્ઞાપન આવ્યા પછી યુઝર્સ પણ ચોંકી ગયા છે. વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા નિકોલ સ્મિથ લુડવિક (Nicole Smith Ludvik) એક પ્રોફેશનલ સ્કાઈડાઇવિંગ ટ્રેનર (Professional skydiving trainer) છે.

આ પણ વાંચો- બોલિવુડ અભિનેત્રી સોફી ચૌધરીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ફોટોઝ થયા વાઈરલ

વિશ્વની સૌથી ઉંચી ઈમારત છે બુર્જ ખલિફા (Burj Khalifa)

તમે જોઈ શકો છો કે, નિકોલ ખરેખર બુર્જ ખલિફાની ટોચ પર ઉભી છે, જેની બેકગ્રાઉન્ડમાં દુબઈનું શાનદાર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, જમીનથી 828 મીટર ઉંચી બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઉંચી ઈમારત છે.

વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ લોકોએ જોયો

નિકોલે ઈન્સ્ટાગ્રામ પર વિજ્ઞાપનને શેર કરતા લખ્યું હતું કે, આ મારા દ્વારા કરવામાં આવેલું સૌથી આશ્ચર્યજનક અને રોમાંચક સ્ટન્ટ્સમાંથી એક છે. તમારા ક્રિએટીવ માર્કેટિંગ આઈડિયા માટે અમીરાત એરલાઈન્સ (Emirates Airlines) ટીમનો હિસ્સો બનીને ખુશી થઈ છે. અમીરાતના આ વિજ્ઞાપનને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા ચોંકી ગયા છે. તેમણે કમેન્ટ સેક્શનમાં પોતાના રિએક્શન આપ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.