ETV Bharat / sitara

અભિનેતા પ્રતિક ગાંધી અને પરિવાર કોરોના પોઝિટિવ

author img

By

Published : Jul 19, 2020, 6:46 PM IST

'લવયાત્રી' 'મિત્રો' જેવી ફિલ્મોમાં કામ કરનારા પ્રતિક ગાંધીએ તેમના ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરી હતી કે તે અને તેમના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રતિક અને તેમની પત્ની ભામિનીને હોમ કોરોન્ટાઈન કરાયા છે. તેમના ભાઈને હોસ્પિટલમાં ખસેડાયા છે.

ો
અભિનેતા પ્રતિક ગાંધી અને પરિવાર કોરોના પોઝિટિવ

મુંબઈ: અભિનેતા પ્રતિક ગાંધી રવિવારે જણાવ્યુ હતું કે, તે અને તેમની પત્ની ભામિની ઓઝા તેમજ ભાઈ પૂનિત કોરોના પોઝિટિવ આવ્યા છે. પ્રતિક ગાંધીએ ગુજરાતી ફિલ્મો જેવી કે, 'બે યાર', 'રોંગ સાઈડ રાજુ'. 'લવની ભવાઈ' અને હિન્દી ફિલ્મો જેવી 'મિત્રોં' અને 'લવયાત્રી'માં અભિનય કર્યો છે.

પ્રતિકે ટ્વીટર પર પોસ્ટ કરી તેમની પત્ની અને તેઓ હોમ કોરોન્ટાઈન અને ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પરિવારજનો અને મિત્રોના સપોર્ટ અને હુંફથી અમે કોરોના સામે લડીશું

  • We as a family took "Be positive" way to seriously and didn't discriminate against even corona . Me & my wife are being treated at home and my brother is hospitalised, we are all putting up a strong fight against the virus. With Warmth , support and prayers of friends and family.

    — Pratik Gandhi (@pratikg80) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે માધવી ભુટા અને ભાજપના નેતા કિરીટ સોમૈયાનો ટેસ્ટ દરમિયાન મળેલા સાથ સહકાર બદલ આભાર માન્યો હતો. કિરીટ સોમૈયાએ કહ્યુ હતું કે, હું ડૉકટરના સંપર્કમાં છું અને આશા છે કે પુનિત વહેલા સાજા થઈ જશે.

નિર્દેશક હસંલ મહેતાની આગામી ફિલ્મમાં તેઓ હાલમાં કામ કરી રહ્યા છે. હંશલ મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પ્રતિક જલ્દી સાજા થાય તે માટે શુભેચ્છા પાઠવી છે. મહેતાએ લખ્યુ છે કે,' ગેટ વેલ સુન ચેમ્પ, બિટ ધ વાઈરસ વિથ યોર પોઝિટિવીટી'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.