ETV Bharat / sitara

કંગનાએ ટ્વીટ કરી સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, ગાંધીજી અને નેહરુની કરી ટીકા

author img

By

Published : Oct 31, 2020, 2:06 PM IST

કંગના રણૌત પોતાના ધારદાર નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર કંગના રણૌતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે કંગનાએ પોતાના ટ્વીટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની ટીકા પણ કરી હતી.

કંગનાએ ટ્વીટ કરી સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, ગાંધીજી અને નેહરુની કરી ટીકા
કંગનાએ ટ્વીટ કરી સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ, ગાંધીજી અને નેહરુની કરી ટીકા

  • કંગના ફરી એકવાર આવી ચર્ચામાં
  • સરદાર પટેલને ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
  • ટ્વીટમાં ગાંધીજી-નેહરુની કરી ટીકા
  • ગાંધીજી પોતાનું કહ્યું કરાવવા નેહરુને આગળ કરતાઃ કંગના

મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી કંગના રણૌત પોતાના ધારદાર નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આજે ફરી એક વાર તે ચર્ચામાં આવી છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે કંગના રણૌતે ટ્વીટ કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે કંગનાએ પોતાના ટ્વીટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની ટીકા પણ કરી હતી. કંગનાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલને તેમની જન્મજયંતીએ યાદ કરું છું. તમે એવા વ્યક્તિ હતા, જેમણે આજે અમને ભારત આપ્યું છે, પરંતુ તમે વડાપ્રધાનના પદનો ત્યાગ કરીને તમારી દૂરદર્શિતાથી અમને દૂર કરી દીધા. તેનો અમને ખૂબ જ અફસોસ છે. સરદાર પટેલે ગાંધીજીને ખુશ કરવા માટે ભારતના પહેલા વડાપ્રધાન બનવાનો મોકો છોડી દીધો. કારણ કે, ગાંધીજીને લાગતું હતું કે નેહરુ સારી રીતે અંગ્રેજી બોલે છે. આનાથી સરદાર પટેલને નહી, પરંતુ પૂરા દેશને દાયકાઓ સુધી નુકસાન વેઠવું પડ્યું હતું.

  • Wishing India’s Iron man #SardarVallabhbhaiPatel a happy anniversary, you are the man who gave us today’s akhand Bharat but you took your great leadership and vision away from us by sacrificing your position as a Prime Minister. We deeply regret your decision 🙏

    — Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગાંધીજી નેહરુને એટલે આગળ રાખતા જેથી પોતાનું કહ્યું કરાવી શકેઃ કંગના રણૌત

અન્ય એક ટ્વીટમાં કંગનાએ લખ્યું, સરદાર પટેલ લોહ પુરુષ છે. મારું માનવું છે કે, ગાંધીજી નેહરુની જેમ કમજોર દિમાગ ઈચ્છતા હતા, જેથી તેમને નિયંત્રણમાં રાખી શકીએ અને નેહરુને આગળ કરીને નિર્ણયો લઈ શકે. આ એક સારી સ્કીમ હતી, પરંતુ ગાંધીજીની હત્યા બાદ જે થયું તે પણ બહુ મોટી સમસ્યા હતી. ઉલ્લેખનીય છે કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 145મી જન્મજયંતી છે, આથી સંપૂર્ણ દેશ આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવી રહ્યો છે.

  • He sacrificed his most deserving and elected position as the First Prime Minister of India just to please Gandhi because he felt Nehru spoke better English, #SardarVallabhbhaiPatel did not suffer but Nation suffered for decades,we must shamelessly snatch what is rightfully ours. pic.twitter.com/TGxcOlDB3K

    — Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.