ETV Bharat / sitara

બોલિવુડના સ્ટાર્સે રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

author img

By

Published : Aug 5, 2020, 8:46 PM IST

રામ મંદિર ભૂમિપૂજનને લઇને બુધવારે રામ નગરીમાં ઉજવણીનું વાતાવરણ છે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન પૂર્ણ થયું છે. વડાપ્રધાન મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. બોલિવૂડ સ્ટાર્સે પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રતિસાદ આપ્યો હતો.

બોલિવૂડના સ્ટાર્સે રામ મંદિર ભૂમિ પૂજન પર શુભેચ્છાઓ પાઠવી
બોલિવૂડના સ્ટાર્સે રામ મંદિર ભૂમિ પૂજન પર શુભેચ્છાઓ પાઠવી

મુંબઇ: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને આખો દેશ ઉત્સાહિત છે. બોલિવુડ સ્ટાર્સ પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ખાસ પ્રસંગે, ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા રામ મંદિરના ભૂમિપૂજનને વધાવ્યું હતું.

લતા મંગેશકરે ટ્વિટ કરતા લખ્યું કે, 'નમસ્કાર... આખી દુનિયાના રામ ભક્તોનું આજે અધૂરું સ્વપ્ન સાકાર થયું છે. ઘણા વર્ષોના વનવાસ બાદ આજે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ફરી બનાવવામાં આવી રહ્યું છે. શિલાન્યાસ થવા જઇ રહ્યું છે...આનો શ્રેય માનીયય લાલાકૃષ્ણ અડવાણીને જાય છે, કારણે કે તેમણે આ મુદ્દેથી લઇ રથ યાત્રા કરી હતી અને લોકોને જાગૃત કર્યા હતા.આ શ્રેય માનનીય બાલાસાહેબ ઠાકરેને જાય છે. લતા મંગેશકરે આ સિવાય વડાપ્રધાન મોદીનું આભાર માન્યો હતો.

કંગના રનૌતની ટીમે ટ્વિટ કર્યું હતું કે, "શ્રી રામે બીજાના સારા માટે આત્મ બલિદાનનો ઉચ્ચતમ ઉદાહરણ આપ્યો છે, ફક્ત નશ્વર શરીર જ મૃત્યુ પામે છે.."બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, "આજે ભારત રામના રાજ્યમાં ગૌરવપૂર્ણ સંસ્કૃતિ સ્થાપિત કરી રહ્યુ છે. જ્યાં રામ ફક્ત રાજા જ નહીં પરંતુ જીવનશૈલી છે."

  • Two pictures sum up a journey of 500 years, journey of love, faith and devotion, journey of a civilisation that rose from ashes to the glory of its most revered icon .... JAI SHRI RAM 🙏#RamMandirAyodhya https://t.co/EJ8EMaDVlD

    — Team Kangana Ranaut (@KanganaTeam) August 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તો શત્રુઘ્ન સિંહાએ લખ્યું, 'જય શ્રી રામ! મુંબઈમાં અમારું ઘર 'રામાયણ' તરીકે ઓળખાય છે, તેથી અમારું કુટુંબ સાચે જ 'રામાયણ વાસી' છે. આ સાથે જ શત્રુઘ્ન સિંહાએ જૂના એક સિક્કાઓની તસવીર શેર કરી છે. એક તરફ રામ દરબાર છે, બીજી બાજુ કમળનું ફૂલ છે.શત્રુઘ્ન સિંહાએ આગળ લખ્યું કે, 'આ એક યોગાનુયોગ કહેવાશે કે વર્ષ 1818 માં, ત્યાં 2 આનાનો સિક્કો હતો, એક તરફ રામદરબાર લખેલું હતું અને બીજી બાજુ કમળનું ફૂલ હતું. એવું લાગે છે કે જાણે કોઈ સંદેશ હતો કે જ્યારે કમળની સત્તા આવશે, ત્યારે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે."

અનુપમ ખેરે લખ્યું, "રામ જન્મભૂમિ પૂજન પ્રસંગે સૌને હાર્દિક શુભેચ્છા..જય શ્રી રામ "

  • आपको और आपके परिवार को राम जन्म भूमि पूजन की हार्दिक शुभकामनाएं। जय श्री राम!! 🙏🌺 #JaiShreeRam pic.twitter.com/xetQwUjps8

    — Anupam Kher (@AnupamPKher) August 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેત્રીથી કિરણ ખેરે પણ ટ્વિટ કર્યું હતું કે, "ભગવાન પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના જન્મસ્થળ ભવ્ય મંદિરના ભૂમિપૂજન અને શિલાન્યાસના શુભ પ્રસંગે આપણે પણ ઉજવણી કરીએ, ઘરે દીવો પ્રગટાવીએ... જય શ્રી રામ. "

  • मर्यादा पुरुषोत्तम भगवान श्री राम जी की जन्मभूमि पर भव्य मंदिर के भूमिपूजन एवं शिलान्यास के शुभ अवसर पर आइए उत्सव मनाएं, घर घर दीप जलाएं, दीपावली मनाएं । #JaiShreeRam pic.twitter.com/GvGmuc5hjW

    — Kirron Kher (@KirronKherBJP) August 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હેમા માલિનીએ પણ રામની એક તસવીર શેર કરતા લખ્યું કે, 'રામના જન્મ સ્થળ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું અમારું સ્વપ્ન આખરે સાકાર થઈ રહ્યું છે. 500 વર્ષ પછી, આ સ્વપ્ન વાસ્તવિક બન્યું છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને વિશ્વની સામે પ્રદર્શિત થઈ રહી છે. જય શ્રી રામ. '

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પીએમ મોદીની તસવીર સાથે ટિ્‌વટ કર્યું હતું કે, 'આજનો દિવસ લાંબી તપસ્યા, બલિદાન અને સંઘર્ષ બાદ આવ્યો છે. આમાં તમારા જેવા ધાર્મિક યોદ્ધાઓનું યોગદાન આશ્ચર્યજનક છે. અમે બધા તમારા આભારી છીએ. જય શ્રી રામ. '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.