ETV Bharat / science-and-technology

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર્સ માટે સારા સમાચાર, નુકશાન પહેલા જાણી લો

author img

By

Published : Dec 17, 2022, 10:23 AM IST

ફોટો અને વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ જાહેરાત કરી (instagram new feature) છે કે, તે હવે યુઝર્સને તેમના હેક થયેલા એકાઉન્ટ્સની ઍક્સેસ ફરીથી મેળવવામાં મદદ (schedule post feature) કરશે. Instagram પ્લેટફોર્મ પર હેકિંગને રોકવા માટે નવી રીતોનું પરીક્ષણ કરી રહ્યું છે. તે એવા એકાઉન્ટ્સને દૂર કરશે કે, જે તેની સ્વચાલિત સિસ્ટમને દૂષિત લાગે છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર્સ માટે સારા સમાચાર, નુકશાન પહેલા જાણી લો
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝર્સ માટે સારા સમાચાર, નુકશાન પહેલા જાણી લો

સાન ફ્રાન્સિસ્કો: ફોટો અને વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ જાહેરાત કરી (instagram new feature) છે કે, તે હવે યુઝર્સને તેમના હેક થયેલા એકાઉન્ટ્સની ઍક્સેસ ફરીથી મેળવવામાં મદદ (schedule post feature) કરશે. પ્લેટફોર્મે ગુરુવારે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, તેણે instagram.com/hacked બનાવ્યું છે. જે યુઝર્સ માટે Instagram એકાઉન્ટ એક્સેસ સમસ્યાઓની જાણ કરવા અને તેને ઠીક કરવા માટે એક નવું સ્થળ છે.

Instagram ન્યૂ ફિચર: જો યુજર્સ તેમના એકાઉન્ટમાં લૉગ ઇન કરવામાં અસમર્થ હોય, તો તેઓએ તેમના મોબાઇલ ફોન અથવા ડેસ્કટોપ બ્રાઉઝર પર instagram.com/hackedની મુલાકાત લેવી આવશ્યક છે. જો તેઓ માને છે કે, તેઓ હેક થયા છે, તેમનો પાસવર્ડ ભૂલી ગયા છે. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની ઍક્સેસ ગુમાવી દીધી છે, અથવા જો તેમનું એકાઉન્ટ અક્ષમ કરવામાં આવ્યું છે, તો તેઓ પસંદ કરી શકશે. પ્લેટફોર્મ પછી તેમને તેમના એકાઉન્ટ્સની ઍક્સેસ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ દ્વારા માર્ગદર્શન આપશે.

મિત્રો પસંદ કરવાનો વિકલ્પ: જો કોઈ વ્યક્તિ પાસે તેમની માહિતી સાથે એકથી વધુ એકાઉન્ટ જોડાયેલા હોય, તો તેઓ પસંદ કરી શકશે કે કયા એકાઉન્ટને સમર્થનની જરૂર છે. ઇન્સ્ટાગ્રામે કહ્યું, "અમે જાણીએ છીએ કે, તમારા Instagram એકાઉન્ટની ઍક્સેસ ગુમાવવી તણાવપૂર્ણ હોઈ શકે છે. તેથી અમે ખાતરી કરવા માંગીએ છીએ કે, જ્યારે લોકો ઍક્સેસ ગુમાવે ત્યારે તેમના એકાઉન્ટને પાછું મેળવવા માટે ઘણા વિકલ્પો હોય." કંપની તમારી ઓળખ ચકાસવા અને તમારા એકાઉન્ટમાં પાછા આવવા માટે તમારા 2 Instagram મિત્રોને પસંદ કરવાનો વિકલ્પ પણ પ્રદાન કરે છે.

ઈન્સ્ટાગ્રામ અપડેટ: વધુમાં Instagram પ્લેટફોર્મ પર હેકિંગને રોકવા માટે નવી રીતોનું પરીક્ષણ કરી રહ્યું છે. તે એવા એકાઉન્ટ્સને દૂર કરશે કે, જે તેની સ્વચાલિત સિસ્ટમને દૂષિત લાગે છે. જેમાં તે એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે, જે અન્યનો ઢોંગ કરે છે અને જે તેના સમુદાય દિશાનિર્દેશોની વિરુદ્ધ છે. વધુમાં ચકાસાયેલ એકાઉન્ટ્સ માટે ઇન્સ્ટાગ્રામ બ્લુ વેરિફાઇડ બેજ હવે સ્ટોરીઝ અને ડીએમ સહિત સમગ્ર પ્લેટફોર્મ પર વધુ સ્થળોએ દેખાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.