ETV Bharat / international

Pm Narendra Modi: પ્રધાનમંત્રી મોદી અને ઈંગ્લેન્ડના પીએમ ઋષિ સુનકે વચ્ચે થઈ વાતચીત, ઈઝરાયેલ-હમાસ મુદ્દે કરી ગંભીર ચર્ચા

author img

By PTI

Published : Nov 4, 2023, 8:16 AM IST

પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુકેના પીએમ ઋષિ સુનક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, ઈઝારયેલ-હમાસ વચ્ચે બગડતી સુરક્ષાની સ્થિતિ અને નાગરિકોના જીવ ગુમાવવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને આવી સ્થિથિમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત પર સંમતી દર્શાવી હતી.

Pm Narendra Modi
Pm Narendra Modi

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં તેમણે પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચા કરી હતી, આ ઉપરાંત આતંકવાદ, બગડતી સુરક્ષા સ્થિતિ અને નાગરિકોના મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

  • Earlier this evening, spoke to UK PM @RishiSunak. Discussed means to strengthen bilateral relations and exchanged views on the situation in West Asia. We agree that there is no place for terror and violence. Death of civilians is a serious concern. Need to work towards regional…

    — Narendra Modi (@narendramodi) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા: પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બંને નેતાઓએ આતંકવાદ, બગડતી સુરક્ષાની સ્થિતિ અને નાગરિકોની જાનહાનિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત પર સહમત થયા હતા." વડાપ્રધાન મોદીએ બ્રિટનના વડાપ્રધાન પદે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ઋષિ સુનકને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે થઈ રહેલી પ્રગતિને પણ આવકારી હતી.

PM મોદીનું ટ્વિટ: સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, "આજે સાંજે યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી. તેમની સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માધ્યમો પર ચર્ચા કરી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિચારોની આપ-લે કરી. અમે સંમત છીએ કે આતંક અને હિંસા માટે કોઈ સ્થાન નથી." તેમણે ઉમેર્યું, "નાગરિકોના મૃત્યુ એ ગંભીર ચિંતાનો વિષય છે. પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાય તરફ કામ કરવાની જરૂર છે."

ક્યાં ક્યાં મુદ્દે થઈ ચર્ચા: નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉભરતી ટેક્નોલોજી, સંરક્ષણ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને અન્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બંને દેશના નેતાઓ જરૂરિયાતના સમયે હંમેશા સંપર્કમાં રહેવા માટે પણ સંમત થયા હતા અને દિવાળીના ઉત્સવના અવસર માટે શુભેચ્છાઓની પણ આપ-લે કરી હતી.

સુનકનું ભારત તરફી વલણ: સપ્ટેમ્બરની શરૂઆતમાં પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં, સુનકે કહ્યું હતું કે ભારત સાથે મુક્ત વેપાર સંધિને અંતિમ સ્વરૂપ આપવા માટે હજુ પણ કોઈ રસ્તો બાકી છે, પરંતુ તેમને વિશ્વાસ હતો કે અંતિમ પરિણામ "આધુનિક" અને "આધુનિક" સોદો હશે. તેનાથી બંને પક્ષોને ફાયદો થશે અને 2030 સુધીમાં વેપાર બમણા કરવાની સહિયારી મહત્વાકાંક્ષાને સરળ બનાવશે.

  1. King of Bhutan visit India: ભુતાનના રાજા આવતીકાલથી ભારતની બીજી મુલાકાતે, PM મોદી સાથે કરશે મુલાકાત
  2. Biden on Hamas Israel War: હમાસ યુદ્ધ પાછળનું એક કારણ ભારત મધ્ય પૂર્વ યુરોપને સાંકળતો ઈકોનોમિક કોરિડોર હોઈ શકે છેઃ બાઈડન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.