ETV Bharat / international

India Canada Controvercy: કેનેડા સ્થિત ભારતીય ડિપ્લોમેટ્સ પર જાસૂસીને પરિણામે ભારત પર નિજ્જરની હત્યાના આરોપ લગાવાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 1:43 PM IST

કેનેડા સ્થિત ભારતીય ડિપ્લોમેટ્સ પર જાસૂસી કરવાને પરિણામે કેનેડાને નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ ભારત પર કેનેડીયન શીખની હત્યાનો આરોપ લાગ્યો છે. એક દિગ્ગજ વ્યક્તિ દ્વારા કેનેડા ઈન્ટેલિજન્સને માહિતી પણ પૂરી પાડવામાં આવી હોય તેવા સમાચાર છે. કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સ અને ભારતીય સરકારના અધિકારીઓ વચ્ચે થયેલ કોમ્યુનિકેશન પર કેનેડાએ સર્વેલન્સ રાખ્યું હતું. કેટલીક માહિતી 'ફાઈવ આઈઝ' સંસ્થા દ્વારા પણ કેનેડાને પૂરી પાડવામાં આવી છે. 'ફાઈવ આઈઝ'ની કામગીરી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને કેનેડામાં પણ કરવામાં આવી રહી છે. ધી એસોશિયેટેડ પ્રેસ દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે.

ભારતીય ડિપ્લોમેટ્સની કેનેડામાં થતી હતી જાસૂસી
ભારતીય ડિપ્લોમેટ્સની કેનેડામાં થતી હતી જાસૂસી

ટોરન્ટોઃ ધી એસોશિયેટેડ પ્રેસના ગુરુવારના રિપોર્ટ અનુસાર કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સની જાસૂસી કરવામાં આવી હતી. એક દિગ્ગજ વ્યક્તિ દ્વારા પણ આ માહિતીને સમર્થન અપાયું હોવાના સમાચાર છે.

'ફાઈવ આઈઝ' સંસ્થાનો રિપોર્ટઃ ભારતના સરકારી અધિકારીઓ અને કેનેડા સ્થિત ભારતીય ડિપ્લોમેટ્સ વચ્ચેના કોમ્યુનિકેશનની કેટલીક માહિતી 'ફાઈવ આઈઝ' સંસ્થા દ્વારા પણ કેનેડાને પૂરી પાડવામાં આવી છે. 'ફાઈવ આઈઝ'ની કામગીરી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને કેનેડામાં પણ કરવામાં આવી રહી છે.ભારતના કયા દિગ્ગજ વ્યક્તિએ માહિતી પૂરી પાડી તેના વિશે કેનેડા ઓફિશિયલે કંઈ કહેવા પર ઈન્કાર કર્યો છે કારણ કે આ એક સંવેદનશીલ મુદ્દો છે જેની જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી. ધી કેનેડીયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા કેનેડીયન ઈન્ટેલિજન્સને સૌથી પહેલા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

  • Who was Hardeep Singh Nijjar, the Sikh activist whose killing has divided Canada and India?
    An advocate for separate Sikh homeland was killed two months ago. He was called human rights activist by Sikh organizations and terrorist by India's government.https://t.co/kULcq615Eh

    — ETV Bharat (@ETVBharatEng) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતની વળતી પ્રતિક્રિયાઃ ગુરુવાર સવારે ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે અને કેનેડાના ડિપ્લોમેટિક સ્ટાફને ભારતમાં ઘટાડવાની સૂચના આપી છે. ભારત અને કેનેડા વચ્ચે જૂનમાં વાનકુવરમાં 45 વર્ષિય નિજ્જરની હત્યા બાદ દોષારોપણનો સીલસીલો શરૂ થયો છે અને વિવાદ વધતો જ જાય છે. સોમવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુ઼ડોએ ખાલીસ્તાની સમર્થક નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનું નિવેદન આપ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે.

નિજ્જર વિશેઃ ભારતમાં જન્મેલો હરદીપ સિંઘ નિજ્જર કેનેડામાં પ્લ્મબરનું કામ કરતો હતો. નિજ્જરે 2007માં કેનેડાની નાગરિકતા મેળવી હતી. નિજ્જરને ભારતે વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યો હતો. વાનકુંવરના ગુરૂદ્વારા બહાર પાર્કિંગ લોટમાં થયેલા ગોળીબારમાં નિજ્જરની હત્યા થઈ હતી.

યુએન જનરલ એસમ્બલીમાં ટ્રુડોઃ યુએનની જનરલ એસેમ્બલીમાં બોલતી વખતે જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે તેઓ અત્યારે ગંભીર રાજદ્વારી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારત એક વિકાસ પામતો દેશ છે જેની સાથે અમારે અત્યારે અને ભવિષ્યમાં પણ કામ કરવાનું છે તેવું જસ્ટિન જણાવે છે. કેનેડિયન સંસદમાં ભારત વિરુદ્ધ નિવેદન આપવું મારા માટે બહુ કપરું હતું.અમે ભારત સાથે કોઈ પ્રકારની સમસ્યા સર્જવા માંગતા નથી પરંતુ અમે કેનેડાના નાગરિકોની સુરક્ષા માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પ્રયત્નશીલ છીએ.

શું કહે છે કેનેડાના યુએન એમ્બેસેડરઃ જસ્ટિને સોમવારે ભારત વિરૂદ્ધ કરેલા નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરનો વિવાદ છેડાઈ ગયો હતો. જેમાં બંને દેશોએ એકબીજા દેશના ડિપ્લોમેટ્સને દેશ છોડવા માટે આદેશ કરી દીધા હતા. ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કેનેડા ટ્રુડોના નિવેદનના સમર્થનમાં પુરાવા આપવા તૈયાર છે. જો કે કેનેડાના યુએન એમ્બેસેડર બોબ રીએ આ પુરાવાને રજૂ કરવામાં વિલંબ થવાનું જણાવ્યું છે. ગુરુવારે રિપોર્ટર્સને બોબે જણાવ્યું કે આ ઘણું વહેલું થઈ પડશે, અમે કેનેડાની કાયદા વ્યવસ્થાને માન આપશું અને દરેક હકિકતને જોડીને સમગ્ર માહિતી પૂરી પાડીશું.

  1. Nijjar Issue Updates: પંજાબ સ્થિત નિજ્જરના પૈતૃક મકાનને સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું
  2. Who is Nijjar ? : કોણ છે હરદીપ સિંઘ નિજ્જર જેની હત્યાને પરિણામે ભારત અને કેનેડા વચ્ચે મનદુખ થયું ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.