ETV Bharat / international

કાબુલમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ- 19ના મોત, 50 ઈજાગ્રસ્ત

author img

By

Published : Nov 3, 2021, 8:28 AM IST

અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલમાં એક સૈન્ય હોસ્પિટલની સામે નાગરિકોને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ(Bomb blast) કરવામાં આવ્યો હતો. જેમાં 19 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

કાબુલમાં મિલિટરી હોસ્પિટલ નજીક વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો, 19 લોકો માર્યા
કાબુલમાં મિલિટરી હોસ્પિટલ નજીક વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો, 19 લોકો માર્યા

  • કાબુલમાં સૈન્ય હોસ્પિટલની સામે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો
  • તાલિબાન હુમલાની કોઈ સંસ્થાએ જવાબદારી લીધી નથી
  • હુમલામાં 19 લોકો માર્યા ગયાનો અંદાજો

કાબુલ: છ હુમલાખોરોએ મંગળવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ(Kabul)માં એક સૈન્ય હોસ્પિટલ(Military Hospital)ના પ્રવેશદ્વાર પર વિસ્ફોટ(Bomb blast) કર્યો હતો અને હોસ્પિટલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાલિબાન સુરક્ષા કર્મચારીઓએ તેમને પાછળ ધકેલી દીધા હતા. મળતી માહિતી અનુસાર કાબુલના 10મા જિલ્લામાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે.

  • Afghanistan | 19 dead, 50 wounded in Kabul hospital attack, reports AFP quoting official

    — ANI (@ANI) November 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બે હુમલાખોરોની ધરપકડ કરી છે

આ હુમલાની તાત્કાલિક કોઈ સંસ્થાએ જવાબદારી લીધી નથી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી દુસ્સાહસી હુમલો છે. અગાઉના હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી(Terrorist attack)ઓ દ્વારા લેવામાં આવી છે જેઓ તાલિબાનના દુશ્મન છે.

સંરક્ષણ મંત્રાલયના તાલિબાનના અધિકારી હિબ્તોલ્લા જમાલે જણાવ્યું હતું કે, છ હુમલાખોરો આવ્યા હતા, જેમાંથી બેને પકડી લેવામાં આવ્યા હતા. તેમણે એ નથી જણાવ્યું કે કેટલા લોકો માર્યા ગયા કે ઘાયલ થયા. પરતું અમારા કર્મચારીઓ અને નાગરિકો સહિત જાનહાનિ થઈ છે, પરંતુ જાનહાનિની ​​સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ શકી નથી.

બે વિસ્ફોટો અને ગોળીબારના ભણકારા નાગરિકો સાંભળ્યા

જમાલે જણાવ્યું હતું કે, મૃતકોમાં તાલિબાન લડવૈયાઓ પણ સામેલ છે, પરંતુ મોટાભાગના માર્યા ગયેલા નાગરિકો છે. તાલિબાનોએ હોસ્પિટલ પર કબજો મેળવી લીધો છે. શહેરવાસીઓએ વિસ્તારમાં બે વિસ્ફોટો અને ગોળીબારના અવાજો સાંભળ્યા છે.

વઝીર અકબર ખાન હોસ્પિટલના ડાયરેક્ટર સૈયદ અબ્દુલ્લા અહમદીના જણાવ્યા અનુસાર તેમની હોસ્પિટલમાં ઘણા મૃતદેહો અને ઘાયલોને લાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય નવ લોકોને અફઘાનિસ્તાનની ઈમરજન્સી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ તાજેતરના અઠવાડિયામાં અનેક હુમલાઓ કર્યા છે.

આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત, ઓવર સ્પીડ પર લગાવશે અંકુશ

આ પણ વાંચોઃ ગુજરાતને ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો આપનાર જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના આજે 120 વર્ષ પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.