ETV Bharat / international

ચીનમાં સાર્સ જેવા વાયરસનું વધી રહ્યું છે ઇન્ફેક્શન, અન્ય એશિયાઇ દેશો સુધી ફેલાઇ બીમારી

author img

By

Published : Jan 20, 2020, 9:47 PM IST

બેઇજિંગ: ચીનમાં રહસ્યમય સાર્સ વાયરસનો ચેપ વધી રહ્યો છે અને ત્રણ વ્યક્તિના આ વાયરસથી મૃત્યુ થયા છે. આ રોગ ચીન આસપાસ પણ ફેલાવા લાગ્યો છે.

chaina
chaina

કોરોનાવાયરસ એ વાયરસનું એક મોટું જૂથ છે, પરંતુ તેમાંથી માત્ર છ વાયરસ લોકોને ચેપ કરે છે. તેની સામાન્ય અસરોથી શરદી અને તાવ આવે છે. પરંતુ સીવીયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS) સાથેના તેના સંગઠને ઉભો કર્યો છે. તેનું કારણ છે કે 2002-03માં ચીન અને હોંગકોંગમાં લગભગ 650 લોકો આ વાયરસથી મૃત્યુ પામ્યા હતા.

હાલમાં ચીનના વુહાન શહેરમાં આને લગતા સૌથી વધુ કેસ નોંધાયા છે. વુહાન એક કરોડથી વધુની વસ્તી સાથેનું એક મુખ્ય પરિવહન કેન્દ્ર છે. આ સપ્તાહમાં શરૂ થતા ચાઇનીઝ નવા વર્ષ માટેની રજાઓ માટે મોટી સંખ્યામાં લોકો ચીન પહોંચશે તેવી અપેક્ષા છે. મોટાભાગના લોકો અહીંથી જ તેમના સ્થળ પર પહોંચશે.

ચીનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. સપ્તાહના અંતે વુહાનમાં લગભગ 136 નવા કેસ નોંધાયા છે, તો આ કેસની કુલ સંખ્યા 201 પર પહોંચી ગઇ છે.

દરમિયાન, દક્ષિણ કોરિયાએ સોમવારે પુષ્ટિ કરી કે વુહાનથી ત્યાં પહોંચેલી 35 વર્ષીય મહિલાને આ વાયરસનું ઇનફેક્શન છે. થાઇલેન્ડે પુષ્ટિ આપી છે કે બે લોકો અને એક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા છે , જ્યારે આ ત્રણેય લોકો ચીન ગયા હતા.

dkg
સૌ. ટ્વીટર

એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાવાની હજી સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ અધિકારીઓએ અગાઉ કહ્યું છે કે "આ બનવાની શક્યતાને નકારી ન શકાય".

ભારતે શુક્રવારે ચીન જતા તેના નાગરિકો માટે એક પરામર્શ જારી કર્યું હતું. લગભગ 500 ભારતીય તબીબી વિદ્યાર્થીઓ વુહાનમાં અભ્યાસ કરે છે. ભારતે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઇઝરીમાં કહ્યું છે કે, 'ચીનમાં નવા કોરોનાવાયરસનું ઇન્ફેક્શન છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ સોમવારે ટિ્‌વટ કર્યું હતું કે પ્રાણી સૌથી સંભવિત પ્રાથમિક સ્રોત લાગે છે અને તે ખૂબ નજીકથી માણસ-માણસ વચ્ચે ટ્રાન્સમિશનને શક્ય બનાવે છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.