ETV Bharat / entertainment

Sunny Deol Mehndi: સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ, લોકોએ કરી પ્રસંશા

author img

By

Published : Jun 17, 2023, 3:19 PM IST

પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી થઈ વાયરલ થઈ છે. ઢાઈ કિલો કે હાથ' પર સર્વ ધર્મ સમભાવની મહેંદી લગાવનાર આર્ટિસ્ટ સૂરતની નિમિષા પારેખ છે, જેની ખુબજ પ્રસંસા થઈ રહી છે. હાલમાં ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન સંગીત સેરેમની પણ રાખવામાં આવી હતી. જેમાં દર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલે જોરદાર ડાન્સ કર્યો હતો.

સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ, લોકોએ કરી પ્રસંશા
સની દેઓલના ઢાઈ કિલોના હાથ પર મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ, લોકોએ કરી પ્રસંશા

સુરત : સની દેઓલના પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી ચર્ચાનો વિષય બની છે. પુત્રના લગ્ન પર સની દેઓલે ખાસ મહેંદી લગાવી છે. હાલ સની દેઓલની આ મેંહદી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. તેઓએ સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપતી મહેંદી લગાવી છે. સની દેઓલના 'ઢાઈ કિલો કે હાથ' પર મહેંદી લગાવનાર મહેંદી આર્ટિસ્ટ કોઈ અન્ય નહીં પરંતુ સુરતની નિમિષા પારેખ છે.

પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ

મહેંદી આર્ટિસ્ટ નિમિષા: દેઓલ પરિવારમાં ખુશીની લાગણી છે. કારણ કે, કરણ દેઓલ લગ્ન કરવા જઈ રહ્યા છે. કરણના મહેંદી સેરેમનીમાં પરિવારના તમામ સભ્યોએ હાથમાં મહેંદી લગાવી હતી અને પરિવારના તમામ સભ્યોને મહેંદી લગાવનાર સુરતની મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ છે. નિમિષા ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ છે. નિમિષા પારેખે મહેંદીને 30 વર્ષ આપ્યા છે. કારણ છે કે, મહત્વના ગણાતા મહેંદી સેરીમનીમાં મહેંદી માટે દેઓલ પરિવારે નિમિષાને આમંત્રણ આપ્યું હતું. નિમિષા ખાસ પોતાના હાથથી નેચરલ મહેંદી બનાવે છે. તેઓ 70 દેશોમાં મહેંદી એક્સપર્ટ તરીકે જાણીતા છે. નિમિષા થી મહેંદી શીખવા માટે દેશ-વિદેશમાંથી તેમને આમંત્રણ પણ મળે છે.

પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
લોકોએ પ્રશંસા કરી: નિમિષાએ જે સનિ દેઓલના હાથ પર જે મેંહદી લગાવી છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સનીના 'ઢાઈ કિલો કે હાથ' પર સર્વધર્મ સમભાવની મહેંદી નિમિષાએ લગાવી છે. એમાં હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ આ ચારેય ધર્મના ધાર્મિક નિશાન તેઓએ બનાવ્યા છે કે, હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકો પસંદ કરી રહ્યા છે. સની દેઓલની મહેંદી જોઈ લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. નિમિષાએ માત્ર સનીના જ નહીં, પરંતુ તમામ સભ્યોના હાથ પર મહેંદી લગાવી છે. કરણે પોતાનાં હાથ પર દુલ્હનનું નામ લખાવ્યું છે. જ્યારે બોબી દેઓલએ કરણ અને દિશા આચાર્યનું નામ લખ્યું છે.
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
આર્ટિસ્ટ નિમિષાનું નિવેદન: નિમિષા પારેખે જણાવ્યું હતું કે, ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સની દેઓલના હાથમાં લાગેલી મહેંદી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પ્રસંસા કરી. પરિવારના દરેક સભ્યોને મે પોતે મહેંદી લગાવી છું. જ્યારે સની દેઓલને મહેંદી લગાવી રહ્યા હતા, ત્યારે મેંહદીની ડીઝાઈનને લઈ અમે બંને ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અમે બંને ચર્ચા બાદ નિર્ણય લીધો કે આવી મહેંદી બનાવીએ કે જેના થકી સર્વધર્મ સંભાવના સંદેશ જાય. પરિવારની મહિલાઓ એ જે ખાસ ટ્રેડિશનલ મહેંદી મુકાવી હતી.
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
પુત્ર કરણના લગ્નમાં સની દેઓલની મહેંદી લગાવનાર સુરતની નિમિષા પારેખ
  1. Dharmendra Dance: કરણ દેઓલ દિશા આચાર્યના સંગીત સેરેમનીમાં દાદા ધર્મેન્દ્રએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો
  2. Ranveer Singh Performance: કરણ દિશાની સંગીત સેરેમનીમાં રણવીર સિંહે હાજરી આપી, જુઓ વીડિયો
  3. Adipurush Box Office: 'આદિપુરુષ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, 1 દિવસની કમાણી આટલી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.